SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨૪ પુણ્યવંતને જ પ્રાપ્ત થાય એવું તો અવશ્ય કબૂલ કરવું જ પડે. પુજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પાલતાશ્રીજીન સંસારી નામ પ્રભાબહેન. ભરૂચ પાસેના આમોદ ગામે એમનો જન્મ. પિતાનું નામ વીરચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબેન જંબૂસર પાસેના અણખી ગામે દીપચંદ જીવચંદ શાહના સુપુત્ર હીરાલાલ સાથે લગ્ન થયાં. વ્યવસાયને કારણે વતન છોડીને અમદાવાદ ખાતે સાબરમતી તેમ જ ગિરધરનગર આવીને વસવાટ કર્યો. પરિવારમાં ઇન્દુમતી અને હિંસા એ બે પુત્રીઓ અને ધનસુખ, હસમુખ અને પ્રવીણ એ ત્રણ પુત્રો. વિ. સં. ૨૦૦૫માં પ્રભાબહેને હોંશેહોંશે પોતાના બારવર્ષના પુત્ર હસમુખને દીક્ષા અપાવી. શાસનને ચરણે સમર્પિત કર્યો. એ જ રીતે સં. ૨૦૦૯માં પુત્રી હંસાની દીક્ષા માટેની પ્રબળ ભાવના જાગૃત થતાં સાદડી મુકામે દીક્ષા અપાવી. આમ પોતાનાં બબ્બે સંતાનોને શાસન-સમર્પિત કર્યા પછી પ્રભાબહેનની અહોનિશ એક જ ઝંખના હતી અને તે સંયમગ્રહણની. વિ. સં. ૨૦૧૨ના જેઠ-સુદ–૩ ના રોજ તીવ્ર વૈરાગ્યવાસિત થયેલાં તેમણે નવ વર્ષના પોતાના પુત્ર પ્રવીણ પ્રત્યેના મોહને સાપની કાંચળીની જેમ ઉતારી અમદાવાદપાંજરાપોળના જૈન ઉપાશ્રયમાં પાડાપોળથી કાઢવામાં આવેલા વરસીદાનના વરઘોડા પૂર્વક આવી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયોદયસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજી મ. ના વરદ્ હસ્તે ચતુર્વિધ શ્રી સંઘની વિશાળ હાજરીમાં સંયમનો સ્વીકાર કર્યો. ત્યારથી ઉત્તરોત્તર તેમનાં પરિણામો વધતાં ને વધતાં જ રહ્યા છે. પોતે સંસારત્યાગ કર્યા પછી પોતાનો નાનો પુત્ર પ્રવીણ અને પતિ હીરાભાઈ પણ કેમ જલ્દી દીક્ષિત થઈને શાસનનું શરણું સ્વીકારે એવી પ્રબળ ભાવના તેઓ ભાવવાં લાગ્યાં અને એમની એ ભાવના પણ થોડાંક વર્ષોમાં જ ફળીભૂત થઈ. વિ. સં. ૨૦૧૭માં શ્રી મેરુવિજયજી મહારાજના હસ્તે સુરત મુકામે સંસારી પુત્ર પ્રવીણની અને અમદાવાદ ગિરધરનગર ખાતે સંસારી પતિ હીરાભાઈની આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના હસ્તે દીક્ષા થઈ. દીક્ષા લીધા પછી તેમનું મુખ્યકામ પ્રભુની ભક્તિ કરવાનું રહ્યું. પોતાનામાં કેળવેલી યોગ્યતાના કારણે પોતાના ગુરુ મહારાજ સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીમાં રહેલા ઉત્કૃષ્ટ ત્યાગપ્રબલ વૈરાગ્ય તથા સ્પૃહણીય નિઃસ્પૃહભાવ વગેરે ગુણોનું તથા તેમનાં ય ગુરુ મહારાજ વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી મ.ના ચતુર્વિધ સંઘ જીવનમાં વણાયેલી અજબગજબની ભદ્રિકતા અને સરલતાદિ ગુણોનું આબેહૂબ પ્રતિબિંબ તેમનામાં ઝિલાયું હતું. વળી સાધ્વીજી શ્રી સરસ્વતીશ્રીજી મ. પાસેથી પણ નિર્ચાજભાવે મળેલા વાત્સલ્ય તથા પ્રાસંગિક પ્રેરણાઓથી સિંચાયેલું તેમનું સંયમજીવન વિકસિત થતું રહ્યું. તપ-ત્યાગની અપાર પ્રીતિના કારણે વર્ધમાન તપની ઓળીઓ ઉપરાઉપરી કરતાં જ રહ્યાં, તેના કારણે વિ. સં. ૨૦૩૯માં એમણે સો ઓળી પૂર્ણ કરી. તેની પૂર્ણાહુતિનો મહોત્સવ શ્રી ગિરધરનગર જૈન સંઘના ઉપક્રમે શાહીબાગ શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે પૂજ્ય આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય આ. શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ. આદિની શુભનિશ્રામાં ૬૮ છોડના ઉજમણા પૂર્વક સો ઉપરાંત સાધુ-સાધ્વીજીઓની હાજરીમાં શાસનની શોભા વધે તે રીતે ઊજવાયો. ત્રિષષ્ટિમાં આવતા શતબલ રાજાની ભાવનાના શ્લોકોના શબ્દો તો એમને કંઠસ્થ નથી પણ એ શ્લોકોના અર્થપરમાર્થને તેઓ વાસ્તવિક પણે જીવી રહ્યાં હતા. તેમની ઉદાત્ત ભાવના તથા સમગ્ર દિનચર્યા જોતાં એમ જ લાગે કે બીજા કોઈ ક્ષેત્રમાં જન્મ લેવા સર્જાયેલો એમનો આત્મા કોઈ આકસ્મિક સંયોગે જ અહીં આવી ચડ્યો છે. પોતાના સંસારી પુત્રી સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી, જેમને ફક્ત તેર વર્ષની વયે તેઓએ વિ. સં. ૨૦૦૯માં સાદડી (રાણકપુર) જાતે જઈને દીક્ષા અપાવી હતી. તેમની પાસેથી સેવાની કોઈ અપેક્ષા રાખ્યા સિવાય થયું ત્યાં સુધી પોતાનું કામ જાતે જ કરવાનો હંમેશાં તેઓનો આગ્રહ રહેતો. પોતાના નિકટનાં સગાં-વહાલાં આવે તો ય તેઓની સાથેની વાતચીત કે વ્યવહાર શ્રાવક-શ્રાવિકા તરીકેનો જ રાખતાં. દિવસોના દિવસો સુધી મૌન પાળતા. એક વખત તો સળંગ ૭૩ દિવસ સુધી બોલ્યા નહોતા. પાંચમા આરામાં જન્મ લીધો હોવા છતાં પાંચમા આરાનાં ઘણાંખરાં લક્ષણો (દૂષણો)થી વિયુક્ત આરાધના-સાધનામય તેઓનું જીવન પ્રેરણાના સ્ત્રોત જેવું છે. બોલે તો બહુ ઓછું જ પણ જે બોલે તેની અસર અચૂક થાય. કેટલાયે સારાં-સારાં ગણાય એવાં ભાઈઓ-બહેનો તેમની પ્રેરણાથી સામાયિક પૂજા-પ્રતિક્રમણ કરતાં તથા રાત્રિભોજનનો ત્યાગ કરનારાં થયાં છે. આ પ્રેરણાશક્તિએ જ પોતાના પતિ, બે પુત્રો તથા પુત્રીને માટે દુષ્કર ગણાતો સંયમમાર્ગ સુગ્રાહ્ય બનાવ્યો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy