SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ત્યારબાદ, ‘સુતેજપ્રસંગગીતો' અને ‘સુતેજભક્તિકુંજ' એ બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં. દરમ્યાન, ગુરુભક્તિનાં પણ ઘણાં ગીતો રચ્યાં. ગહુંલીઓ પણ બનાવી. બ્લેક બોર્ડ' પર લખવા સુવાક્યોનાં ત્રણ પુસ્તકો-‘ધર્મઝરણાં’, ‘પુણ્યઝરણાં’અને ‘સદ્બોધઝરણાં’ નામે પ્રસિદ્ધ થયાં. પૂજ્યશ્રીના સંયમી જીવનનાં ૨૫ વર્ષ પૂરાં થતાં તેનો રૌપ્ય મહોત્સવ મુંબઈ-મુલુંડ મુકામે સંસારી કુટુંબીઓ તરફથી ઊજવાયો. તે પ્રસંગે પ્રવચનમાં મુલુન્ડ શ્રી પાર્શ્વચંદ્રગચ્છના આગેવાનો, તેમ જ ચિમનલાલ પાલિતાણાકર, ઉમરશીભાઈ પોલડિયા, વસનજી ખીમજી વગેરે કચ્છી આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂ. ગુરુજીએ પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજીને ‘સાહિત્યરત્ના’ બિરુદથી વિભૂષિત કર્યાં! તે પહેલાં પૂ. ગુરુજી તરફથી જ ‘સુતેજ’ એ ઉપનામ મળ્યું હતું. અંતરના તાર, રણઝણી ઊઠે એવી પ્રભુ-પ્રાર્થનાઓવાળું અને આત્મનિંદામય ૧૦૮ માળાના મણકા જેમ, મનમાળાના મણકા’ નામે પુસ્તક પ્રસિદ્ધ થયું. પચ્ચીશમી વીરનિર્વાણ શતાબ્દી પ્રસંગે ‘મંગલમ્ ભગવાન વીરો’ યાને ‘મહાવીર જીવન જ્યોત’ નામે વીરજીવન આલેખીને પ્રસિદ્ધ કર્યું, જેની પૂ. પાર્શ્વચંદ્રગચ્છ સ્થવીર પૂ. શ્રી રામચંદ્રજી મહારાજ, પૂ. શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ તેમજ મનસુખલાલ તારાચંદ મહેતાએ પ્રસ્તાવના, આશીર્વચન વગે૨ે લખીને–સૌએ ભૂરિ–ભૂરિ પ્રશંસા કરી! શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પણ પૂજ્યશ્રીના સારા પ્રશંસક હતા. વખતોવખત યોગ્ય પ્રોત્સાહન આપતા. એને લીધે પૂજ્યશ્રીનાં અન્ય માસિકો-સાપ્તાહિકો વગેરે સામયિકોમાં ઘણા લેખો પ્રકાશિત થતા રહ્યા. ધર્મલાભ' માસિકમાં ‘મહિલા મહોદય’ વિભાગનું સુંદર સંપાદન કર્યું. ‘સુનંદા-સુતેજ પુષ્પમાળા’નાં ચૌદ પુષ્પો બહાર પડ્યાં. પ્રથમ શિષ્યા શ્રી બિન્દુપ્રભાશ્રીજી, શ્રી પદ્મગીતાશ્રીજી, શ્રી મનોજિતાશ્રીજી અને શ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી પોતપોતાનાં કાર્યોમાં પ્રવૃત્ત છે. તેમાં સાધ્વીજી શ્રી મનોજિતાશ્રીજી દીક્ષા લીધી ત્યારથી ૧૭ વર્ષથી પૂ. દાદીગુરુ શ્રી સુનંદાશ્રીજી મહારાજની સેવાભક્તિમાં નિમગ્ન હતાં. પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજને લેખનકાર્ય ઉપરાંત જાપમાં પણ એટલી જ પ્રીતિ હતી. અરિહંત પદ અને પાર્શ્વનાથ પ્રભુના કોટિ ઉપરાંત જાપ કર્યા હતા. સંપૂર્ણ નવકારના કોટિ જાપ પણ પૂર્ણ કર્યા હતા. તે સિવાય પણ વિવિધ પ્રકારના જાપ લાખોના પ્રમાણમાં કર્યા હતા. વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ પૂર્ણ થયે પૂ. સાધ્વીજી Jain Education International tooe મહારાજ જૈસલમેર તીર્થની યાત્રાએ પધારેલ. ત્યાં અપૂર્વ પ્રભુભક્તિનો લાભ લઈ બાડમેર તરફ પધારતાં હતાં, ત્યાં ડાબલા અને દેવીકોટ આવતાં વચ્ચે સાંગાનેરી પ્યાઉ પાસે સં. ૨૦૫૦, માગસર વદી ત્રીજના સવારે ૯ કલાકે તેઓશ્રી આકસ્મિક દેવલોક પામ્યાં. બીજા દિવસે–વદ ચોથના બાડમેર શહેરમાં દિવંગત સાધ્વીજીશ્રીનાં અંતિમયાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવેલ. આવાં વિદુષીરત્ન સાધ્વીજી મહારાજના આમ અચાનક ચાલ્યા જવાથી શાસનને અને સ્વસાધ્વી સમુદાયને ન પુરાય તેવી ખોટ પડી છે. (સંકલન : સા. શ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી મહારાજ) તપોનિધિ । પૂ. સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી મ. માંડવી તાલુકામાં કચ્છના કાશી તરીકે વિખ્યાત બનેલા કોડાય ગામે વિ. સં. ૧૯૭૫માં જન્મ લઈ કુળની પરંપરાને ઉજ્વલ બનાવી આત્મગુણોના વિકાસની સાધનાએ પ્રયાણ કરવાના અંતરિયે મનોરથ જાગ્યા અને સિદ્ધક્ષેત્ર પાલિતાણા તીર્થે વિ. સં. ૨૦૦૬ની સાલે પ્રવ્રજ્યાના પંથે સંચરી તત્ત્વજ્ઞા પૂ. સા. જગતશ્રીજી મ. સા.નાં ચરણે જીવન સમર્પિત કર્યું. પૂ.સા. નિરંજનાશ્રીજી નામ ધરાવી ગુરુસેવા, સ્વાધ્યાયરસિકતા, જ્ઞાનોપાસના એ આત્મશક્તિને ગુરુકૃપાના બળે અનુમોદનીય રીતે વિકસાવી. સ્વાશ્રયી જીવન અને કાર્યકુશલતા, અપ્રમત્તપણું એ જીવનના ગૌરવતા ભર્યા ગુણોનાં સ્વામિની બની તપના ક્ષેત્રે પણ જાણે હરણફાળ ભરી ન હોય તેમ સંયમજીવનને વરસીતપ-વર્ધમાન તપની ઓળીઓ અને ૮૩ વર્ષની જૈફ વયે પણ ૧૦૨૪ ઉપવાસ એકાંતરા કરી સહસ્રકૂટની તપસ્યા પૂર્ણ કરેલ છે. તપ દ્વારા અપ્રમત્તતા અને જીવનશુદ્ધતા-આત્મનિર્મલતાને પામી ચારિત્રજીવનની અર્ધશતાબ્દી દીર્ઘપર્યાયને પાર પામી ગયાં છે. ૬ શિષ્યા, ૪૦ પ્રશિષ્યા ગણના વડેરા એટલું જ નહીં પણ પૂ. સા. જગતશ્રીજી ગુરુરાજના પટ્ટધરા શિષ્યા તરીકે આજે ૯૨ વિરતિધારી વિપુલપરિવારના ગુરુણી તરીકેના માનભર્યા સ્થાને બિરાજે છે. આવા તપના તેજે ઝળહળતાં, પ્રકૃતિથી શાંત સમભાવી એવા પુણ્યાત્માના જીવનના ગુણાંશો પામી સ્વજીવનની ધન્યતા અનુભવીએ એ જ ભાવના સહ પૂજ્યશ્રીનાં ચરણે પાવન વંદના.......! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy