SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨૫ તવારીખની તેજછાયા તપ-ત્યાગ અને વિશુદ્ધ સંયમના તેજથી ઝળહળતા તેમના વદન ઉપર બાળકના જેવી નિર્દોષતા તથા શારદ શશી સમી નિર્મળતા સદાય વિલસતી દેખાતી હતી. ૯૧ વર્ષની વયમાં ૪૮ વર્ષ, જેવો દીર્ધ દીક્ષાપર્યાય ધરાવતાં તેઓ હજારો ભાવિકોનાં હૈયાનાં અપૂર્વ સ્નેહસદ્ભાવ-ભક્તિ અને શુભાશંસાના ભાજન બની રહ્યાં, તેમાં તેઓની પ્રબળ પુણ્યાઈ જ નિમિત્તરૂપ ગણાય. કદી કશીય દાદ-ફરિયાદ ન હોવા છતાં સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી તથા તેમના પરિવારમાં નાનાં-મોટાં સૌ સાધ્વીજીઓ ખડે પગે હોંશે હોંશે સેવા-સૂટ્યૂષા કરી ભક્તિ કરવાના આવેલા અણમોલ અવસરને સફળ કરી રહ્યાં હતા. પ્રશાંતમૂર્તિ, અપૂર્વ વાત્સલ્યદાત્રી, વિશાલ શ્રમણી વૃંદશિરોમણિ, પ્રવતિનીપૂ. સાધ્વીજી શ્રી પુચરેખાશ્રીજી મહારાજ જન્મ વિ. સં. ૨૦૧૩, જેઠ વદ ૭, પાદરલી (રાજસ્થાન), સંસારી નામ રતનકુમારી, માતાનું નામ : લક્ષ્મીબહેન. પિતાનું નામ : તિકમચંદજી. દીક્ષા : વિ. સં. ૨૦૩૨, જેઠ વદ ૭, પાદરલી. પ્રવર્તિની પદપ્રદાન દિન : ૨૦૫૩, માગસર સુદ-૩–અમદાવાદ. આજ્ઞાપ્રદાતા : પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રી જિતેન્દ્ર સૂ. મ. ગુરુ નામ : તપસ્વિની સા. શ્રી પુષ્પલતાશ્રીજી. લધુવય અને લઘુદીક્ષાપર્યાયમાં વિશાલ સાધ્વીવૃંદનું સંચાલન કરતાં પૂ. સાધ્વીજી શ્રી પુષ્પલતાશ્રીજીના શિષ્યા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીનાં ચરણોમાં મસ્તક ઝૂક્યા વગર રહેતાં નથી. અહો ગુરુદેવ! આપશ્રીની અજબ-ગજબ કોટિની ક્ષમતા, વાત્સલ્યતા ને વૈરાગ્યપરાર્થતા ઇત્યાદિ વિશિષ્ટ ગુણોનું પ્રત્યક્ષ અવલોકન કરતાં અમે ધન્યતાનો અનુભવ કરીએ છીએ. મારવાડ, મેવાડ, ગુજરાત, કચ્છ, કર્ણાટક–દૂર-દૂરના પ્રદેશોમાં રહેલા મુમુક્ષુઓએ પૂજ્યશ્રીની જીવનસુવાસથી આકર્ષાઈને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી પૂજ્યશ્રીના સાનિધ્યમાં જિનાજ્ઞાનુસાર સાધનાની ધૂમ મચાવી છે. અરે ! એટલું જ નહીં, ભૌતિકવાદમાં રંગાયેલી આધુનિક શિક્ષા બી.કોમ., બી.એ. સુધી પ્રાપ્ત કરેલી શિક્ષિત યુવતીઓ પણ પૂજ્યશ્રીનું શુદ્ધાચારમય જીવન જોઈ સમર્પિત બની છે. તેઓશ્રીની જ્ઞાનપિપાસા પણ અપૂર્વ કોટિની છે. આટલી બધી સમુદાયની જવાબદારી હોવા છતાં ‘ન્યાય' જેવા ક્લિષ્ટ ગ્રંથોનો પણ તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રીએ છ કર્મગ્રંથ સાથે, ત્રણ બુક, પ્રાકૃત બુક, વ્યાકરણ, તર્કસંગ્રહ, મુક્તાવલી, વ્યાપ્તિપંચક, સ્યાદ્વાદ મંજરી, રત્નાકરાવતારિકા; ૩ વિશેષાવશ્યક, કમ્મપયડી, પાંચ મહાકાવ્યાદિ, આચારાંગ, ઉત્તરાધ્યયન ટીકા સહિત પંચવસ્તુક, લલિતવિસ્તરા, ગુરુતત્ત્વ વિનિશ્ચય-૧, ૨ યોગના ગ્રંથો, ઉપશમનાકરણ સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ, ગચ્છાચાર પયના, પ્રવચનસારોદ્ધાર ઇત્યાદિ અનેક ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્વ–પર સાધના કરાવી રહ્યાં છે. પૂજ્યશ્રીના વિશિષ્ટ જ્ઞાનનું આલંબન લઈ શ્રમણી વૃંદમાંથી કેટલાંક સાધ્વીઓએ ન્યાય, કમ્મપયડી, નવસગેઢી, કાવ્ય, વ્યાકરણ ઇત્યાદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રીએ અઠ્ઠાઈ, અટ્ટમ, વીશસ્થાનક આદિ તપધર્મની સુંદર આરાધના સાથે-સાથે વિશેષ પ્રકારે સ્વ-જીવનમાં ત્યાગ અપનાવ્યો છે. વાવજીવન ફરસાણ, મેવા અને ફૂટના ત્યાગ સાથે ૩ વર્ષથી ચાતુર્માસમાં મિષ્ટાન, કડક વસ્તુ, કડાવિગઈ આદિના ત્યાગપૂર્વક માત્ર ૩ દ્રવ્ય જ વાપરે છે. તબિયતના કારણે સાંજે વાપરવું પડે તો પણ સાંજે ઉષ્ણ ગોચરીનો ત્યાગ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગાદિ તપથી જીવન–બાગ મઘમઘાયમાન બનાવ્યો છે. પૂજ્યશ્રીનો નિર્દોષ ગોચરીનો અનુરાગ પણ અદ્વિતીય છે. છ' રીપાલિત સંઘમાં જેસલમેર તીર્થની યાત્રા કરી પાછાં ફરતાં, સંઘવી તરફથી બધી વ્યવસ્થા હોવા છતાં પણ, રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવે નિર્દોષ ગોચરીની અશક્યતા હોવાથી પંદર-પંદર દિવસ સુધી “ચણાદિ સૂકી વસ્તુથી જીવનનિર્વાહ કર્યો છે. પૂજ્યશ્રીનો મૌન-આચાર જોઈ સ્વશિષ્યાઓએ પણ પૂજ્યશ્રીના જીવનનું અનુકરણ કર્યું છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં અનેક પ્રકારે વિશાળ સંખ્યામાં ઓળી, ઉપધાન, શિબિર, ઉદ્યાપન, છ'રીપાલિત સંધ, અઠ્ઠાઈ મહોત્સવ વગેરે થવા દ્વારા બહેનોમાં નવીન ક્રાંતિ પ્રાપ્ત થઈ છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં તેઓશ્રીની વૈરાગ્યભરી પ્રેરણાથી આજના વિષમ યુગમાં આશ્ચર્ય પમાડે એવી કાપની પ્રવૃત્તિ ચાલી રહી છે, એટલે કે કેટલાંક સાધ્વીજી મહારાજો બાર મહિનામાં એક જ વાર સાબુથી વસ્ત્રપ્રક્ષાલન રૂપ કાપ કાઢે છે. કેટલાંક સાધ્વીજી મહારાજને વાવજજીવન મીઠાઈ-ફરસાણ-ફૂટ આદિનો ત્યાગ છે. આવા ત્યાગી સાધ્વી પરિવારને જોઈને બધાં નતમસ્તક થઈ જાય છે. કેટલાંક સાધ્વીજીઓ સ્વેચ્છાથી પોતાના હાથે લોન્ચ કરવાનું પરાક્રમ કરે છે ત્યારે શ્રાવક-શ્રાવિકાઓ હેરત પામી જાય છે.' (૧) પૂજય ગુરુવર્યાશ્રીના સમુદાયમાં ૧૦૦થી વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy