SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૫ તવારીખની તેજછાયા મુનિરાજશ્રી માનતુંગવિજયજી મ. ચાતુર્માસ પધાર્યા. તેમની પણ આગમભાવિત વાણીનું પણ અવારનવાર શ્રવણ કર્યું. વૈરાગ્યની વૃદ્ધિ થવા માંડી પણ પૂર્વના સ્નેહના તીવ્ર સંસ્કારના કારણે સંસારત્યાગનો નિર્ણય થઈ શકતો ન હતો. પુણ્યોદય જાગ્યો. આગમ રહસ્યવિદ્ પૂ. ભાનુવિજયજી મ. પાલિતાણા ચાતુર્માસ કરી સુરતમાં ત્રણ યુવાનોની દીક્ષા કરી મુંબઈ પધાર્યા. પૂજ્યશ્રીની વાણીનું પાન પુનઃ શરુ થયું. વળી આ વખતે તો પૂજ્યશ્રીનો વ્યક્તિગત પરિચય થયો. રોજ રાત્રે પ્રતિક્રમણ કરી પૂજ્યશ્રી પાસે યુવાનોની મંડળી ગોઠવાતી હતી. આમાં હીરાભાઈનું પણ સ્થાન હતું. પૂજયશ્રીની યુવકોને રોજ સંયમ માટેની પ્રેરણા થવા માંડી. વિશેષ પુણ્યોદય જાગ્યો. સિદ્ધાંતમહોદધિ આચાર્ય ભગવંત પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ વિશાળ પરિવાર સાથે સં. ૨૦૦૭ના વૈશાખ સુદ-૩ના પુણ્યદિવસે લાલબાગ ઉપાશ્રયમાં (ભલેશ્વર) પ્રવેશ કર્યો. હવે તો આચાર્ય ભગવંતનો પણ પરિચય થયો. તેઓની બ્રહ્મપુનીત દૃષ્ટિનાં અંજામણ થવા માંડ્યાં. પણ હજી મન ડામાડોળ છે. જે વ્યક્તિ જોડે બાળપણથી પ્રેમ અને એના કારણે સંબંધ બાંધ્યો છે તે તરફ મન ખેચાય છે, બીજી તરફ પૂજ્ય ગુરુદેવના પ્રવચનથી સંસારની ભયંકરતા જણાતાં હૃદય કંપી ઊઠે છે. ઘણી વાર સંયમના ભાવ થાય તો વળી પાછો સંસારનો સ્નેહ જોર કરે અને મન સંસારતરફ વળે. આમ મન બંને તરફ ફંગોળાતું. મનની ભૂમિ પર મોહરાજા અને ધર્મરાજા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. છેવટે ગુરુદેવોની કૃપાથી ધર્મરાજાનો વિજય થયો. મનમાં એવી સ્કૂરણા થઈ કે, “જેના પર અત્યંત સ્નેહ છે તેનું પણ સંસારમાં પડવાથી શું હિત થવાનું? જ્યારે જે સંયમ માર્ગથી સમસ્ત જગતનું હિત થાય તે સંયમથી તે વ્યક્તિનું પણ હિત જ થશે. એ પણ કદાચ સંયમમાર્ગે આવી જશે. પરમાત્માના માર્ગથી સૌનું હિત જ થાય.” છેવટે એક પવિત્ર દિવસે પરમ બ્રહ્મચર્યમૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રી ભાનુવિજયજી મ. સા.ના પુણ્ય હસ્તે જીવનભરનું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરી લીધું અને મન નિશ્ચિત થઈ ગયું. થોડા દિવસમાં ઉપધાન તપ કર્યો. પૂર્ણ થયે થોડા જ દિવસોમાં અન્ય મુમુક્ષુઓ સાથે સમેતશિખરાદિ કલ્યાણકભૂમિની યાત્રાઓ કરી. મન હવે સંયમ માટે ખૂબ ઉલ્લસિત થઈ ગયું. ખંભાત જવાનું થયું. સરસ્વતી બહેનને મળવાનું થયું. એમને પણ સંયમ માટે સુંદર પ્રેરણા કરી દેઢ કર્યા. મુંબઈ આવ્યા. માતાદિને હજી મોહ છૂટતો ન હતો છતાં મક્કમતાના કારણે સૌએ અનુમતિ આપી. સંવત ૨00૮ જેઠ સુદ ૫-હીરાભાઈની દીક્ષા થઈ. પૂ. પં. પદ્મવિજયજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી હેમચંદ્રવિજયજી થયા. આ બાજુ બાળપણથી ઊભી થયેલી પ્રીતમાં અવરોધ આવતાં સરસ્વતીબહેનને ખૂબ આઘાત લાગ્યો. હૃદય અત્યંત વ્યથિત થયું. બાળપણથી સ્થંભનતીર્થની ધર્મભૂમિના કારણે થોડા ધર્મના સંસ્કારો હતા જ પણ વિશેષ ચારિત્રની ભાવના નહીં, પણ એક નિર્ણય મક્કમ હતો કે “હૃદયમાં એકને સ્થાન આપ્યું છે હવે બીજાને આપવું નથી.” કુટુંબીઓના અન્યત્ર સગપણ માટેના ભારે આગ્રહ છતાં મન મક્કમ રાખ્યું. છેવટે વડીલબંધુની સહાયથી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના પુનીત મુખે નાણ સમક્ષ ખંભાત જૈનશાળાના ઉપાશ્રયમાં જાહેરમાં જીવનભરનું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારી લીધું. ખંભાતમાં કન્યાશાળાના ઉપાશ્રયમાં પૂ. સાધ્વીજી-શ્રી ઇન્દ્રશ્રીજી મહારાજે તેમનો હાથ પકડ્યો સુંદર પ્રેરણાઓ કરી. અભ્યાસ ચાલુ કરાવ્યો. વૈરાગ્યના ભાવ પ્રબળ થવા માંડ્યા. કુટુંબીઓએ તેમની મક્કમતા જોઈ અનુમતિ આપી અને છેવટે સંવત ૨૦૧૧ વૈ. સુ. ૭ પોતાના જ નણંદ વિજયાબહેનની સાથે સંયમનો સ્વીકાર કરી સાધ્વીજીશ્રી ઈદ્રશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી બન્યાં. નણંદ વિજયાબેન સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી બન્યાં. તેઓ સાધ્વીજી શ્રી રંજનશ્રીજીનાં શિષ્યા થયાં. આમ નિર્દોષ પ્રેમ સંયમમાં પરિણમ્યો. સમર્પિતભાવ સાથે ચારિત્ર લીધા પછી ગુરુવિનયની ખૂબ સાધના કરી સાથે વૈયાવચ્ચમાં પણ અજોડ બન્યાં. બંને ગુણ સાથે સ્વાધ્યાયાદિ શરૂ કર્યો. સંસ્કૃત બે બુક કાવ્યો-વાચનો વગેરે સુંદર અભ્યાસ કર્યો. દશવૈકાલિકસૂત્ર, ચાર પ્રકરણ, ૩ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહતુસંગ્રહણી, ક્ષેત્રસમાસ, વીતરાગ સ્તોત્ર, જ્ઞાનસાર, વૈરાગ્યશતક, સિંદુરપ્રકર, યોગશાસ્ત્ર ૪ પ્રકાશ વગેરે અનેક ગ્રન્થો કંઠસ્થ કર્યા. અનેક ગ્રંથોનું વાંચન કર્યું. સ્તવન, સક્ઝાયમાં તો તેમની માસ્ટરી છે. લગભગ શતાધિક સ્તવનો સક્ઝાયો તથા પર્યુષણાદિનાં મોટાં સ્તવનો બધું જ કંઠસ્થ કર્યું છે. રાગ અત્યંત સુંદર, તેથી પોતાની સાથે અનેકને ભક્તિમાં જોડે છે. તેમના મુખે સ્તવન સજઝાય સાંભળી અનેકનાં હૈયાં ડોલી ઊઠે છે. જીવનમાં તપ-ત્યાગની પણ અદ્ભુત આરાધના કરી રહ્યાં છે. જ્ઞાનપંચમી, ભગવાનનાં કલ્યાણકો-૩૨ વિજયના ભગવાનના ૩૨ ઉપવાસ, નવકારમંત્રના ૬૮ ઉપવાસ, કર્મપ્રકૃતિના ૧૫૮ ઉપવાસ, ધર્મચક્ર તપ, કર્મસદન તપની ૮ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy