SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૩૩ તવારીખની તેજછાયા આરાધનાથી મુકિતપદ મળી શકે છે, અને દર્શનાદિ ત્રણેની સમુદિત આરાધના મનુષ્યગતિમાં જ થઈ શકે છે), તેમાં પણ અનર્થનો નાશ કરનારું (અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલા- બાધિત) જૈનધર્મરૂપી (ચિંતામણિ) રત્ન મળવું વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિજ્યાદિ કષ્ટો જરૂર નાશ પામે. એમ ધર્મરૂપી ચિંતામણિરત્નની આરાધના કરનારાં ભવ્ય જીવોના પણ આ ભવમાં અને પર ભવમાં, તમામ દુઃખો નાશ પામે છે અને તેઓ જરૂર વાસ્તવિક સુખનાં સાધનો સેવીને અખંડ અવ્યાબાધ પરમ સુખનો અનુભવ કરે છે. જે દુર્ગતિમાં જતા જીવોને અટકાવે અને સદ્ગતિ પમાડે, તે ધર્મ કહેવાય. આના ૧ સર્વવિરતિધર્મ અને ૨ દેશવિરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનું જોર ઘટે, તેમ તેમ જીવ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ઉત્તમ ગુણોને સાધી શેકે છે. નિર્મલ ત્યાગધર્મની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણોનો આવિર્ભાવ થઈ શકતો નથી, આથી જ તીર્થકરાદિ અનંતા મહાપુરુષોએ આ પંચ મહાવ્રતમય સર્વવિરતિની આરાધના કરી પરમ પદ મેળવ્યું છે. આ ઉત્તમ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીવોએ યથાશકિત દેશવિરતિ ધર્મની આરાધના કરવી જોઈએ. દેશવિરતિની નિર્મલ યોગથી આરાધના કરનારા ભવ્ય જીવો મોડામાં મોડા આઠમે ભવે તો જરૂર મુકિતપદ પામે છે. આવી નિર્મલ દેશના સાંભળીને આનંદ શ્રાવકને શ્રદ્ધા ગુણ પ્રકટ થયો. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે બીના કહી છે, તે નિઃશંક અને સાચી છે. પોતાના મિથ્યાત્વ શત્રુનો પરાજય થવાથી ખુશી થઈને તેમણે પ્રભુદેવને કહ્યું : “હે પ્રભો, આપે ફરમાવેલો ધર્મ મને રુચ્યો છે, હું ચોક્કસ માનું છું કે–સંસાર કેદખાનું છે, અને ખરું સુખ સર્વસંયમની આરાધના કરવાથી જ મળી શકે છે, પરંતુ મોહનીય કર્મની તથા પ્રકારની ઓછપ નહીં થયેલી હોવાથી હાલ હું ચારિત્રધર્મને અંગીકાર કરવાને અસમર્થ છું, જેથી હું બાર વ્રતરૂપ દેશવિરતિ ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું.” પ્રભુદેવે કહ્યું : “TI[É સેવાનુiણા મા ઘડવંઘો છાયો હે દેવાનુપ્રિય, જેમ સુખ ઉપજે તેમ કરો, (આવા ઉત્તમ કાર્યમાં વિલંબ કરશો નહીં!” પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે શ્રાવકનાં બારે વ્રત અંગીકાર કર્યા. ત્યારબાદ યોગ્ય હિતશિક્ષા આપી પ્રભુએ કહ્યું : “હે મહાનુભાવ, મહાપુણ્યોદયે પ્રાપ્ત કરેલા આ દેશવિરતિ ધર્મની બરાબર આરાધના કરજો!” પ્રભુની આ શિખામણ અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આનંદ શ્રાવક પોતાના ઘરે ગયા. ઘરે જઈને પોતાની પત્ની શિવાનંદાને સહર્ષ બધી બીના જણાવી એટલે તેણે પણ દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. એક દિવસ વાણિજ્યગ્રામની બહાર પ્રભુ મહાવીર ચૌદ હજાર મુનિવરોના પરિવાર સાથે પધાર્યા. ત્યારે પ્રભુને પૂછીને, શ્રી ગૌતમ ગણધર ત્રીજી પોરિસીમાં તે ગામમાં યથારુચિ નિર્દોષ આહાર ગ્રહણ કરીને ગામની બહાર નીકળતાં કોલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકોના મુખથી આનંદ શ્રાવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પોતે તે પ્રત્યક્ષ જોવા કોલ્લાકસન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણધર ગૌતમ મહારાજાને આવતા જોઈને ઘણા જ ખુશી થયા અને ભાવથી વંદના-નમસ્કાર કરી બોલ્યા : “હે પ્રભો, આકરી તપસ્યા કરવાથી હું ઘણો દુર્બલ થયો છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું માટે આપ કૃપા કરીને અત્રે પધારો.” આથી ગૌતમસ્વામી જયાં આનંદ શ્રાવક રહેતા હતા ત્યાં આવ્યા. આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યો : “હે ભગવાન, શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરું?” ગૌતમસ્વામી બોલ્યા, “ઉત્તમ શ્રાવકને થાય.” ત્યારે આનંદ શ્રાવકે કહ્યું, “મને અવધિજ્ઞાન થયું છે. હું એ જ્ઞાનથી ઊંચે સૌધર્મદેવલોક સુધી, નીચે રત્નપ્રભા પૃથ્વીના લોલુચ્ચ (લોલુક) નામના નરકાવાસ સુધી તથા તિછું લવણસમુદ્રને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસો યોજન સુધી અને ઉત્તરમાં ક્ષુલ્લહિમાચળ સુધી રૂપી પદાર્થોની બીના જાણું છું.” આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું : “હે ભદ્ર, ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે તમે મિથ્યાદુકૃત આપો.” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વામીનું અસત્ય બોલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યાદુષ્કત દેવો જોઈએ.” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડ્યા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પૂછયું. જવાબમાં પ્રભુદેવે આનંદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ શ્રાવકની પાસે ૨. આથી સમજવાનું મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભોમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય. દેશનાશ્રવણથી શ્રદ્ધા પામેલા જીવોની ગણતરીમાં આનંદ શ્રાવકને જરૂર ગણવા જોઈએ. ૩. ઉપાસકદશાંગમાં આ બાબત વિસ્તારથી જણાવી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy