SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભૂમિમાં પિતા દલપતભાઈના ઉત્તમ કુળમાં અને માતા મંગુબેનની કુક્ષિમાં સં. ૧૯૭૦ શ્રા.સુ. ૩, શનિવાર, તા. ૨૫૧-૧૯૧૪ના મંગલમય દિને જન્મ લીધો. ખૂણામાં પડેલો નાનકડો હીરો શું ઝળક્યા વગર રહે ખરો? એ નાનકડી બાળકીનું નામ પાડ્યું માણેક. એ ભોંયરા પાડામાં રહેલી માણેક એટલે જ જાણે ગુણોની પેટી જોઈ લો. વ્યવહારિક શિક્ષણ સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ આપવામાં આવ્યું. ખંત અને ચીવટથી ટુંક સમયમાં ધાર્મિક અભ્યાસ કર્યો. “જ્ઞાનસ્ય ફલં વિરતિ” એ ઉક્તિ જાણે જીવનમાં જડાઈ ગઈ. માણેકબેનની જ્ઞાનવૃદ્ધિની સાથે સંયમભાવના પણ વિકસીત બનતી ગઈ. વિષયરૂપી વમળમાં અને કષાયરૂપી કીચડમાં ફસાયેલી જીવનનૌકાને ઘૂઘવતા સંસાર સાગરથી પાર ઉતારવાની ઝંખના થઈ. ત્યાગ માર્ગની તમન્ના, ઝંખના અને ઉત્સુકતા પેદા થઈ. પોતાની ભાવના માતા-પિતા પાસે વ્યક્ત કરી પણ પોતાની લાડલી બુદ્ધિશાળી પ્રતિભા સંપન્ન પુત્રીને આમ સંયમ પંથે વળાવવા માટે સ્વજનો મંજૂર ન થયા. મોહરાજાનું સામ્રાજ્ય કોને નથી ભુલાવતું? સ્વજનોના પક્ષે હતા મોહરાજા. તો માણેકબેનના પક્ષે હતા ધર્મરાજા. ઉભયનું તુમુલ યુદ્ધ ચાલ્યું. દીક્ષા પંથે ન જવા ઘણાંય પ્રયત્નો થયા. ઘણા દૃઢ નિશ્ચયી માણેકબેન વધુ મક્કમ બન્યા. પરંતુ મોહાધીન સ્વજનોની સંમતિ ન મળી. કરુણા હૃદયી માણેકબેનના હવે પાપ તાપ અને સંતાપથી ભરેલા તેમજ છકાય જીવોના કતલખાના સમાન સંસારમાં વધુ ખપત રહી શકે તેમ ન હતા. ગુપ્ત રીતે નિકળી પડ્યાં. છોડ્યો ગૃહવાસ! જઈ ચઢ્યાં યે પાવન તીર્થ સકરપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની શીતળ છાયામાં અને પહેરી લીધો પરમાત્માનો ભેખ! બની ગયાં વીતરાગ શાસનના અણગાર......અને દીર્ધસંયમી બ્રહ્મચર્ય નિષ્ઠ પૂ.પા. પ્રવર્તિની ચંદ્રશ્રીજી મ.સા.ના શિષ્યા સમભાવી પૂ.પા. સુભદ્રાશ્રીજી મ.શ્રીના ચરણોમાં જીવન સમર્પિત કર્યું અને માણેકબેન બન્યાં......શ્રી રંજનશ્રીજી મહારાજ. દીક્ષાના પ્રથમ દિવસથી જ ગુરૂસમર્પણના મહાન પૂજારી બન્યાં સ્વાધ્યાય સહનશીલતા અને સમતાના ત્રિવેણી સંગમને આત્મસાત્ કર્યો. સંયમી દેહ આસેવન શિક્ષા અને ગ્રહણ શિક્ષા રૂપી હાર વડે સુશોભિત કરી દીધો. ઇચ્છાકારાદિ દવિધ સમાચારી રૂપી મુગટને ગુર્યાજ્ઞા તાત્તિ રૂપી રેશમની દોરી વડે બાંધી દીધો. આમ પાંચ મહાવ્રત અષ્ટ પ્રવચન માતાદિ આભૂષણોથી ભૂષિત બની. સાચા અર્થમાં (સંસારી મટી) Jain Education International For Private ચતુર્વિધ સંઘ મહારાજા બની ગયાં. બાલ્યકાળથી વાત ઓછી, કામ ઘણું કરવાનો સ્વભાવ હોવાથી સારોય દિવસ જ્ઞાન-ધ્યાન અને ભક્તિમાં પસાર થતો. પૂ. વડીલ સા. આણંદશ્રીજી મહારાજ અને દાદી ગુરૂ સા. ચંદ્રશ્રીજી પૂ. ગુરૂમાતા સા. સુભદ્રાશ્રીજી મ., માસીગુરૂ, ગુરૂબહેનો અનેક માળીઓ દ્વારા સંયમનું સિંચન થતાં આ પુષ્પ દિવસે દિવસે ખીલવા અને વિકસવા લાગ્યું. અપ્રમત્ત અને ઉત્સાહ પૂર્વકની ગુરૂવર્ય અને વડીલોની ભક્તિમાં રક્ત બન્યાં. જેના કારણે પૂ. ગુરૂદેવશ્રીની અસીમ કૃપાદૃષ્ટિ...... વડીલોની અમીદ્રષ્ટિનો મેઘ આ પુષ્પ પર નિરંતર વરસવા લાગ્યો અને ગુરૂદેવ જ્ઞાની બન્યાં!....... તપસ્વી બન્યાં!.......ભક્તિકારક બન્યાં !.......મહાન બન્યાં! સ્વયં પોતે શિષ્યામાંથી ગુરૂ બન્યાં અનેક આત્માના ઉદ્ધારક બન્યાં. અનેક શિષ્યોના પોતે ગુરૂ હોવા છતાં પણ ઊભા ઊભા વિધિ સહિતની ક્રિયા, આયંબિલ ઉપવાસાદિ વિવિધ તપશ્ચર્યા સ્વાધ્યાય નૂતન અભ્યાસ વિ.માં જરાય ઊણપ નહિ બલ્કે વધુ ને વધુ તલ્લીન બન્યાં. ૭૦ વર્ષની વયમાં પણ ૧૨ તિથિ આયંબિલ, વીશ વિહરમાન જિનનો તપ ચાલુ જ હતો. પોતે તપ કરવા છતાં નવકારશી કરનાર લઘુ સાધ્વી પ્રત્યે પણ પૂર્ણ પ્રેમ અને વાત્સલ્ય ભાવ અખંડ હતો. આ એક પુષ્પ અનેક નવાં પુષ્પોનું સર્જન કર્યું. આગળ વધતાં અનેક શિષ્યા-પ્રશિષ્યાઓ રૂપી પાંદડીઓ વધવા છતાં પણ નહિ કોઈ મોટાઈ, નહિ કોઈ આડંબર કે નહિ કોઈ અહંકાર. પોતાના પૂ. ગુરૂદેવ ઘણો સમય અસ્વસ્થ લગભગ બેભાન અવસ્થા જેવા રહ્યાં ત્યારે તેમને વપરાવવું પડતું. સ્પંડિલ માતરૂં બધું જ કરાવવું પડતું છતાં દરેક સેવાને ઉલ્લાસ પૂર્વક સ્વયં પોતે જ કરતાં. જેમ ઇન્દ્ર મહારાજા હું જ કરૂં એ ભાવનાથી પંચરૂપ કરી પ્રભુ પાસે આવે છે તેમ પૂ. ગુરૂદેવની ભક્તિ હું પોતે જ કરૂં......મારી ફરજ છે એમ જાણી મન દઈ દિલથી ખૂબ ઉલ્લાસથી કરતાં ભક્તિ માટે ખંભાત ગામમાં ૨૦-૨૦ વર્ષ રહ્યાં. કેટલીય નવી શિષ્યાઓના લાભ, આ લાભ આગળ તુચ્છ ગણ્યા. આમ સૌ વડીલોને સંપૂર્ણ સમાધિ આપી છેલ્લી પળ સુધી સુંદર નિર્યામણા કરાવી. આવા અનેક વિનયાદિ ગુણોથી અલંકૃત પૂજ્યશ્રી પ્રીતિપાત્ર કૃપાવંત બની રહ્યા. અનુક્રમે વિશાળ શિષ્યા-પ્રશિષ્યા ગણ ને વહન કરતાં દરેકને સંયમ યોગોમાં વાત્સલ્યથી જોડતા સાચા અર્થમાં પ્રવર્તિની બન્યાં. ખરેખર ધન્ય છે આ અનોખી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy