SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ભૂક્કો નાના છિદ્ર વાટે કાઢી ખાધો, અને નવા ઘડામાંથી નીકળતું પાણી કપડાથી ગ્રહણ કરી કપડું નીચવી ટીપાંથી પાત્ર ભરી પી લીધું. પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપવાથી પ્રસેનજિત તો પ્રસન્ન થઇ ગયા પણ ઇર્ષ્યાળુ ભાઇઓએ ટોણો માર્યો કે શ્રેણિકે તો ભિખારીની જેમ જમીન ઉપરનો ભૂક્કો ખાધો છે, પાણી પણ ચાટીને પીધું છે તેમાં પોતાની બુદ્ધિનો દુરુપયોગ કર્યો છે કારણ કે એક રાજપુત્રે આવાં હલકાં કાર્યો કરી ન શકાય. શ્રેણિકને ખૂબ દુ:ખ થયું છતાંય રાજા પ્રસેનજિતે તેના હિતથી પોતાની તેના પ્રતિની પ્રશંસા લાગણીઓ પ્રગટ થવા ન દીધી. છેલ્લે જયારે રાજમહેલમાં આગ લાગતાં બધીય કિંમતી વસ્તુઓ છોડી શ્રેણિકે ફક્ત વિજયભંભા ઉપાડી ત્યારે ભાઇઓએ તેને બુધ્ધે ગણાવી મરકરીઓ કરતાં શ્રેણિકને તે ખૂબ માઠું લાગ્યું, પરીક્ષાના મુખ્ય વિજેતા શ્રેણિકને રાજગૃહિનું રાજય સોંપવાની પાક્કી ગણતરી રાખી આજુબાજુના દેશ-પ્રદેશ અન્ય પુત્રોને આપી દીધા. તેથી પિતાના ભાવ ન સમજી શકનાર શ્રેણિકે રાજગૃહિનો જ ત્યાગ કર્યો ને બેનાતટ જઇ પોતાના પુણ્યપ્રભાવે સુનંદા નામની કન્યા પામ્યો. તેજ સુનંદા જેણે અભયકુમારને જન્મ આપ્યો. છતાંયે શ્રેણિકના વિરહમાં રાજા પ્રસેનજિત પણ આઘાતમાં બીમાર પડયા. ખૂબ તપાસ કરાવી શ્રેણિકને બેનાતટ પત્ર લખી બોલાવ્યા. પુત્રને પોતાનો આંતરિક ભાવ જણાવી ખૂબ ઉલ્લાસથી રાજગૃહિ સોંપી. તબિયત સારી થતાં જ શ્રેણિકને રાજવારસો સોંપી પ્રવજયા લઇ દેવલોકે ગયા. ૧૧ નાના વ્રતની મોટી કમાલ : શ્રાવક શ્રીકાંત શ્રેષ્ઠી પ્રભુ પરમાત્માએ કરુણા ભાવ લાવી શ્રાવક-જીવનની સફરને બેલગામ બનતી અટકાવવા જે બાર પ્રકારનાં અણુવ્રતો ફરમાવ્યાં છે તે ખરેખર આત્માને અનેક આફતોથી બચાવનારાં છે. જેમ જેમ માનસ-શક્તિઓ વિકસતી જાય તેમ તેમ જીવનું સત્વ ખીલતું જાય અને અંતે વ્રતનિયમો પ્રતિ આદર વધતો જાય. પ્રભુ મહાવીર ભગવાનના વિચરણ કાળની વાત છે, તે સમયે રાજગૃહી નગરી ખૂબ ધનાઢય અને ગુણાત્મ્ય શ્રાવકોથી ભરપૂર હતી. રાજગૃહિનો ઈતિહાસ જ અપૂર્વ છે. અનેક ઐતિહાસિક ઘટનાઓથી સમૃધ્ધ. તે સ્થાને અપવાદ રૂપ એક શ્રેષ્ઠી રહેતો જે દિવસે વેપાર કરે પણ રાત્રે ચોરી કરતો. Jain Education International ચતુર્વિધ સંઘ બહારગામથી આવેલ જિનદાસ શેઠ સાથે સોદો કરવા તેણે મહેમાન તરીકે ઘેર જમાડવા આમંત્રણ આપ્યું પણ વ્રતધારી જિનદાસે શ્રીકાંત શ્રેણીના બેફામ ખર્ચાળ ઘરને ઘરવખરી છતાંય સાવ નાનો વ્યવસાય દેખી શંકા કરી કે શ્રીકાંતનો વેપાર શુદ્ધ છે કે કેમ ? તેથી જમવા જવાનું ટાળ્યું. શ્રીકાંતે પોતાને ત્યાં ચોરીનો પણ માલ છે તેવી ગુપ્ત વાત શ્રાવક જિનદાસ સમક્ષ વિશ્વાસ વધારી પ્રગટ કરી, તેથી જિનદાસ શ્રેષ્ઠીએ પોતાના આત્મહિતની રક્ષા કરવા શ્રીકાંતને ત્યાં ઘેર આવવાની પણ ના પાડી. અંતે અતિ આગ્રહ કરતાં તેને જિનદાસે ખુલાસો કર્યો કે ઓછામાં ઓછું જો તે બીજું અણુવ્રત લઈ સત્યવચન ખોલવાની પ્રતિજ્ઞા કરે તો આવવા વિચારશે તેમ જણાવ્યું. વ્યાપારિક કારણોથી સત્યના પક્ષપાતી શ્રીકાંત જોડે દલીલો જરૂર કરી પણ બે - ચાર સત્ય પ્રસંગોનાં ઉદાહરણો જાણી-સમજી સંકલ્પ કર્યોકે સત્યવચનથી આટલો બધો લાભ થતો હોય તો ઓછામાં ઓછું સાચું જ બોલવાનો અભિગ્રહ કરવામાં લાભ જ છે અને ખરેખર તે વ્રતધારી જિનદાસ શ્રેષ્ઠી પાસેથી વ્રતના નિયમોનો બોધ પામી બીજા અણુવ્રતનો ધારક બન્યો. જીવનભંગ થાય તો ભલે થાય પણ વચનભંગ ન થાય તે માટે દ્રઢ સંકલ્પ જાહેર કર્યો. છતાંય ચોરીના વ્યસનથી તેનું મન મુક્ત ન બન્યું, બીજું વ્રત પાળે છે, પણ ત્રીજું વ્રત છે જ નહીં. એકવાર રાજા શ્રેણિકને ત્યાં જ ધાડ પાડવા જતાં રસ્તામાં જ રાજા શ્રેણિકને અભયકુમાર મળ્યા. ક્યાં જાય છે પૂછતાં રાજાને ત્યાં ચોરી કરવા જવાની વાત કરી. અભયકુમારે તેની પાસે તેનું સરનામું લીધું ને આગળ વધ્યા. પાછા વળતાં તે જ ચોર રાજમહેલમાંથી રત્નની પેટી તડફડાવી ઘેર જતો જોયો. ફરી પૂછ્યું ત્યારે પણ પોતે જે ચોર્યું હતું તે જ વાત સાવ સાચી કરી. બુદ્ધિનિધાન અભયકુમાર તથા રાજા શ્રેણિક આશ્ચર્ય પામી ગયા કે ચોરી છતાંય સાચું બોલનાર આ શાહુકાર કેવો ? પણ વધુ બાતમી મેળવવા જેવા રાજમહેલમાં પહોંચ્યાં તે જ સમયે જાણવા મળ્યું કે એક નહીં પણ દસ રત્નપેટી ગાયબ હતી અને ભંડારી સ્વયં કોટવાલને બોલાવી ચોરીના સમાચાર આપી રહ્યો હતો. મામલો ગૂંચવાતો જાણી શ્રેણિકરાજે અભયકુમારની સલાહ મુજબ રાતના ચોર શ્રીકાંતને ત્યાં સૈનિકો મોકલી તેના ઘેરથી મહેલે બોલાવ્યો. પછી બધીય વિગતોની ચર્ચા પણ કરી. શ્રીકાંતે તો એક જ રત્નપેટી ચોરી હતી. તે આગલી રાત પ્રમાણે જ ફરી કબૂલી લીધું, જેથી બાકીની નવ પેટીની ચોરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy