SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઓળી, ત્રણ ચોવીશીના ભગવાનના ઉપવાસ, ૯૬ જિનના ઉપવાસ, વર્ષીતપ, વીશસ્થાનક તપ, નવપદજીની ઓળી સતત, તથા વર્ધમાનતપની ૬૩ ઓળી સુધી પહોંચ્યાં. જીવનભર કેરી– ત્યાગ, સૂકો મેવો, ફૂટ-ત્યાગ વગેરે....ત્યાગમાં પણ પરાકાષ્ટાએ પહોંચ્યા. પોતાના ગુરુની ૪૨ વર્ષ સુધી અખંડ સેવા કરી...પોતાની અનેક શિષ્યા-પ્રશિષ્યા હોવા છતાં ગુરુની સેવા જાતે જ કરી. બીજા વૃદ્ધ વડીલોની તથા ગ્લાન વગેરેની સેવા ખૂબ જ કરી અદ્ભુત નિર્જરા સાધી છે. * નિઃસ્પૃહતા અપૂર્વ કોટિની છે, કોઈ પણ વસ્તુની તેમને સ્પૃહા નથી. માન-સન્માનથી સદા દૂર રહે છે. આમ છતાં તેમના પુણ્યથી ૨૯ શિષ્યા-પ્રશિષ્યાનો પરિવાર આજે તેમનો છે એ સહુનાં યોગ–ક્ષેમને સુંદર રીતે આજે પણ કરે છે. વાત્સલ્યપૂર્ણ હૃદયના કારણે શિષ્યાઓમાં પણ તેમના પ્રત્યે ભક્તિ–બહુમાનનો ભાવ સુંદર જળવાઈ રહ્યો છે. અસાતાવેદનીય કર્મના ઉદયે ક્યારે-ક્યારે કંઈક-કંઈક તકલીફો આવતાં, તે અત્યંત સમાધિપણે ભોગવે છે. ૭૦મા વર્ષની ઉંમરે ૫૦મા વર્ષના સંયમ પર્યાયમાં અપ્રમાદપણે રોજ કલાકો સુધી પરમાત્માની ભાવયાત્રા, જાપ, સ્વાધ્યાય તપ-ત્યાગ વગેરે સુંદર આરાધના કરી જીવનને સફળ કરી રહ્યાં છે. દીર્ઘાયુષ્યવાળા બની સ્વ-પર આરાધના કરે– કરાવે તેવી શાસનદેવને પ્રાર્થના. સ્વયંની પ્રભાથી લોકોને પ્રભાવિત કરનાર, મહાન સમતાનાં સાધક, નમ્રતાના પૂજારી પૂ. પાદ ગુરુદેવશ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.નાં ચરણોમાં ભાવભરી વંદના. વહેતુ પાણી સદા નિર્મળ રહે છે તેમ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિમાં વિચર્યાં. ખંભાત બોરસદ, સાવરકુંડલા, પાટણ, વઢવાણ, નેર, માલેગાંવ, જલગાંવ, અમલનેર, સાદત, અમદાવાદ, વડોદરા વગેરે સ્થળોએ ચાતુર્માસ કરી અનેકનાં હૈયામાં ધર્મસંસ્કારોનાં સિંચન કર્યાં. તેમના સંયમજીવનના દર્શન માત્રથી અનેક લોકો ધર્મ પામે છે. ત્યાગ-વૈરાગ્યના અદ્ભુત પરાક્રમી પૂ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મહારાજ સિદ્ધાંતમહોદધિ, જિનશાસન-જ્યોતિર્ધર, શાસનશિરતાજ, કર્મ-સાહિત્ય-નિષ્ણાંત, સુવિશાલગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ..... તેઓશ્રીના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ, અનેકાન્તદેશનાધ્યક્ષ Jain Education International ચતુર્વિધ સંઘ ન્યાયશાસ્ત્ર-શિરોમણિ પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ.....તેઓશ્રીના શિષ્ય મેવાડદેશોદ્ધારક, મહાન તપસ્વી પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મેવાડ આદિ પ્રદેશોમાં વિચરી રહ્યા છે. તેઓના સાંસારિક ભાઈ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ મારવાડ-ગુજરાતમાં વિચરી રહ્યા છે. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી પુષ્પલતાશ્રીજી મ. તપસ્વીરત્ના છે. વિ. સં. ૨૦૦૮ના જેઠ સુદ ૧૪ના ભાગવતી પ્રવ્રજ્યાપૂર્વક રત્નત્રયીની પ્રાપ્તિ કરીને અનેક ભવ્યાત્માઓને સંયમમાર્ગનું દિગ્દર્શન કરાવ્યું છે. અહો! કેવો અદ્ભુત પૂજ્યશ્રીનો વૈરાગ્ય ! એક મહિનાના બાલ દશરથને છોડીને અનરણ્ય રાજાની જેમ પૂજ્યશ્રીએ ૧। વર્ષના પુત્રની મમતાનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું, ધન્ય છે પૂજ્યશ્રીના મહાન પરાક્રમને ! પૂજ્યશ્રીએ ૧૬ ઉપવાસ, ૧૩ ઉપવાસ, ૫૦૦ આયંબિલ, ૩ માસી તપ આદિ અનેક પ્રકારે તપધર્મની આરાધના કરી ત્યાગમાર્ગને દીપાવ્યો છે, તો ‘ઉત્તરાધ્યયન', આચારાંગાદિ ટીકા', ‘દશવૈકાલિક’, ‘વીતરાગસ્તોત્ર', ‘પંચસંગ્રહ’ આદિનો શાસ્ત્રાભ્યાસ કરી ચારિત્ર ધર્મને ઉજાળ્યો છે. પૂજ્ય તપસ્વિની સાધ્વીજી મહારાજશ્રી પ્રવર્તિની બાદની શ્રી પુણ્યરેખાશ્રીજીનાં ગુરુણી છે. આ નીચેના ચાર ચરિત્રો મહારાષ્ટ્ર દેશોદ્ધારક ૩૬ કરોડ નવકાર મહામંત્રના જાપક, વૈરાગ્ય-વારિધિ, આ.ભ. યશોદેવસૂરિજી મ.સા.ના સમુદાયના છે. હાલમાં પ.પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આ.ભ. રાજેન્દ્રસૂરિજી મ.સા.ના આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંતો છે. પરમતપસ્વી શ્રમણીરત્ન પૂ.સા. શ્રી વિનિતાશ્રીજી મ.સા. દેવ દુર્લભ મનુષ્યભવને સાર્થક કરનારા, સંયમ અને તપ સમતાના આરાધક, વિવિધ નિયમના ધારક તથા પરોપકારાદિ અનેક ગુણના નિધિ પૂ.સા. શ્રી વિનિતાશ્રીજી હતા. સૌરાષ્ટ્રની પુણ્યધરા મૂળી ગામમાં વિ.સં. ૧૯૯૮ મહા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy