SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ક્ષાયિક સમકિતના સ્વામી રાજગૃહીના મહારાજા શ્રેણિકનું નામ લોકજીભે ચઢી ગયું છે. તેઓ ભગવાન મહાવીરના અનન્ય ભક્ત હતા. તેઓના રાજ્યમાં ધર્મ અને ધનની નદીઓ સુકૃતમાં વહેતી હતી એમ કહેવાતું. પ્રભુવીરે તેથી ચૌદ ચોમાસાં ત્યાં કર્યાં હતાં. આવા ધર્મપ્રેમી રાજાને ચેલણા વગે૨ે ૩૩ રાણીઓ અને બુદ્ધિનિધાન અભયકુમાર આદિ ૨૩ પુત્રો હતા. પ્રાથમિક જીવનમાં મિથ્યાત્વી અવસ્થામાં તેઓનું નામ બિંબિસાર હતું. તેઓ અનાથી મુનિના સમાગમના કારણે ધર્મમાં પામ્યા, સ્થિર થયા ને પ્રભુના અનન્ય ભક્ત બન્યા. રાજા શ્રેણિકના જીવનમાં અનેકાનેક પ્રસંગો બન્યા હતા. તેમાંનો એક પ્રસંગ એટલે ઇન્દ્ર દ્વારા તેઓના સમ્યક્ત્વની પ્રશંસા! જૈન શાસનમાં સમ્યક્ત્વના પાંચ પ્રકારો બતાવ્યા છે. સાસ્વાદન સમકિત, વેદક સમકિત, ક્ષયોપમિક સકિત, ઔપમિક સમકિત અને ક્ષાયિક સમિત. આમાં ક્ષાયિક સમ્યક્ત્વ' એવા પ્રકારનું છે કે જે જીવનમાં આવ્યા પછી કોઈ પણ રીતે પાછું જાય નહીં. તેમાં કાંઈ ઊણપ આવે નહીં. ઇન્દ્રે આવા દૃઢ સમિતધારી આત્માની શ્રદ્ધાની પ્રસંગોપાત ઇન્દ્રસભામાં પ્રશંસા કરી. શ્રદ્ધા ભક્તિથી વંદના કરી અને તે કારણે એ જીવ અલ્પભવીને તીર્થંકર (આગામી ચોવીશીમાં પદ્મનાભ નામે) થઈ મોક્ષે જશે એમ પણ કહ્યું. સંસારમાં પ્રશંસા એ ક્યારેક દોષનું પણ કારણ બને છે. એવાં ઘણાં ઉદાહરણો છે કે જીવને પ્રશંસા કોઈની પણ થોડી પણ સાંભળવી ગમતી નથી અને નિંદાને મીઠું-મરચું ભભરાવી ફેલાવવી ગમે છે. નિંદા એ પાપ છે જ્યારે પ્રસંશા એ પુણ્યકાર્ય છે. અનુમોદના કરવાથી સાંભળનાર તેમ જ સંભળાવનાર બંનેને લાભ નિશ્ચિત થાય છે. તેથી ‘કરણ-કરાવણ-અનુમોદન સરીખા ફળ પાવે' એમ શાસ્ત્રોમાં કહ્યું છે. ઇન્દ્ર દ્વારા થયેલી મનુષ્યની-સંસારીની (મહારાજા શ્રેણિકની) પ્રશંસા એક દેવને વધુ પડતી અયોગ્ય લાગી. તેથી તેની પરીક્ષા કરવા તરત ઇંદ્રસભામાંથી ઊભા થઈ રાજગૃહી નગરીમાં આવ્યો. અવધિજ્ઞાનથી જાણી લીધું કે રાજાને સમકિતથી ભ્રષ્ટ કરવો હોય તો એક જ ઉપાય છે. જૈન ધર્મ સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી. જે જોવા સાંભળવાથી રાજાની જૈન ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા-વિશ્વાસમાં ક્ષતિ થશે અને એ રીતે મારી જીત થશે. દેવે એક મુનિરાજને માર્ગમાં સરોવરના કિનારે Jain Education International For Private 693 સચિત્ત પાણીને સ્પર્શ કરતાં, કુચેષ્ટા કરતાં વિધુર્યા. આ દૃશ્ય શ્રેણિક રાજાએ જોયું. એક ક્ષણ રાજાને પણ કર્મની લીલાને સમજવી પડી. મુનિને જાહેરમાં ઠપકો આપવો અયોગ્ય સમજી રાજાએ એકાંતમાં મુનિને આવું અઘટિત કાર્ય ન કરવા સમજાવ્યા. શાસનને પામવું દુર્લભ છે. જ્યારે પામેલા શાસનની અવહેલના કરવી મહાપાપ છે, પણ મુનિ તો રાજાને ઊલટું કહી બેઠા કે “દુનિયામાં આથી પણ વધુ મુનિઓ દ્વારા ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે તેનું શું? તમે કયાં ઠેકો લીધો છે?'' વગેરે. રાજાએ ફરીથી સદ્ભાવે પાપ કર્મનાં પરિણામો ભોગવવાં ન પડે તે માટે મુનિને હિતોપદેશ આપ્યો. બીજાનું ન જોતાં પોતાનું સાધવા આગ્રહ કર્યો. છેવટે મુનિ પણ સમજી ગયા. હજી મુનિની કથા પૂરી ન થઈ ત્યાં એક ગર્ભવતી સાધ્વીજીને શ્રેણિક રાજાએ જોયાં. એક ક્ષણ પાંચમા આરાના આથી પણ વધુ નિંદનીય પ્રસંગો જોવા મળશે, એમ મનને સમજાવી સાધ્વીજીને ફીટ્ટા વંદન કરી સંયમમાં સ્થિર થવા, કરેલી ભૂલને સુધારી લેવા, ઇન્દ્રિયોને વશ કરવા સમયોચિત વિનંતી કરી મહાપુણ્ય મળેલા સંયમધર્મને શોભાવવા આગ્રહ કર્યો. ન સાધ્વીજીએ તો સર્વપ્રથમ “પારકી પંચાત ન કરો, તમે તમારું સંભાળો, બીજાને સુધારતાં પહેલા તમે સુધરો” એવાં વચનો સંભળાવ્યાં પણ ક્રોધીને વશ કરવા ક્ષમા કામ આવે, ભૂલને સુધારવા માટે લાગણી અસર કરે તેમ રાજાની વાતોએ સાધ્વીજીને પણ પિગળાવ્યાં. પાપનો પશ્ચાત્તાપ કરી જીવન સુધારવા માટે રાજાને વચન આપ્યું. આમ તો દેવ હજી પરીક્ષા કરવા ઇચ્છતો હતો પણ બંને પ્રસંગોએ રાજાએ ગાંડાને ગાંડો ન કહેતાં એ જીવોને સમજાવી દીધા. એટલું જ નહીં પણ સમકિતને અણિશુદ્ધ રાખ્યું. આ જોઈ દેવે રાજા સમ્મુખ પ્રગટ થઈ કહ્યું–“ઇન્દ્રસભામાં ઇન્દ્રે આપની કરેલી પ્રશંસાથી હવે હું પ્રસન્ન થયો છું માટે કાંઈક માંગો માંગો' એમ વિનંતી કરી. રાજા શ્રેણિક તો એક ક્ષણ આશ્ચર્યમાં પડી ગયા. સમજી પણ ગયા કે મારા સમકિતની (શ્રદ્ધાની) પરીક્ષા કરવા દેવે સાધુ-સાધ્વીને જિનશાસનની હેલના કરનારા દેખાડ્યા. તેમણે દેવને કહ્યું કે હું મારા પુણ્ય અનુસાર પૂર્ણ સુખી છું. મારે કાંઈ જ જોઈતું નથી. મારું સમકિત નિર્મળ રહે એટલું જ ઘણું છે, પરંતુ દેવનાં દર્શન નિષ્ફળ ન જાય તેથી એક રત્નમય હાર અને બે ગોળા આપીને દેવ અદૃશ્ય થઈ ગયો. રાજાએ પણ હાર ચેલણા રાણીને અને કુંડલ નંદરાણીને આપ્યા. સાર ઃ——રાજા શ્રેણિકે જે રીતે ધર્મ વિરુદ્ધ વર્તનાર સાધુ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy