SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા માટીના ગુરુદેવને! આટલા ઉચ્ચપદે બિરાજમાન થયા છતાંય નહિ કોઈ ભપકો.....નહિ કોઈ ઠાઠ......નહિ કોઈ માન....નહિ કોઈ ટેવ......કે નહિ કોઈ ચટ. દરેક આશ્રિતો પ્રત્યે અનહદ વાત્સલ્યભાવ. કુણુ દિલ, દરેક વખતે નાના સાધ્વીજીઓને એક જ શિક્ષા આપતા કે “કોઈના દિલને દુભવશો નહિ, ગૃહસ્થ અધર્મ ન પામે તેની ખાસ કાળજી રાખજો. શાસનની અપભ્રાજનાનો તથા પાપનો ભયંકર ડર રાખજો. કોઈ વિજાતીય સાથેનો વધુ પડતો પરિચય કરશો નહીં......'' સ્વયં પોતે અપ્રમત્તપણે આખોય દિવસ આરાધનામાં મગ્ન રહેતાં. ૬૦ વર્ષ સુધી સુંદર આરાધના-સાધના કરી કરાવી એક પુષ્પ અનેક ગુણો રૂપી સોડમ પ્રસરાવી રહ્યું ત્યાં તો એ કા. સુ. ૧૩ની રાત્રે નિષ્ઠુર એવા કાળરાજાએ તરાપ મારી..... રાતના ૧૧ વાગે પૂ. ગુરૂદેવે લઘુશંકા ટાળી ૧૨ વાગે ઊઠ્યા..... રોજના નિયમ પ્રમાણે ૧૨ વાગ્યાના ૧૨ નવકાર ગણ્યા અને એકાએક ગભરામણ થઈ. સહવર્તી સાધ્વીજીએ નવકાર વિ. શરૂ કર્યા..... ડૉક્ટર તથા પૂજ્યશ્રીના ભાઈ વિ.ને બોલાવવા કહ્યું પણ સદાય નિર્લેપ રહેલ પૂ. ગુરૂદેવે કહ્યું, “કોઈની જરૂર નથી.” સતત સાધનામય જીવન જીવનારા એવા સાધકને કોઈના સાથની જરૂર ન હતી. ૧૨ ક. ૨૦ મી. માં તો ગજબની ગેબી રમત રમી ગયા એ યમરાજા! .......ચાલ્યા ગયા ગુરૂદેવ! ......અનંતની વાટે...... એકલા અટુલા !.......નિરાધાર મૂકીને....... કરમાઈ ગયું મુરઝાઈ ગયું......એ પુષ્પ અને પૂર્ણ થઈ કથા પુષ્પની....ઉદ્ભવી વ્યથા અંતરની........જીવનનો સાર સમાધિ પામી ગયા. પ.પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ.સા. શ્રી જિનશાસનનું ગગનમંડલ પ્રકાશને પાથરનારા અને અંધકારને વિખેરનારા તારલાઓથી સમૃદ્ધ અને ભર્યું-ભાદર્યું જ હોય છે. કાળે કાળે અનેકવિધ સિતારાઓ પોતાની ચમકદમકથી તે–તે સમય ખંડને અજવાળી જતા હોય છે. જિનશાસનના ગગનાંગણમાં ચમકેલો આવો જ એક સિતારો એટલે વાત્સલ્ય હૃદયા પૂ. સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ. ધર્મનગરી અમદાવાદમાં વિ.સં. ૧૯૬૭ના આસો વદ ૧૨ (વાઘબારસ)ના દિને જન્મ થયો. વાઘ જેવી શૂરવીરતા દ્વારા કર્મ સત્તાને ધૂળ ચાટતી કરી દેવાના લક્ષણ સાથે જાણે જન્મ્યા ન હોય! માતા ચંદનબેનના ખોળે અને પિતા રૂપચંદભાઈના Jain Education International For Private ૧૯ હાથે રમેલી ઉછરેલી આ બાળકી મંજુલા ઉત્તરોત્તર ધર્મ સંસ્કાર પામ્યા. ગુણોમાં ઉદાતા, સહૃદયતા અને ગંભીરતા તો જાણે સાથે લઈ આવ્યા ન હોય!! બગીચાની માખી ઉકરડામાં બેસી શકે નહીં તેમ વિરાગની વાટે સંચરવા જન્મેલો આત્મા રાગના ખાબોચિયામાં ડૂબી કેમ શકે? કુટુંબીના આગ્રહવશે સંસારના બંધનમાં બંધાવા છતાં સતત સંઘર્ષરત રહી સ્વજનોની અનુમતિ મેળવી વિ.સં. ૨૦૦૨ વૈશાખ સુદ ૧૧ વડોદરા મુકામે પ.પૂ. સાધ્વીજી શ્રી કલ્યાણશ્રીજી મ. (ડભોઈવાળા)ના ચરણોમાં જીવન સમર્પિત કરી. સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ. બન્યા. અષ્ટ પ્રવચનમાળાનું પાલન, મહાવ્રતોમાં સાવધાની અને જ્ઞાનાદિમાં સતત લીન બન્યા.....અત્યંત સરળ સ્વભાવ, ભદ્રિક હૃદય, સદા પ્રસન્ન મન એમની અનેરી પહેચાન બની છે. કાળક્રમે બીજમાંથી વડલો પેદા થાય તેમ ૮૦ થી અધિક શિષ્ય-પ્રશિષ્યાઓના સમુદાયના સર્જક અને સંવર્ધક બન્યા. શિષ્ય-પ્રશિષ્યાઓના બાહ્ય-આત્યંતર જીવનના ઉત્તમ શિલ્પી બની રહ્યા. હિતશિક્ષા કે ઠપકો પણ એવી મધુર રીતે આપે કે સાંભળનારની પ્રસન્નતા સહેજ પણ ઘટે નહીં. માતાનું વાત્સલ્ય અને પિતાનો પ્રેમ બન્ને વરસાવનારા તેઓ મહાત્માઓની ભક્તિ માટે સદૈવ તત્પર રહેતા. આરાધના અને ઉપયોગમાં સતત અપ્રમત્તભાવે રમતા. તે જ પ્રમાણે સ્વ૫૨ની સમાધિ માટે ખૂબ જ સાવધાન રહેતા. અનેક નાની–મોટી વા વગેરેની બિસારીઓ વચ્ચે પણ સહનશીલતાના યોગે અપૂર્વ સમાધિભાવ અને પ્રસન્નતા ઝળકતા જોવા મળતા. પુણ્ય-પ્રભાવ અને પ્રતિભા પણ જબરદસ્ત.....શારીરિક પ્રતિકૂળતાના યોગે છેલ્લા ૧૦ વર્ષથી પિંડવાડામાં જ સ્થિરવાસ રહેવા છતાં નિઃસ્પૃહતાના યોગે સંઘના તમામ સભ્યોના ઉછળતા બહુમાન ભાવને પ્રાપ્ત કર્યો હતો. આવું પંચાચારમય જીવન જીવી ૯૧ વર્ષે પિંડવાડા મુકામે વૈશાખ સુદ ૧૦ તા. ૨૧-૫-૨૦૦૨ના સમાધિમય રીતે સ્વર્ગવાસ પામ્યા. પંચાચારમય જીવન જીવી જનારા સાધ્વીરત્નાના ચરણોમાં ભાવભર્યા વંદન. ૫.પૂ. વિદુષી સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મહારાજ સ્થંભન તીર્થની પુણ્યભૂમિમાં માતુશ્રી મણિબહેનની કુક્ષિએ વિ.સં. ૧૯૭૦માં જન્મ થયો. પૂર્વભવના તથા માતુશ્રીના ગળથૂથીના સંસ્કાર તથા પૂજ્ય ગુરૂ ભગવંતોના પ્રવચન અને Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy