SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પણ દેવભવથી ચ્યવી ભ્રમર રાજાની રાણી વૈશાલિકા બની. ધર્મસાધના કરી બેઉ જીવા પણ દેવલોકે ગયા. છેલ્લા ભવમાં દુર્લભકુમારનું નામ કૂર્મપુત્ર પછી પડયું પણ મૂળનામ ધર્મદેવ . હતુ. જન્મથી જ પૂર્વભવના સંસ્કારના કારણે તેનો જીવ ધર્મપ્રેમી હતો. તેથી એક દિવસ સંસારનાં સુખોમાં અનાસકત, સ્ત્રીવલ્લભ છતાંય સ્ત્રી- સંગથી પર તેમને કોઇક મુનિમહારાજના શ્રીમુખે તત્ત્વજ્ઞાનની વાતો સુણતાં જ જાતિસ્મરણજ્ઞાન ઊપજી ગયું. તેણે ધ્યાનમાં ઊંડા ઊતરી મન શુધ્ધિ કરવા માંડી ને અચાનક ગૃહસ્થવેશમાં જ આત્મશુધ્ધિના પ્રભાવે કેવળજ્ઞાન ઊપજી ગયું છતાંય કોઈનેય ખબર સુધ્ધાં ન પડી. ભવિતવ્યતાયોગે દેવતાએ પણ કેવળીને ઓચ્છવ નહીં કર્યો હોય તેથી કેવળજ્ઞાન પછી પણ ચારિત્ર તરત લેવાને સ્થાને માતા-પિતાને ચારિત્રનો આઘાત લાગવાથી મૃત્યુ ન પામે તેથી ઘરના સદસ્યોને જાણ ન થાય તેમ કેવળી છ-છ માસ કેવળજ્ઞાન પછી પણ શ્રાવક તરીકે ગૃહસ્થવેશમાં જ રહ્યા. પૂર્વભવનાં માતા-પિતા તથા યક્ષિણી અને તેના રાજા પતિના એમ ચારેય જીવો દેવલોકથી ચ્યવી વૈતાઢય પર્વત ઉપર ખેચર થયા. પાછળથી સંસાર ભોગવી દીક્ષા લઇ ચારણમુનિ બન્યા ને ચારેય મહાવિદેહના કોઇ તીર્થકર ભગવાનની પાસેથી પોતાનું કેવળજ્ઞાન કૂર્માપુત્ર પાસેથી જાણી તેમના ઘેર આવી ગયા. કૂર્માપુત્રે જ્ઞાનથી તેમના આવવાનું કારણ તેમને જ જણાવી તેમના ચારેયના પૂર્વભવ અને પોતા સાથેના માતાપિતા-પત્ની વગેરેના સબંધો કહી જણાવ્યા. પૂર્વભવ સાંભળતાંજ ચારેયને પણ જાતિસ્મરણ જ્ઞાન અને અંતર્મુહૂર્તમાં તો કેવળજ્ઞાન પણ થઇ ગયું. સાધુના વેશમાં તેઓ તો જિનેશ્વરની દેશનામાં પધારી ગયા પણ કૂર્માપુત્ર સ્વયં કેવળી છતાંય ઘરમાં જ રહ્યા. તે ઘટના પછીના સાતમે દિવસે માતા-પિતાને પ્રતિબોધી તેમનો રાગ તોડાવી-છોડાવી પોતે પણ ચારિત્રનો વેશ પહેર્યો. સ્વયં લોચ કરી મુંડ બન્યા. તરત દેવોએ તેમનો પણ કેવળજ્ઞાન ઓચ્છવ કરી સુવર્ણકમળ આપી તેમના કેવળીપણાની સૌને જાણ કરી. જેમ ભરતચક્રી વગેરે ગૃહસ્થવેશમાં પાંચ- સો ધનુષ્યની કાય સાથે મોક્ષે ગયા તેમ ફકત બે હાથની જ ધન્ય કાયાવાળા કૂર્માપુત્ર પણ શ્રાવકપણું નભાવી અંતે મોક્ષે સિધાવ્યા. ર Jain Education International ७४७ ૧૦ ‘બાપ જેવા બેટા' પ્રસેનજિત રાજા નીતિશાસ્ત્ર કહે છે,‘બાપ જેવા બેટા, વડ જેવા ટેટા'' તે ઉકિત સાર્થક પણ છે. જૈન-ઇતિહાસમાં બુદ્ધિનિધાન અભયકુમારનું નામ જેટલું ખ્યાતનામ છે, તેવું જ નામ તેમને જન્મ આપનાર પિતા રાજા શ્રેણિકનું વિખ્યાત છે, જયારે શ્રેણિકરાજના પિતા પ્રસેનજિત રાજવીનું નામકામ પણ તે સમયે ખૂબ પ્રસિદ્ધિ પામેલ હતું. પોતે ક્ષત્રિય રાજા હતા. સદાચારી નીતિવાન તથા પ્રજાના હિતચિંતક પણ હતા. તેથી પોતાના અવસાન પછી મગધ દેશને યોગ્ય રાજા મળે તેથી પોતાના પૂરા સો પુત્રોમાં સૌથી યોગ્ય જે સુપુત્ર હોય તેની ચકાસણી કરવામાં મગધાધિપતિ પ્રસેનજિતે કંઇ બાકી ન રાખ્યું. પોતે ધીર-વીર અને ગંભીર પણ હતા, તેથી પોતાની પરીક્ષાની જાણ પણ કોઈનેય થવા ન દીધી, બલ્કે પરીક્ષા પછીનો પોતાનો નિર્ણય અને સંકલ્પ પણ ગોઠવી રાખ્યો. પરીક્ષા માટે ખાસ મંડપ તૈયાર કરાવી પૂરા સો પુત્રોને એક સાથે જમવા આમંત્ર્યા અને જયારે જમણવાર ચાલતો હતો ત્યારે જ ભૂખ્યા કૂતરાંને ખીર ભરેલાં પાત્રોની સામે છોડી દીધાં. ભસતાં કૂતરાં ભૂખ્યાં પણ હતાં. તેથી અન્નપાણી તરફ ધસી ગયાં. બધાયની થાળી એઠી કરવા લાગ્યાં, ત્યારે નવાણું પુત્રો ઊભા નાઠા પણ એકમાત્ર શ્રેણિક શાંતિથી ખીર ખાતા રહ્યા અને સાથે ભૂખ્યા કૂતરાઓને પોતાની બાજુની ભાઈઓની થાળીઓમાંથી ખવડાવવા લાગ્યા.કૂતરાઓને ખાસ ખાધાપીધા વગરના ભૂખ્યા રાખવાની યુકિત પ્રસેનજિત રાજાએ કરી હતી, પણ તે પરીક્ષામાં પુત્ર શ્રેણિકના ધૈર્યની જ પરીક્ષા થઇ અને રાજાને તેના ઉપર માન વધી ગયું, પણ બીજા ભાઇઓએ ઇર્ષ્યાથી શ્રેણિક માટે મરકરી કરી કે તેણે કૂતરા સાથે ભોજન કેમ લીધું? બીજી વારની પરીક્ષામાં પ્રસેનજિતે ખાસ પકવાનના કરંડિયા તૈયાર કરાવી તેને કપડાંથી ઢંકાવ્યા. ઉપરાંત પાણીના કોરા ઘડા ભરાવી તેને પણ કાપડથી ઢાંકી દીધા અને મોટા ઓરડામાં મૂકાવી બધાય પુત્રોને સૂચના કરી કે આજે જે ખાવું. પીવું હોય તે ત્યાંજ અને તે પણ કરંડિયા અને ઘડાને ખોલ્યા વગર. બીજે કયાંય ખાવા-પીવા ન જવું, ભૂખ લાગી તો બધાય વિચારતા રહ્યા કે કેમ ખાવું-પીવું? કોઇ ઉપાય ન મળતાં બધાય પુત્રો ભૂખ્યા રહ્યા. જયારે એક માત્ર શ્રેણિકે કરંડિયાને ઉપાડી ભીંત સાથે પછાડયો ખાજા-પૂરી ભાંગી નાખી તેનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy