SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨૨ તો અજબગજબની છે કે પૂના, ગોરેગાંવ, વેરાવળ, પાટણ, જેતપુર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારો ખૂબ જ સુવ્યવસ્થિત કર્યા છે. જ્ઞાનનાં સાધનોને પુસ્તકોના રક્ષણાર્થે સુંદર સજાવ્યાં છે. ‘સુઘોષા’, ‘કલ્યાણં’, ‘ગુલાબ', ‘જૈન' વગેરે જૈન સાહિત્યમાં લેખ દ્વારા પોતાનાં આત્મચિંતનો અનન્ય ફાળો આપી રહ્યાં છે. દરેક ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા–વરઘોડા–રચના દ્વારા ભણાવડાવે છે. એવી જ રીતે અષ્ટાપદજીની પૂજા, વીશસ્થાનકતપની પૂજા પણ કલાકૃતિની રચના કરાવવા સુંદર ભણાવડાવે છે. ફક્ત પૂજા ભણાવે જ નહીં, સાથે અર્થની સમજાવટ અને છણાવટ પણ સુંદર રીતે કરે છે. સંયમજીવન પ્રાપ્ત કર્યા પછી કોઈક પૂર્વના કર્મોદયના કારણે છેલ્લાં ત્રીશેક વર્ષથી સતત વેદનીયકર્મનો ઉદય રહ્યા જ કરે છે. દર્દથી ભરેલી કાયાની માયા છોડીને સતત સાહિત્યમાં રત રહેવું એ કાંઈ નાનીસૂની વાત નથી, પરંતુ પૂ. સાધ્વીજી મ. આ વાતને આત્મસાત્ કરી લીધી છે. પરમ ઉપકારી તીર્થંકર ભગવંતે પળમાત્ર જેટલો ય પ્રમાદ ન કરવાની આપેલી દિવ્ય વાણીને ચેતવણી દરેક આત્મસાધકને તેમ જ વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને પણ ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનોથી બચવાનો મૂંગો સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે અને એ દીવાદાંડી સમગ્ર સંસારના જીવોને માટે મહાન ઉપકારક બની રહે છે. ખરેખર પ્રભુએ પ્રરૂપેલી આ દિવ્ય વાણીના તાક્ષાત્કાર જોવો હોય તો પૂ. સા. પદ્મયશાશ્રીજી મ. સા.માં જોવા મળે. જરા પણ પ્રમાદ એમના જીવનમાં જોવા નહીં મળે. સતત વાંચન-જાપ-સ્વાધ્યાયમાં જ રત રહેનારાં કદી શારીરિક સ્વાસ્થ્યની ચિંતા પણ નથી કરતાં. અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં પુસ્તક જ જોવા મળે. સ્વાધ્યાય સાથે જાપની પણ એમના જીવનમાં એટલી જ પ્રધાનતા છે. સંયમજીવનનાં ૫૦ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ જાપ ઘણો કર્યો છે. શ્રી નવકાર મહામંત્રનો જાપ સવા કરોડ, શ્રી શંખેશ્વરપાર્શ્વનાથનો જાપ સવા કરોડ, શ્રી ભગવતી પદ્માવતીનો જાપ સવા કરોડ, શ્રી નામસ્તવ સૂત્રનો જાપ સવા કરોડ, શ્રી અરિહંતપદનો જાપ સવા લાખ, શ્રી સિદ્ધપદનો જાપ સવા લાખ, શ્રી જ્ઞાનપદનો જાપ સવા લાખ, શ્રી ચારિત્ર પદનો જાપ સવા લાખ, શ્રી નવપદજીનો જાપ સવા લાખ, શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો જાપ સત્તાવીશ હજારનો. Jain Education International ચતુર્વિધ સંઘ પૂ. સાધ્વીજી મ.ની પ્રેરણાથી તેઓશ્રીનાં પરમ વિનયી શિષ્યા સા. ઋજુકલાશ્રીજીના મૂળવતન (સંસારી ગામ) અમરેલીમાં ‘શ્રી નેમિનાથ જૈન દેરાસર સર્વતોભદ્ર પ્રાસાદ' નામનું શિખરબંધી ભવ્યાતિભવ્ય ગગનચુંબી ઉસંગ જિનાલયનું નિર્માણ થયેલ છે. આવાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો કરી પોતાના સંયમજીવનના સાફલ્યને સાર્થક કરી છે. તેમનું હસતું મુખારવિંદ, અનુપમ વાત્સલ્ય, મધુર ભાષા, સંઘના અભ્યુદયની ચિંતા, વિશ્વમૈત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતાં, પ્રેમ, કરુણા ને જીવદયાના ભંડારસમાં પ્રભાવક પૂ. સાધ્વીજી મ.નું સર્વ-મંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહે અને તે માટે તેઓશ્રી નિરામય દીર્ઘાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. વિદુષી શાસનદીપિકા, પૂ. સા. શ્રી પુણ્યોદયશ્રીજી મ.સા. કચ્છના રૂડા આસંબિયા ગામમાં માગસર વદ સાતમના જન્મ પામી એ ધરણીને ધન્ય બનાવનાર સં. - ૬૧૦ના વૈશાખ સુદ ૫-ના દીક્ષા લઈ પિતા દેવજીભાઈ ને માતા વેજબાઈને ‘રત્નકુક્ષિમા’ નું ગૌરવ અપાવનાર, શાસનપ્રભાવનાઓ દ્વારા કચ્છ-ગચ્છ-શાસનમાં ગડા ગોત્રને ચમકાવનાર.....કુ. પાનબાઈ કે જેઓ તત્ત્વજ્ઞા પૂ. સા. જગતશ્રીજી મ.સા.નાં શિષ્યા તપસ્વીરત્ના પૂ. સા. નિરંજનાશ્રીજી મ.સા.નાં પ્રથમ શિષ્યા પૂ. સા. પુણ્યોદયશ્રીજી તરીકે એક શ્રેષ્ઠ સંયમજીવન માત્ર જીવી જનારાં નહીં પણ જીતી જનારાં હતા. છોડવા પર જેમ ઊગે છે એક નાનકડી કલી, પણ જ્યારે એ જાય છે સંપૂર્ણ ખીલી ત્યારે ફેલાવે છે ચોમેર સુવાસની રેલી. તેવી જ રીતે શાસનના બાગમાં પૂજ્યશ્રી પામ્યાં પ્રાદુર્ભાવ, ગુરુનિશ્રામાં રહી વધાર્યો સભ્યજ્ઞાન પ્રતિ સદ્ભાવ અને અનેક ગુણોની સુવાસે ચોમેર પ્રસરાવ્યો દેવ ગુરુનો પ્રભાવ! પૂજ્યશ્રીએ સ્વજીવનમાં કરેલી દર્શનપદની આરાધના અનુમોદનીય છે. અંતરમાં સીમંધર પ્રભુનું સતત સ્મરણ કરનારાં પૂજ્યશ્રીની પ્રભુભક્તિ ભૂલી શકાય તેમ નથી. તીર્થસ્થળોમાં ૨૪-૨૪ સ્તવનો દ્વારા ભક્તિ કરતાં અદ્ભુત આનંદ અનુભવાતો અને વિહારોમાં નવાં નવાં જિનમંદિરોનાં દર્શન માટે દેહ થનગનતો. જ્ઞાનપદની આરાધનામાં જેઓએ સ્વયં સુધીની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy