SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬૪ સાધ્વીને, વિનય-વિવેકપૂર્વક સમજાવી પોતાના ક્ષાયિક સમ્યક્ત્વને શુદ્ધ રાખ્યું તેમ ભવિ આત્માઓએ કર્મની કથા સમજી જીવનમાં આવનારા ખાટા-મીઠા પ્રસંગોનો ઉકેલ લાવવો જોઈએ. કષાયો કરવા ન જોઈએ. શિાંતિસૌરભ- ૨૪૬] કરિયાવર-પુણ્યાનુબંધી પુણ્ય બાંધનારું વિ. સં. ૧૮૮૦ની વાત. અમદાવાદના શાંતિદાસના વંશમાં વખતચંદ શેઠના ઘરે કુટુંબના મુખીઓની મીટિંગ ચાલતી હતી. વાત જુઓ તો સાવ નાની ને વ્યવહારુ હતી. કુટુંબની શોભા વધારવા માટે સાત ભાઈઓ વચ્ચે દીકરી ઉજમનું કરિયાવર કરવાનું છે. કાગળને પેન એક કલાકથી ટેબલ પર પડ્યાં હતાં પણ શુકનવંતા શબ્દો કાંઈ લખાયા નહોતા. શું લખવું? કેટલું લખવું? કેવી રીતે લખવું? તેમાં જ સમય વ્યતીત થયો, છેવટે લિસ્ટ થયું. લિસ્ટ જોતાં ૫૦૦ ગાડાં ભરાય તેટલો સામાન લખાયો. છતાં બેનબાને ઓછું લાગશે તો? માઠું લાગશે તો? સૌના મોઢામાં આજ પ્રશ્ન ઉદ્ભવ્યો. પ્રેમાભાઈ દ્વારા ફઈબાને પૂછી પ્રસન્નતાને જાણવાનું, ઓછું લાગે તો વધારવાનું નક્કી કરાયું. પ્રેમાભાઈ ઉજમફઈની પાસે પહોંચી ગયા. વાતવાતમાં કરિયાવર અને તેના લિસ્ટની વાત કરી. પ્રસન્નતાનો જવાબ માંગ્યો. ઉજમફઈ નાનાં પણ શરમાળ હતાં. ઓછાબોલાં પણ ગંભીર હતાં. મૌન તોડવા સંમતિ આપવા પ્રેમાભાઈએ કહ્યું તો ફઈએ ટૂંકો ને ટચ જવાબ આપ્યો-સંસાર વધારવાના કરિયાવરમાં જેટલું આપો તેટલું ઓછું જ છે પણ મારે સંસાર ઘટાડે તેવો કરિયાવર ભાઈઓ પાસેથી જોઈએ છે. તેનું નામ છે, “સિદ્ધગિરિના શિખરે એક નાનકડું દેરું!' ફઈબાની વાત સાંભળી પ્રેમાભાઈ વિચારમાં પડ્યા. ફઈબાના વિચારોમાં ઉત્તમ કામ ને અદ્ભુત ત્યાગ હતો. પ્રેમાભાઈ કાંઈ પાછા પડે તેવા નહોતા. તેઓએ તરત બીડું ઝડપી ‘હા' પાડી દીધી. સારા કામમાં સો વિઘ્ન આવે આ વાત પણ તેઓ જાણતા હતા એટલે શુભસ્ય શીઘ'ની ભાવનાથી આગળ વધ્યા. જોતજોતામાં ઉજમફઈને ગમે તેવી જગ્યા પણ પાવન ગિરિરાજ ઉપર પસંદ કરી. સમય સમયનું કામ કરે છે તેમ ધીરે ધીરે મનગમતી જગ્યા ઉપર દેરાનું નિર્માણ ચાલુ થઈ ગયું. સં. ૧૮૮૯ના વૈશાખ વદ૧૩ની શુભ ઘડીએ પ્રતિષ્ઠાનું કાર્ય પણ પૂર્ણ ઉલ્લાસથી પાર પાડ્યું. એ દેરાનું નામ “નંદીશ્વર દ્વીપની ટૂંક અથવા ઉજમફઈની ટૂંક. સુંદર નકશી, પ૭ ચૌમુખજી, પ૭ શિખરો, રતિકર, દધિમુખ, અંજનગિરિથી શોભતી અને નંદીશ્વર દ્વીપને યાદ ચતુર્વિધ સંઘ કરાવતી ટૂંક. ઉજમફઈનાં લગ્ન થઈ ગયાં. સંસાર સમન્વય ભાવે શાંતિથી વ્યતીત થતો હતો ત્યાં પતિદેવ લક્ષ્મીચંદભાઈનું અચાનક અવસાન થયું. આવા સમયે પણ ઉજમફઈએ ધર્મશ્રદ્ધાને ધર્મધ્યાનને આંચ ન પહોંચાડી. પોતે પિતાશ્રી સાથે શત્રુંજય ગિરિરાજની તીર્થી ૯૯ યાત્રા કરતાં હતાં તે અખંડ રાખી. ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી તો તેની પાછળ ધર્મમાં અંતરાય કરી ધર્મનો ત્યાગ કરવો ન શોભે. કરિયાવરમાં સિદ્ધગિરિ ઉપર નંદીશ્વર દ્વીપની ટૂંક પછી તો ઉજમફઈએ અમદાવાદ દોશીવાડાની પોળમાં નંદીશ્વર દ્વીપનું સુંદર દેરું બાંધ્યું. અષ્ટાપદ જિનાલયમાં ઝવેરીવાડ વાઘણપોળમાં ચિંતામણિ પાર્શ્વ જિનાલયમાં પણ દર્શનીય ચૌમુખજીનું દેરું બાંધ્યું. આવાં હતાં સુકૃત્યનાં કામો કરવામાં રસિયા ઉજમફઈ!! સાર -સંસાર માંડવો એટલે પાપ બાંધવું આવો દીર્ધ વિચાર કરનારાં ઉજમબહેને અનેકને વિચાર કરતાં કરી દીધાં. ફરજને વિચારનારા સંવત ૧૯૪૦ મહાસુદ-૧૦ પછીની વાત. ભોયણી તીર્થમાં ભગવાન મલ્લિનાથ પ્રભુની પ્રતિષ્ઠાનો લાભ ખૂબ જ હર્ષ-ઉમંગને સદ્ભાવથી કડીવાલા–ચૂનીલાલ જોઈતારામે (પોતાના વડીલ ગુલાબચંદ મંગળજીના નામથી) લીધો હતો. (મુરબ્બી ચૂનીલાલભાઈ એટલે બાબુભાઈ કડીવાલા સિદ્ધચક્ર આરાધનાજીના દાદાશ્રી) ચૂનીભાઈના જીવનમાં બે મહત્વના પ્રસંગ ધર્મશ્રદ્ધાને સમજાવનારા અનુમોદનાના થયા હતા તે આ પ્રમાણે ૧. પ્રતિષ્ઠાના બે દિવસ બાકી હતા ત્યાં વહીવટદારે સમી સાંજે ચૂનીલાલભાઈને કહ્યું, “શેઠ! ચઢાવાના પૈસા અને નવકારશીના પૈસા કુલ ૨૫ હજાર પ્રતિષ્ઠા પૂર્વે ભરી પછી પ્રતિષ્ઠા કરજો.” વહીવટદારે કઈ ભાવનાથી આ કહ્યું તેનો વિચાર કર્યા વગર જાતે વિચાર કર્યો કે દેવદ્રવ્યના પૈસા આપ્યા વગર મારાથી પ્રતિષ્ઠા કેમ થાય? આ તો ઉપકારીએ મારા ઉપર ઉપકાર કરી મને મારી ફરજમાંથી ઉગાર્યો. તરત કડીથી રૂપિયા મંગાવી ઉપકારની ભાવના સાથે વહીવટદારોને આપી ફરજમુક્ત થયા. ૨. પ્રતિષ્ઠા થઈ–દ્વારોદ્ધાટન થયું એટલે શેઠે સૌની રજા લઈ પ્રતિષ્ઠાનો આનંદ અનુભવતાં ઘર તરફ ગાડું જોડ્યું. રસ્તામાં ભગવાનનો જાપ-સ્તવન-પ્રતિષ્ઠાનો આનંદ સૌ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy