SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨૩ તવારીખની તેજછાયા પરીક્ષાઓ વિદ્યાપીઠના ઉપક્રમે આપીને પોતાના જીવનમાં તો જ્ઞાનનો પ્રકાશ પાથર્યો, પણ સાથે સાથે અનેકોનાં જીવનમાં પણ એ પ્રકાશપુંજ પથરાય તેના માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. નાનાં બાળકો હોય કે યુવતીઓ હોય કે પછી મોટાં શ્રાવિકાઓ હોય બધાને શિબિરોના પ્રથમ શ્રી ગણેશ કરાવી સમાજમાંથી અજ્ઞાનતાને દૂર કરવાના એ સફળ પ્રયત્નો કેમ વિસારી શકાય? પૂજ્યશ્રીની શીધ્ર કવિત્વશક્તિ પણ અનુમોદનીય હતી. વળી ચારિત્રપદની આરાધના કાજે સમૂહ સામાયિકનું આયોજન ગોઠવી હજારો સામાયિક એક સાથે કરાવવાની તેમ જ શ્રાવકોના પણ સમૂહસામાયિક કરાવવાના યશનાં ભાગીદાર બન્યાં. પોતાની સુમધુર, વૈરાગ્યભરપૂર, રસભરપૂર એવી વાણી દ્વારા અનેકનાં જીવનમાં વ્રતો નિયમો-દેશવિરતિ અને સર્વવિરતિના ઉપદેશક બન્યાં. વિપુલ પરિવારના અજોડ શિરછત્ર બની શક્યા. તપધર્મની રુચિ પણ કંઈ કમ નહોતી. અઠ્ઠમતપ પ્રતિ તો અપૂર્વ ભાવ હતો અને એટલે જ ૭૨ જિનાલયની ખનનવિધિથી લઈને એની પ્રતિષ્ઠા સુધી સળંગ ૧૪ વર્ષ સુધી લગાતાર દર મહિનાની સુદ અષ્ટમીના પોતાના સમુદાયમાંથી એક અઠ્ઠમ અચૂક રહેતી અને દરેક માસની વદ દસમના પાર્શ્વનાથ પરમાત્માની અટ્ટમ પણ છેલ્લાં ૧૦ વર્ષ સુધી આરાધાઈ. અઠ્ઠાઈ અને માસક્ષમણ જેવાં તપ કરીને પોતાના જીવનને ધન્ય બનાવેલ. પૂજ્યશ્રીના જીવનમાં સમૂહ આરાધનાની રુચિ પણ જબ્બર હતી...એટલે જ નિત્ય પ્રભાતે સિદ્ધાચલ તીર્થની ૯ ખમાસમણ-કાઉસગ્ગ સહિત ચૈત્યવંદનાદિ, નવપદજીનાં ખમાસમણાં-કાઉસગ્ગ, આર્યરક્ષિત સૂરિ ઇક્કીસાનો પાઠ તેમ જ પ્રતિનિશાએ સિદ્ધચ કનું આરાધના સપરિવારે કરતાં. છઠ્ઠો સ્મરણ ૐ નમો દેવદેવાય, ‘પરમેષ્ઠી’ તેમ જ “ઉવસગ્ગહરં સ્તોત્ર'ના ૧૦૮ વાર જાપ ખૂબ જ ભાવોલ્લાસ તથા એકાગ્રતાપૂર્વક કરતાં. શાસનપ્રભાવનાઓનાં કાર્યોમાં કોઈ પણ વિદન કે વિલંબ થાય તો તરત જ અભિગ્રહો સહિત જાપારાધનામાં મસ્ત બની જતાં. આવા અનેક ગુણોનો ભંડાર કે જેમને દોષ પ્રતિ દ્વેષ હતો જોરદાર! એટલે જ દોષની ઉપેક્ષા ન કરતાં અને દોષિતની અવગણના પણ ન કરતાં. વળી વાત્સલ્યમાં અમીર, સાદગી, સરલતા, સહાયતાના સ્વામી, પરાર્થપ્રેમી, ગંભીર, ગુણાનુરાગી, વિશુદ્ધ સંયમજીવનનાં ચાહક ને ગુરુભક્તિનાં ગ્રાહક એવાં પૂ. ગુરુદેવની છેલ્લાં ચારેક વરસોથી કર્મસત્તાએ કસોટી કરવાનું ચાલુ કર્યું, પણ તેઓ ક્યારેય હતાશ ન બન્યાં. અંતસમય સુધી એ જ જાગ્રતતા, એ જ પ્રસન્નતા અને એ જ સંઘો પ્રત્યેની સહૃદયતા! આવા દિવ્યાત્માનાં પાવન ચરણારવિંદમાં ભૂરિ ભૂરિ વંદના. પ્રેરણાનો સ્ત્રોત એટલે પૂજ્ય બા મહારાજ : પદ્મલત્તાશ્રીજી પૂજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પધલતાશ્રીજી મ. ની તબિયતમાં છેલ્લા દિવસોમાં દિન-પ્રતિદિન ક્ષીણતા વધતી ગઈ છે. પરાણે બોલી શકાય તેમ છતાં જાગૃતિ ઘણી હાથમાં નવકારવાળી હોય કે ન હોય પણ જાપ તો ચાલતો જ હોય. બહારથી બીજાને લાગે કે બા. મ. નિદ્રામાં છે પણ જ્યાં પૂછવામાં આવે તો કહે જાપ ચાલે છે. પ્રતિક્રમણ–ચૈત્યવન્દન વગેરે ક્રિયા ચાલતી હોય ત્યારે આંખ મીંચેલી હોય પણ સૂત્રમાં કે સ્તુતિ-સ્તવનમાં કાંઈ રહી જાય તો તરત જ તેઓ બોલે. જ્યારે પણ સ્કૂર્તિમાં આવે ત્યારે વાત એક જ “મને કંઈક સંભળાવો.” આપણે પૂછીએ કે “શું સાંભળવું છે?” તો જવાબમાં કહે –“આપને જે સંભળાવવું હોય તે” પછી સ્તુતિ-સ્તવન-સ્તોત્ર જે કાંઈ સંભળાવીએ તે રસથી સાંભળે. રોગની અસર શરીર સુધી જ સીમિત રહી છે અને મન તથા આત્મા તો એનાથી સાવ જ અલિપ્ત છે. બહુ ઓછામાં જોવા મળે તેવી સ્વસ્થતા ૯૧ વર્ષની વયે અને આવી બિમારી વચ્ચે પણ તેઓ જે ટકાવી રહ્યાં છે કે ટકાવી શક્યાં છે. તે તેમણે આજ દિન સુધી સરળતાપૂર્વકભાવની અત્યંત વિશુદ્ધિ સાથે કરેલી આરાધનાની ફલશ્રુતિ છે. એકની એક જગ્યાએ દિવસોના દિવસો જ નહીં પણ મહિનાઓ સુધી સૂતાં જ રહેવાનું હોય અને તે ય પડખું ફેરવ્યા વગર તો કોને બેચેની કે કંટાળો ન આવે પણ એમને એમાંનું કાંઈ જ નથી. જ્યારે જુઓ ત્યારે એવી જ સ્વસ્થતા અને પ્રસન્નતા. આ જોઈને વગર ઉપદેશે જ કેટલાય આત્માઓ પ્રતિબોધ પામીને–પ્રેરણા લઈને જાય. આ બધાં લક્ષણો એમની હળુકર્મિતા કે આસન મોક્ષગામિતાના પુરાવારૂપ હોય એવું આપણને લાગે. માતા તરીકેના સંબંધથી સંબધિત થવાના કારણે જ નહીં, એમ સહજપણે વિચારીએ તો પણ આવી સ્વસ્થતા વિરલ અને કો'ક પ્રાતમા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy