SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૪ પવિત્ર ભૂમિ છે. જૈનશાળાનો ઉપાશ્રય છે. ઉપધાનતપની આરાધના ચાલી રહી છે. નાણ મંડાયેલ છે. ઉપધાનતપના તપસ્વીઓનો બીજા અઢારિયામાં પ્રવેશ થઈ રહ્યો છે. પાટ ઉપર બિરાજમાન છે જેન સંઘના મહાન આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી. મહારાજા ઉપધાનતપના તપસ્વીઓ સાથે એક સત્તર વર્ષની યુવતી પણ નાણની ચારે બાજુ પ્રદક્ષિણા દે છે ચૈત્યવંદનાદિ ક્રિયાઓ પૂર્ણ થયા પછી પૂજ્ય આચાર્ય ભગવંત તેને જીવનભરનું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરાવે છે. સાથે જ સભામાં પૂજ્યશ્રી જાહેરાત કરે છે કે “આ બહેન વર્તમાનકાળની રાજીમતિ છે, જેની સાથે આ બહેનનું સગપણ થયેલ છે અને લગ્નની તૈયારી થઈ રહી હતી તે યુવાન ચાર મહિના પૂર્વે જ મુંબઈ મુકામે સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે ચારિત્રનો સ્વીકાર કરી મુનિરાજશ્રી પદ્મવિજયજીના શિષ્ય મુનિશ્રી હેમચંદ્રવિજયજી થયેલ છે. તેની પાછળ તેમના આ વાગ્દત્તા પણ ચતુર્થ વ્રત સ્વીકારી એ જ પંથે જવાની તૈયારી કરી રહ્યાં છે.” આખી સભા સમાચાર સાંભળતાં સ્તબ્ધ થઈ. સૌએ ખૂબ ઉલ્લાસથી આ બહેનને વધાવ્યાં. ચાલો તેમનો થોડો ઇતિહાસ તપાસીએ. ખંભાતના સુશ્રાવક વાડીલાલ બાલચંદ જરીવાળાનાં પત્ની જૈકોરબહેનની કૂખે સંવત ૧૯૯૧ના કારતક વદ ૬ ના પુણ્યદિવસે એક પુત્રીને જન્મ આપ્યો. યોગ્ય દિવસે “સરસ્વતી’ નામ આપવામાં આવ્યું. કાળનો પ્રવાહ અખ્ખલિતપણે વહી જાય છે. વર્ષો પસાર થતાં વાર લાગતી નથી. સ્થંભનપુરની પુણ્યભૂમિના કારણે પ્રભુદર્શન-નવકારશી આદિ સંસ્કારો બાળપણમાં પ્રાપ્ત થાય છે. ૫ વર્ષની ઉંમર થતાં સરસ્વતીબહેનને નજીકની શાળામાં ભણવા મૂક્યાં. આ વખતે તેમને સાથે ભણતી બે બાળાઓ જયા અને વિજયા સાથે સખીપણું થયું. આમ તો આ બહેનો મુંબઈ રહેતી. ખંભાતમાં જ માણેકચોકમાં રહેતાં શ્રાદ્ધવર્યા મૂળીબહેન અંબાલાલની એ પુત્રીઓ હતી. અંબાલાલભાઈ વ્યવસાયાર્થે મુંબઈ રહેતા, પરંતુ તે વખતે વિશ્વયુદ્ધના કારણે મુંબઈ પણ ભયથી થરથરતું હતું. તેથી અંબાલાલભાઈનું કુટુંબ પણ મુખ્ય બે ભાઈઓને વ્યવસાયાર્થે મુંબઈ રાખી ખંભાત આવેલ અને આ બહેનો ખંભાત કન્યાશાળામાં ભણવા દાખલ થયેલ. સરસ્વતીબહેનને આ બે બાળાઓ સાથે પરિચયસખીપણુ થતાં તેમના ઘરે અવર-જવર ચાલુ થઈ. એ વખતે આ ચતુર્વિધ સંઘ બાળાઓના થોડાક જ મોટાભાઈ હીરાભાઈ પણ ખંભાત જ હતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા હીરાભાઈની ઉંમર લગભગ ૧૧૧૨ વર્ષની અને સરસ્વતીબહેનની ઉંમર લગભગ ૯-૧૦ વર્ષની છતાં ગમે તે અગમ્ય કારણસર બંનેને એકબીજા પ્રત્યે અંતરંગ આકર્ષણ થયા કરતું. નિર્દોષ ઉંમરનો એ સ્નેહ આગળ જતાં વધવા માંડ્યો. બે વર્ષ પછી તો હીરાભાઈ વગેરે આખું કુટુંબ પાછું મુંબઈ જતું રહ્યું પણ વતનના કારણે વેકેશનમાં કે બીજા કોઈ વ્યાવહારિક પ્રસંગોમાં ખંભાત અવારનવાર આવવાનું થતું. બંનેનાં હૃદય અત્યંત નિકટ આવવાં લાગ્યાં. પ્રેમમાં પરસ્પર વૃદ્ધિ થવા માંડી અંતે એક જ જ્ઞાતિના હોઈ વડીલોએ જ તેમનાં પરસ્પર સગપણ કર્યા. બંને અત્યંત આનંદિત થયાં. એ વર્ષ હતું સંવત ૨૦૭૧નું. હીરાભાઈની ઉંમર ૧૬ તથા સરસ્વતીબહેનની ૧૪ વર્ષ હતી. માણસ ધારે છે કંઈક. કુદરત કરે છે કંઈક! ભવિતવ્યતા અને નિયતિને કોઈ ઓળખી શકતું નથી. બંને હૈયાં અત્યંત ઉલ્લસિત છે પણ કુદરતને બંનેનો સંસાર માન્ય ન હતો. તેથી ત્યાં જ એક આશ્ચર્યકારી ઘટના બની. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના અંતરના આશીર્વાદ સાથે પોતાના અત્યંત વિનીત અને સમર્પિત શિષ્ય વિદ્વાન–તપસ્વી ઉગ્રસંયમી મુનિશ્રી ભાનુવિજયજીને પરિવાર સાથે મુંબઈ મોકલ્યા છે. તેમની વૈરાગ્યસભર વાણીએ મુંબઈમાં જબરદસ્ત આકર્ષણ જમાવ્યું. સં. ૨૦૦૫માં ઈટર સાયંસની પરીક્ષા આપી. હીરાભાઈ કોલેજ છોડી ઝવેરાતની દુકાનમાં લાગી ગયા છે. તેમને પણ પૂજ્યશ્રીની વાણીનું આકર્ષણ થયું. પૂજ્યશ્રીની વાણીનું શ્રવણ ચાલુ થયું. સંસારનું હૂબહૂ વર્ણન.નરક-નિગોદનાં દુઃખો....જન્મ-મરણનાં દુઃખો... આધિ-વ્યાધિ-ઉપાધિઓ વગેરેના વર્ણન સાથે જ અરિહંત પરમાત્માના અનંત ઉપકારની વાતો, વળી પૃથ્વીચંદ્ર-ગુણસાગર ધનાઅણગાર શાલિભદ્ર વગેરેનાં વર્ણનોથી અત્યંત વૈરાગ્યભરપૂર પૂજ્યશ્રીની વાણીના પ્રવાહથી આખી સભા પ્લાવિત થતી અનેક યુવાનોનાં હૃદયમાં પણ ગડમથલો ચાલુ થઈ ગઈ. હીરાભાઈના હૈયામાં પણ આ વાણીએ અસર ઊભી કરી દીધી. ચાતુર્માસ પૂર્ણ થયે વધુ છ મહિના વિચરી ત્રણ મુમુક્ષુઓને વૈ. વદ ૬ના દીક્ષા આપીને પૂજ્યશ્રી પોતાના ગુરુદેવ પાસે પાલિતાણા પહોંચી ગયા. આ બાજુ મુંબઈમાં ગોડીજી ઉપાશ્રય પૂ. આ. પ્રતાપસૂરિ મ., પૂ. ઉપા. ધર્મવિજયજી મ. વગેરે પધાર્યા. તેમના પણ ભગવતીસૂત્રના તાત્ત્વિક પ્રવચનથી હીરાભાઈને વૈરાગ્ય વધવા માંડ્યો. લાલબાગ ઉપાશ્રય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy