SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ ex ૮ ધર્મબોધની વિચિત્ર રીત : તેતલિપુત્ર કયારેક યોગ્ય પાત્ર જીવને ધર્મ પરાણે પણ કરાવવામાં લાભકારી બને છે, પણ અન્યથા ધર્મારાધનાઓ સ્વૈચ્છિક છે, ફરજિયાત નહીં. પ્રભુ જેવા પ્રભુ પણ માર્ગદર્શન આપે, બાકી માર્ગ ઉપર ચાલવાનો પુરુષાર્થ તો જીવે સ્વયં જ કરવાનો હોય છે. ત્રિવલ્લી નગરીના રાજા કનકરથના મૃત્યુ પછી તેમના પુત્ર કનકવજને ત્યાંના મંત્રી તેતલિપુત્રે બેસાડયો. હકીકતમાં તે કનકવજ જન્મ્યો હતો રાણી કમલાવતીના પેટે પણ રાજાના બાળહત્યાના આવેશથી બચાવવા રાણીએ મંત્રીની પુત્રી લઇને પોતાનો નવજાત પુત્ર ઉછેરવા મંત્રીને આપી દીધેલ. મંત્રી ઉંમરમાં પિતાની જેમ મોટા છતાંય રાજપુત્ર કનકધ્વજનું ખૂબ માન સાચવતા. બેઉ વચ્ચે પિતા-પુત્ર જેમ સ્નેહસંબંધ જામ્યો, પણ તેજ તેતલિપુત્રના કામરાગ અને સ્નેહરાગ પોતાની જ પત્ની પોટિલા ઉપર ઓછા થઈ જતાં પોટિલા વૈરાગણ બની. પતિના જીવતાં પતિના પ્રેમથી વંચિત તેણીએ સાધ્વીજી પાસે ઉપદેશ ગ્રહણ કરી દીક્ષા લઇ લીધી, પણ દીક્ષાની અનુમતિ આપતાં પૂર્વે મંત્રીએ તેણીને શર્તથી બાંધી કે ચારિત્ર પ્રભાવે જો દેવલોક મળે તો ત્યાંથી આવી પોતાનામાં પણ ધર્મભાવના ઉત્પન્ન કરવા બોધ આપવો. પોટિલા તો ચારિત્રજીવનના પ્રભાવે ખરેખર દેવલોકે ગઇ. અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવ અને આપેલ વચન યાદ કરી અનેક યુકિત પ્રકારોથી પોતાના પૂર્વભવના પતિ તેતલિપુત્રને બોધ પમાડવા ઉપાય કરવા લાગી પણ સંસારમાં ડૂબેલા ને રાજકીય ખટપટમાં પડેલા તેમને ધર્મરસ ન જ જાગ્યો. હવે છેલ્લા ઉપાયો અજમાવતાં પતિને સન્માર્ગે લાવવા કનકધ્વજ સાથેજ મનમેળ તોડાવવાના ચાલુ કર્યા. એક દિવસ કનકધ્વજને ઉશ્કેરી તેનાજ મુખે દેવતાએ તેતલિપુત્ર મંત્રીનું અપમાન રાજા પાસે જ કરાવ્યું. બેઉની પ્રીત ભાંગી તેથી દેવતા ખુશ થયો, પણ નાખુરા બનેલ તેતલિપુત્ર અપમાનિત જીવન જીવવા કરતાં મરીને મુક્ત થવા જંગલમાં ગયા ને વિષ । તાલપુર ખાધું, પણ દેવે તેની મારકશકિત હણી લીધી. આગમાં કૂદકો માર્યો તો આગ ઓલવી નાખી. દરિયામાં ડૂબકી મારી તો પણ બચાવી લીધા. આત્મહત્યાના બધાય પ્રયત્નો નિષ્ફળ કરી નાખ્યા. એકવાર જંગલમાં જતાં પાછળ હાથી દોડાવ્યો. તેતલિપુત્ર પ્રાણ બચાવવા ભાગ્યા પણ ખાડામાં પડયા. મૂર્છિત Jain Education International For Private ચતુર્વિધ સંઘ થઇ ગયા. ભાન આવ્યું ત્યારે પોટિલા-પોટિલા’' બોલવા લાગ્યા, કારણ કે કોઇ છૂપી દેવતાઇ શકિત મરવા પણ દેતી ન હતી અને જીવવામાં પણ વિઘ્નો આપતી હતી. આમ ખૂબ લાંબા સમયે પોતાની પત્ની પોટિલાને જ દેવતાઇ માની યાદ કરી તેટલામાં પોટિલાએ મૂળ દેવસ્વરૂપમાં દર્શન આપી પતિ દેવને આશ્વાસન આપ્યુ, અને બધીય લીલા પોતે જ ઊભી કરી છે તેવું જણાવ્યું. પાછું યાદ કરાવ્યું કે મારી જેમ તમારે પણ દીક્ષાનો માર્ગ લેવાનો છે. પણ માંડ બોધ પામેલા તૈતલિપુત્રે શ્રમણધર્મના બદલે શ્રાવકધર્મ સ્વીકાર્યો. વ્રત લેવા ઇચ્છા દર્શાવી સાથે રાજપુત્ર કનકધ્વજની પ્રસન્નતા માંગી. દેવે લીલા દ્વારા કનકધ્વજને પાછા મંત્રીના રાગી બનાવી દીધા. એક દિવસ જ્ઞાની ગુરુ ભગવંત પાસે પૂર્વનો મહાપદ્મ નામના રાજાનો ભવ, દીક્ષા, દેવલોક અને મંત્રી તરીકેના જન્મને જાણી તેતલિપુત્રને જાતિસ્મરણ-જ્ઞાન થયું, ફરી ચારિત્રની ભાવના થઇ. દીક્ષા પણ લીધી અને મોક્ષે પણ ગયા છે. ૯ કેવળી છતાંચ ગૃહસ્થવેશ?ઃ કૂર્મા-પુત્ર હાથીની અંબાડીએ કેવળજ્ઞાન, આરિસા ભુવનમાં કેવળજ્ઞાન, માછલાં પકડતાં, દોરીએ નાચતાં, ભોજન કરતાં કરતાં અને લગ્નની ચોરીમાં ફેરા ફરતાં, તેમ કાજો કાઢતાં કે પાત્રાદિનું પડિલેહણ કરતાં કેવળજ્ઞાન થયાના અપવાટિક દૃષ્ટાંતો જાણી હેરત થાય, પણ આ થાપાત્રના કેવળજ્ઞાનની વાત સાવ જ ન્યારી છે. શ્રાવક જીવનની સાધનામાં જ કેવળી બન્યા પછી પણ લાંબો સમય ઘરમાં રહેનારા કૂર્મપુત્ર રાજગૃહિ નગરીના મહેન્દ્ર રાજાની કૂર્મારાણીના પુત્ર હતા. તેમના જીવનની લાક્ષણિક વિરોષતાઓ નોંધપાત્ર છે. પૂર્વભવમાં દુર્લભ નામે બળવાન તે કૂર્માપુત્રના જીવે નાનાં બાળકોને આકારામાં ઠડાની જેમ ઉછાળી એવું પાપકર્મ બાંધ્યું કે તેના કુપ્રભાવે કૂર્માપુત્ર દેખાવડા, નારીઓને પણ યુવાનવયમાં આકર્ષનારા છતાંય ફકત બે હાથની જ કાયાવાળા થયા. તેનાથી પણ પૂર્વભવમાં તે જ કૂર્માપુત્ર વનની યક્ષિણી ભદ્રમુખીના પતિ હતા. તે યક્ષિણીએ કેવળી ભગવંત પાસે જાણી પોતાના પતિ દુર્લભકુમારને શોધી તેની સાથે ફરી ભોગયોગ ચાલુ કર્યો, પણ આયુષ્ય ઓછું જાણી કેવળી પાસે વનમાં મૂકી દીધો. ત્યાં કેવળી પાસે બોધ પામી ચારિત્ર લઇ માતા-પિતાની સાથે મહાશુક દેવલોકે દેવતા બન્યા. યક્ષિણી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy