SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા માટે ભંડારીની ઊલટતપાસ થતાં હકીકત બહાર આવી ગઈ. અભયકુમાર તથા શ્રેણિકરાજે શ્રીકાંતની નીડરતાને સાચી વાતો જણાવી દેવાનું રહસ્ય પૂછ્યું. ત્યારે શ્રીકાંતે સત્ય વચનના અભિગ્રહ તથા બારવ્રતધારી જિનદાસ થકી બોધ પામ્યાની વિગતો જણાવી. ગુણાનુરાગી અભયકુમારે શ્રીકાંતને બોધ પમાડતાં ત્રીજું વ્રત અચૌર્યનું લેવા ખાસ ભલામણ કરી, બદલામાં તેના ચોરીના ગુનાને માફ કર્યો. મંત્રી તથા રાજાની ભલાઈ ભાવના જાણી શ્રીકાંત લજજા પામ્યોને હવે પછી ચોરીને પણ છોડવાના સંકલ્પવાળો થયો. રાજાએ જૂના ભંડારીને રજા આપી વ્રતધારી શ્રીકાંતને તે ભંડારીપદવી બક્ષી. સત્ય વચનનો પ્રત્યક્ષ લાભ દેખી શ્રીકાંત તે પછી ભગવાન વીરનો પરમોપાસક બની ગયો. ૧૨ બેવફાઈ ગઈ - વફાદારી થઈ : શ્રાવકે ભોગસાર અનેક વાર ધર્માત્માને પણ કર્માત્મા સાથે ભેટો થતાં અવળાં નિમિત્તો ભટકાઈ જતા હોય છે, પણ તેવા સમયે જે પોતાની આરાધનામાં વ્યવસ્થિત રહે છે તે અવળાને પણ સવળામાં ફેરવી નાખે છે. ઘરમાં શાંતિનાથ પ્રભુની પ્રતિમા રાખી ઘર-દહેરાસરમાં નિત્ય દ્રવ્ય ને ભાવપૂજા ભાવપૂર્વક કરનાર ભોગસાર શ્રાવક બાર વ્રતધારી હતો. ત્રિકાળ પૂજાનો આરાધક હતો, પણ ભાગ્યયોગે તેની પત્ની અવસાન પામી. પરાણે પણ મોટા ઘરને ચલાવવા બીજી સ્ત્રી પરણવાનો અવસર આવ્યો પણ આ બીજી વારની સ્ત્રી સ્વભાવે ચંચળ ને મનથી મુક્ત હતી તેથી પરણી પતિનાં છિદ્રો જોતી તેની સંપત્તિમાંથી થોડો થોડો ભાગ પચાવતી ધન ભેગું કરવા લાગી. ધીમે ધીમે બધુંય ધન ખલાસ કરી પચાવી નાખતાં ભોગસાર દરિદ્ર થઈ ગયો. ગામ પણ છોડવું પડ્યું, પણ ભગવાનની ભક્તિ ન છોડી. બધાએ દેવાધિદેવ શાંતિનાથને છોડી દેવી - દેવતાઓની માનતા માનવા કહ્યું, છતાંય તેણે મિથ્યાત્વ ધર્મ ન સ્વીકાર્યો. આ તરફ બેવફા પત્ની પણ પતિને તેલ - ચોળા ખવડાવે છે અને પોતે મિષ્ટાન્ન આરોગે છે. છૂપા ભોગોથી ઉન્માદ વધતાં તે વિગઈઓના સેવનથી વિકૃતિમાં પડી અને પર પુરુષને ભજવા લાગી. બેવફા નારી કુલટા બની, શાંતિનાથ પ્રભુના અધિષ્ઠાયક દવે દહેરાસરમાં ધૂપપૂજામાં સુગંધી વગેરે ન જણાતાં ઉપયોગ મૂકયો ને ખ્યાલ આવ્યો કે પ્રભુના સાચા ભક્તને ધંધો છોડી ચોળાની ખેતી Jain Education International For Private ૪૯ કરવાનો સમય આવ્યો છે, તેમાં તેની વ્યભિચારિણી સ્ત્રીનો હાથ છે. પ્રભુના સાચા ભક્તને ત્યાં આવી આફત તે અનુચિત લાગતાં તેને સાનિધ્ય આપવા દેવે ભોગસારના ભાણેજનું રૂપ લીધું અને ભોગસારને ખેતરે જઈ ખેતર ખેડી આપ્યું. ચોળાનો ઢગ ઉપાડી ઘેર જવામાં મદદરૂપ બન્યો. ઘરમાં જ્યાં તે સ્ત્રીએ જાર પુરુષને ગમાણમાં સંતાડ્યો હતો ત્યાં જ તે ભારો ફેંક્યોને પછી મામીને ચોળા આપવા તે ચોળા ફૂટવા લાગ્યો, જેથી છુપાયેલ જાર પુરુષ ભયભીત થયો. ભોગવતીએ જે લાપસી અને ઊંચા ભોજન-દ્રવ્યો મોજ - મજા કરવા છૂપાવી રાખ્યા હતાં તે જમતી વખતે ત્રાડો મારી કોઠીમાંથી કઢાવ્યાં. સ્ત્રીને લાગ્યું કે ચોક્કસ કોઈક અંતરે ભાણેજમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ વધારે વિચારે તે પહેલાં તો ધનથી દુ:ખી બનેલ ભોગસારને ઘરની પાછળની જમીન ખોદી ધન કાઢી આપ્યું. પાછળથી ભોગસારના પુત્રના લગ્ન વખતે તેની અપર માતાનો જાર પુરુષ જે સ્ત્રીના વેશમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો તેને ભોજન કરતાં ભૂખ્યો રાખી શરમાવ્યો. પરપુરુષ સંગિણી ભોગવતીએ તેને છૂપા લાડવા પીરસી આપ્યા. તે જાર પુરુષે થોડા ખાઈ થોડા છૂપાવ્યા, તો પેલા દેવતાએ તેને પરાણે ઊભો કરી માંડવો પોંખવાના બહાને લાડવા ખંખેરાવ્યા. બધીય પ્રકારે જાર પુરુષ અને બીજી પત્નીને હેરાન પરેશાન કરી છેલ્લે વિવાહ થઈ ગયે પોતાના મૂળ દેવરૂપમાં પ્રગટ થઈ ભોગસાર શ્રાવકને પોતાના સાનિધ્યની સત્ય બીના કહી. પત્નીને પણ અભયદાન અપાવી પરમાત્મા-ભક્તિની અનુરાગી મનવાળી બનાવવા પતિની ખૂબ પ્રશંસા કરી. પોતાનો ભક્ત પોતાના ભગવાન શાંતિનાથનો પરમભક્ત છે માટે ‘‘તું ફુલટા છતાંય તારા ગુના માફ કરું છું. હવે જાર પુરુષને ત્યજી પતિને ભજ અને કામભોગોની લિપ્સા - વાસના - લંપટતા છોડી દંભ ત્યાગ !'' તેવી ભલામણ કરી. માથા ઉપર વિકૃત ભય પેદા થયેલો જાણી સ્ત્રી ચેતી ગઈ. તેનો પરપુરુષનો મોહ-નશો ઊતરી ગયો. પછી જેમ જેમ મન શાંત થયું તેમ તેમ પોતાની ભૂલો સમજાણી, પતિ પાસે શુદ્ધ મને મિચ્છામિ દુક્કડમ્ માગ્યા. પરમાત્મા શાંતિનાથજીની ભક્તિ વધારી તેણી પણ બાર વ્રતધારિણી બની. દેવતાએ પ્રભુ ભક્તના ઘેર સુવર્ણવૃષ્ટિ કરી. સ્ત્રી પણ જીવન સુધારી શ્રાવકની સાથે દેવલોક ગઈ. હવે પછીના અલ્પ ભવોમાં મુક્તિના સુખને પામરો. ર Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy