SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ . અને પ્રજા જ્ઞાનથી સમૃદ્ધ જોઈએ. આજે રાજસભા વિદ્વાનોથી સુશોભિત હતી. અનેક ભાટચારણોએ રાજાની જ્ઞાનપિપાસાની સ્તુતિ કરી. અચાનક રાજાએ રાજસભાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો કે—“સાહિત્યક્ષેત્રમાં તર્ક—ન્યાયનું સાહિત્ય જોવા મળે છે પણ હજી ‘વ્યાકરણ’ સાહિત્યની ખામી છે. એ ખામી દૂર કરવા કોઈ સરસ્વતિનંદન હોય તો રાજ્ય તરફથી એનું બહુમાન કરાશે. આજે અત્યારે જ એ યશોગાથાનો કળશ ચઢાવવા હું ઉત્સુક છું. સત્વરે પોતાનું શુભ નામ આપી ધન્ય બનો. રાજ્યની શોભામાં અભિવૃદ્ધિ કરો.” રાજસભામાં અણધાર્યા આ પ્રશ્નને બધા પંડિતો સાંભળી અવાક્ થયા. એકબીજાએ એકબીજાની સાથે, આંખોથી વાતો કરી પણ કોઈ સરસ્વતીઉપાસકે રાજાની ટહેલ-પડહને સ્પર્શ ન કર્યો. સૌ પંડિતો મૂંઝવણમાં પડી ગયા. પ્રાજ્ઞ પંડિતે પણ પ્રસંગોચિત બધા પંડિતોને ઉદ્દેશી પડહ ઝીલવાની પ્રેરણા કરી. સમય આપવા અને રાજ પંડિતો ભેગા થઈ કાર્ય ઉપાડવા કહ્યું પણ પરિણામ ન આવ્યું. રાજા મૂંઝાઈ ગયો. શું મારા રાજ્યમાં સાહિત્યજગત વ્યાકરણ વિનાનું રહેશે? રાજાને અન્ય વિદ્વાનોની સાથે સાથે હેમચંદ્રાચાર્ય યાદ આવ્યા. રાજાએ ગુરુવર્યને વ્યાકરણની રચના કરવા અને જિનશાસનની શોભા વધારવા વિનંતી કરી. સત્વરે એ કાર્ય પૂર્ણ કરી આપવા આગ્રહ કર્યો. ગુરુવરે રાજાની વિનંતી સ્વીકારી સત્વરે એ કાર્ય પૂર્ણ કરવાની ભાવના ભાવી. ભક્તિલાગણીના આવેશમાં રાજાથી તે જ વખતે બોલાઈ ગયું આ પૃથ્વી વાંઝણી નથી. ‘બહુરત્ના વસુંધરા’ છે. વંદન હો એ મહાપુરુષને! પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજે તરત તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રંથ લખવાનું કામ શુભ ક્ષણે શરૂ કર્યું. એક વર્ષમાં લઘુવૃત્તિ-૬ હજાર શ્લોક, મધ્યમવૃત્તિ-૧૨ હજાર શ્લોક, બૃહવૃત્તિ-૧૮ હજાર શ્લોક અને બૃહન્યાસ ૮૪ હજાર શ્લોક. કુલ ૧,૨૦,૦૦૦ ઉપરાંત શ્લોકની રચના પૂરી કરી રાજાને આનંદદાયી સમાચાર આપ્યા. રાજ્ય તરફથી આજે જ્ઞાનગ્રંથોનું સામૈયું શરૂ થયું. હાથીની અંબાડીમાં એ ગ્રંથો સ્થાપવામાં આવ્યા હતા. રાજા-મહારાજની જ નહીં, શ્રી હેમચંદ્રાચાર્ય સ્વયં અને અનેકાનેક પંડિતવર્યો એ શ્રુતજ્ઞાનના વરઘોડામાં સામેલ થયા. સ્થળેસ્થળે કમાનો બંધાઈ હતી. ચતુર્વિધ સંઘે હીરા-મોતીથી ગ્રંથોને વધાવ્યા. આખા નગરમાં એક જ વાત હતી કે આવું શ્રુતજ્ઞાનનું વિશિષ્ટ બહુમાન ઇતિહાસમાં સર્વપ્રથમ જ થયું. મા શારદા-સરસ્વતી વિશાળ ગંભીરરૂપ ધારણ કરી ઘરે ઘરે જ્ઞાનના દીવડા પ્રગટાવવા સ્વયં નગરીમાં ફરે છે, અનેક અજ્ઞાનીને Jain Education International For Private ચતુર્વિધ સંઘ જ્ઞાનના રસિયા બનાવવા ઇચ્છે છે. એવો મૂક સંદેશ આ વરઘોડાનો હતો. સિદ્ધરાજ જયસિંહે તો પાટણની શોભા વધારનાર, જૈન શાસનની કીર્તિ પ્રસરાવનાર આચાર્ય દેવશ્રીનું વિવિધ રીતે બહુમાન કર્યું, એટલું જ નહીં પણ નજીકનાં અનેક રાજ્યોમાં પણ શારદાના સિંહાસને સ્થાપી પ્રજાને જ્ઞાનની રાગી બનાવી. [જૈન બાળશાસન–૪/૩] લગભગ ૨૫૫૦ વર્ષ પૂર્વેની વાત કાંપિલ્યપુર નગરીમાં કુંડકોલિક નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. શ્રેષ્ઠી ગર્ભશ્રીમંત હતા. એમની પાસે એ જમાનામાં ૧૮ કરોડ સુવર્ણમુદ્રા, ૬ ગોકુળ અને ધર્મનિષ્ઠ પુષ્પા નામની આદર્શ પત્ની હતી. પુણ્યવાન શ્રેષ્ઠીના પુષ્પની ઈર્ષા કરવા સામાન્ય માનવી ઘણીવાર પ્રયત્ન કરતા હતા, પણ તેમાં કોઈ સફળ ન થયા. પ્રસંગેપ્રસંગે ધર્મપત્ની પુષ્પા શ્રેષ્ઠીની સાથે ધર્મચર્ચા કરતી. પુણ્ય–પાપની વાતોને સંભળાવતી, પૂર્વભવના પુણ્યોદયે પ્રાપ્ત થયેલ સમૃદ્ધિને સન્માર્ગમાં વાપરવા પ્રેરણા આપતી પણ....હજી શ્રેષ્ઠીનું મન જિન ધર્મને પૂર્ણ રીતે આવકારવા તૈયાર થતું નહોતું. અચાનક........કાંપિલ્યપુર નગરીનું ભાગ્ય ખૂલ્યું. વિચરતાં વિચરતાં ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરનાં ચરણ કમળોથી નગરી પવિત્ર થઈ. ફૂલ-ઝાડ ઉપર હોય પણ તેની સુવાસ જેમ ચોતરફ ફેલાઈ જાય તેમ વીરપ્રભુની પધરામણીની વાતો નગરીમાં ખૂણે ખૂણે ફેલાઈ ગઈ. કુંડકોલિકના જીવનમાં એક અવર્ણનીય રોમાંચક અનુભવ થયો. દેહના રુવાટે રુવાટે ચૈતન્ય ખીલી ઊઠ્યું. રોમરાજી જાગૃત થઈ. આવો અકલ્પનીય અનુભવ થવાથી કુંડકોલિકને આશ્ચર્ય થયું. ઘરે જઈ ધર્મપત્ની પુષ્પાદેવીને વાત કરી. પુષ્પાદેવીએ ભગવાન પધાર્યાની વાત કરી અને દર્શન કરવા જવાનું કહ્યું. કુંડકોલિકે પ્રભુનાં દર્શન કરવા ધર્મદેશના સાંભળવા જવાની પોતાની ભાવનાને વ્યક્ત કરી. પતિદેવના ભાવવાહી શબ્દોને શ્રવણ કરી આદર્શનારી એકદમ આનંદમાં આવી ગઈ. પતિદેવના જીવનમાં ધર્મનું પ્રભાત હવે નિશ્ચિત પ્રગટ થશે એ કલ્પી લીધું. ધર્મની પ્રાપ્તિનાં આ બધાં ચિહ્ન હોવાથી એ પણ ધર્મદેશના સાંભળવા માટે વ્યવસ્થિત પરિવાર સાથે જવા તૈયાર થઈ. કરુણાના અવતાર પ્રભુએ ધર્મદેશનામાં પુણ્ય ને પાપની, ત્યાગ ને વૈરાગ્યની, કર્મ ને ધર્મની વાતો કહી, જે સાંભળી કુંડકોલિકનું મન પ્રસન્ન થયું. કઠણ હૃદય પીગળી ગયું. કોમળ થયું. અત્યાર સુધી ગુમાવેલાં સમય ને શક્તિને, પ્રમાદ ને આળસને । પ્રભુના સામે પાપના પશ્ચાત્તાપ રૂપે પ્રગટ કરી ધર્મદાતા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy