SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ચતુર્વિધ સંઘ જનશાસનના તેજસિવાશ – પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ. જૈન શાસનનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે, બનેલી ઘટનાઓ અને ભૂતકાળના અનેક પ્રસંગો સાથે સંકળાયેલી પ્રભાવક પ્રતિભાઓની વાતો ખરેખર જાણવા-માણવા જેવી છે. જૈન શાસન ત્રણરત્નોની મોટી ખાણ છે. જૈન શ્રમણો અને કવિઓ આર્યપ્રજાના સર્વાગીણ, નૈતિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે સમયનાં વહેણોને સમયે સમયે ગ્રંથસ્થ કરતા રહ્યા છે. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાહિત્યોપાસક પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ દ્વારા સંકલિત આ લેખશ્રેણીને શ્રદ્ધા-ભક્તિથી વાંચશુ તો આપણી ધર્મસાધનામાં જરૂર પ્રગતિ થશે જ. પરીક્ષાઓ, પાઠશાળાઓ, શિક્ષક-શિક્ષિકાઓનાં અધ્યયન ઓપનબુક પરીક્ષા, બુદ્ધિચતુરાઈ વગેરે માધ્યમ દ્વારા જૈનદર્શનનું સરળ જ્ઞાન આપવાની તેઓની પ્રબળ ભાવના ખરેખર પ્રશંસાપાત્ર છે. પૂજ્યશ્રીની જન્મભૂમિ મુરબાડ, પિતા શ્રી અમૃતલાલભાઈ, માતા રુકમણિબહેન, બાર વર્ષની કુમળી વયે સં. ૨૦૦૫માં મહાવદ-૫-મુરબાડ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. તેમના સાહિત્યરસથાળમાં ઘણાં જ સચિત્ર પ્રકાશનો તેમજ તત્ત્વબોધ પરીક્ષાનાં પુસ્તકો જગપ્રસિદ્ધ બન્યાં છે. પોતાના સંસારી પરિવારમાં ધર્મ ભાવના વધે તે માટે પાલીતાણા તીર્થમાં ચતુર્માસ અને કુંભોજગિરિમાં ૯૯ યાત્રા પણ કરાવી હતી. આ ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેઓમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ, તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામની સંસ્થા ૧૪-૫૧૯૪૮ માં સ્થાપી તેના દ્વારા પાઠશાળાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડ્યો. પ૬ વર્ષના સંયમી જીવનમાં અર્થનાં સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો પ્રગટ કર્યા, તેમાં કરોળિયાની જાળ”, “મારો સોહામણો ધર્મ', મૃતસાગરનાં રહસ્યો ભા. ૧-૨' વગેરે પુસ્તકો સમાજમાં સારી જાગૃતિ લાવ્યાં છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. તેમના “શ્રુતસાગરનાં રહસ્યો ભા. ૧'ની પ્રેરણાદાયક વિગતો આ લેખમાળામાં પ્રગટ કરી છે. પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી) સાથે સં. ૨૦૦૫માં સંયમી થયા છે. તેઓશ્રીના નજીક-દૂરના સંસારી પ-૬ સંબંધી પણ સંયમધર્મની ઉત્તમ આરાધના કરી ધન્ય બન્યા પૂજ્યશ્રીએ દર્શન–જ્ઞાન-ચારિત્રની આરાધનામાં શ્રી સંઘને આગળ વધવા પ્રેરણા આપી હતી. તેઓના ઉપદેશથી પ્રભાવક શ્રી વાસુપૂજ્ય ભાનું દેરાસર તથા મહાપ્રભાવક શ્રી માણિભદ્ર યક્ષરાજનું દેરાસર કાંદીવલી (આનંદનગર) પોતાના પૂ. ગુરૂદેવની સ્મૃતિમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર કુકરેજા-ભાંડુપ સુપ્રસિદ્ધિને પામ્યા છે. પાઠશાળાના વિકાસ, અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રુતગંગાને ગામડે ગામડે ઘેર ઘેર પહોંચાડે એ જ અભ્યર્થના. – સંપાદક Jain Education Intemational nternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy