SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૩૨ ભગવાત શ્રી મહાવીરસ્વામીતા શાસતમાં થયેલા દશ શ્રાવકો લેખક : આચાર્ય શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી મહારાજ અવિચ્છિન્ન પ્રભાવશાળી, ત્રિકાલાબાધિત શ્રી જૈન દર્શન, બીજાં બધાં દર્શનોમાં અગ્રેસર ગણાય છે, તે સર્વાંશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીઓને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાનો અધિકાર જરા પણ ટકી શકતો નથી. જૈનદર્શન સર્વાંશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન અને આપેક્ષિકવાદને માન્ય રાખે છે. તેથી ‘સ્યાદ્વાદ દર્શન’ તરીકે વિવિધ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે ઘૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે તેમ સ્યાદ્વાદ દર્શનનો ગુરુગમયી મધ્યસ્થ દૃષ્ટિએ વધુ ને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જીવો નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂર્વે—અનંતા ભવ્ય જીવો સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવાં અનેક દૃષ્ટાંતો મળી શકે છે. જુઓ સાધુઓમાં—ગણધર શ્રી ગૌતમસ્વામી, સિંહ અણગાર, રોહક મુનિવર, અતિમુક્ત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવંતી સુકુમાર વગેરે, સાધ્વીઓમાં—ચંદનબાલા, મૃગાવતી વગેરે, શ્રાવકોમાં—૧ આનંદ, ૨ કામદેવ, ૩ ચૂલનીપિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, ૬ કુંડકોલિક, ૭ સદ્દાલપુત્ર, ૮ મહાશતક, ૯ નંદિનીપિતા, ૧૦ તેતલીપિતા——શંખશતક વગેરે અને શ્રાવિકાઓમાં——રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ-શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકોને આત્મોન્નતિનો માર્ગ લાધી શકે એ ઇરાદાથી, તેઓના જીવનની ટૂંક બીના અહીં જણાવી છે. પરમાત્મા મહાવીરદેવનાં દશ શ્રાવકરત્નો જૈનશાસનમાં ઉત્કૃષ્ટ આરાધકો તરીકે પંકાયા છે. આમ તો પરમાત્માની ભક્ત અનુરાગી અસંખ્ય વ્યક્તિઓ હતી, પરંતુ દેશિવતિને ધારણ કરીને ઉત્કૃષ્ટ પાલન કરી આદર્શભૂત બનનારા દશ શ્રાવકો થયા જેનો આગમોમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. આવા ઋદ્ધિવંત શ્રાવકો એ શાસનનું એક અવિભાજ્ય અંગ છે અને ગૌરવ છે. શ્રાવક પ્રતિભાના શિરમોર છે. Jain Education International ૧. શ્રી આનંદ શ્રાવક જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહર્ધિક વ્યાપારી (શ્રાવક) રહેતા હતા. તે બાર કરોડ સોનૈયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડ્યા હતા. એક ભાગના ચાર કરોડ સોનૈયા નિધાનમાં દાટેલા હતા. બીજા ચાર કરોડ સોનૈયા વ્યાજમાં તથા બાકીના ચાર કરોડ સોનૈયા વ્યાપારમાં રોકેલા હતા. તેમને ચાર ગોકુલ' હતાં. તેમને નિર્મલ શીલ, વિનય વગેરે ગુણોને ધરનારી શિવાનંદા નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઇશાન ખૂણામાં કોલ્લાગ નામનું એક પરું હતું. અહીં ૧. દશ હજાર ગાયોનું એક ગોકુલ ગણવું. એવાં ચાર ગોકુલ (૪૦ હજાર ગાયો)ના સ્વામી હતા. ચતુર્વિધ સંઘ આનંદ શ્રાવકનાં સગાં—સંબંધીજનો અને મિત્રો રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં દ્રુતપલાશ નામનું ચૈત્ય હતું. ત્યાં એ એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યા. આ અવસરે વિશાલ પર્ષદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ઘણા ખુશી થયા અને સ્નાન કરી—શુદ્ધ થઈને પોતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય જીવોનો ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે— આ સંસાર સમુદ્રમાં ભટકતા જીવોને મનુષ્યપણું પામવું દુર્લભ છે, (કારણ કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્રની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy