SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૮ સંપૂર્ણ કંઠસ્થ કરેલ. આવા તો અનેકવિધ ઉચ્ચત્તમ આદર્શો સહસમૃદ્ધિ સંયમજીવન જીવ્યાં તો આજે પણ એમનાં વિશાળ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીવૃંદમાં ઘણા મહાત્માઓએ વર્ધમાન તપની ૧૦૦ + ૧૩૦ ઓળી પૂર્ણ કરી એમના આદર્શોને જીવંત રાખેલ છે. વંદન હો આવાં વંદનીય.....ત્યાગી.....ગુણિયલ પુણ્યાત્માઓને ! ક્વયિત્રી પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ‘સુતેજ’ કચ્છની પાવન ધરા પર રળિયામણું મોટી ખાખર ગામ છે. એ ધરા પર વર્તમાનમાં સર્વ ગચ્છોમાં તેમજ સ્થાનકવાસીઓમાં પણ ૭૦ આસપાસ દીક્ષાઓ થઈ છે. એમાં મોટી ખાખરની પણ ખરી અને આસપાસનાં ગામોની પણ ખરી. એ પવિત્ર ધરતી પર પિતા રવજીભાઈ અને માતા વેલબાઈને ત્યાં એક પુત્રીરત્નનો જન્મ થયો. જન્મસ્થાન મુંબઈ હતું. બાળાનું નામ કચ્છી ભાષાના સંસ્કારે ઉમરબાઈ ઊર્ફે ઊર્મિલા રાખવામાં આવ્યું. શાંત અને સરળ સ્વભાવી ઊર્મિલા મિતભાષી હતી. પ્રાથમિક શિક્ષણમાં બે ધોરણનો અભ્યાસ કરીને લખતાં-વાંચતાં શીખી. વાંચતાં આવડ્યું તે સાથે જ તેનો વાચનશોખ કેળવાયો. ધાર્મિક વાંચન અને અધ્યયનમાં ખૂબ રસ પડવા લાગ્યો અને પરિણામે આત્માને પુષ્ટિ મળવા લાગી, જીવનને દિશા મળવા લાગી અને વૈરાગ્યભાવના અંકુરા ફૂટ્યા. વિ. સં. ૨૦૦૦માં પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ ઠાણા બે મોટી ખાખર ગામે ચોમાસું પધાર્યાં ત્યારે બાર વર્ષની ઊર્મિલાના હૃદયમાં ગુરુશાનનો પડઘો પડ્યો. સં. ૨૦૦૪માં ફરી તેઓશ્રીનું ચોમાસું થતાં, અને બાળ ઊર્મિલાની વય વધુ પરિપકવ થતાં, સંસારની નિઃસારતાનું ભાન થતાં, ગુરુ-સહવાસનું ઘેલું લાગ્યું. અગાઉ વવાયેલાં ધર્મબીજને અંકુર ફૂટ્યા. એ ચાતુર્માસની શરૂઆતમાં જ ગામમાં એક વૃદ્ધ ગંગામાને સ્વપ્ન આવ્યું કે આપણા ગામની એક દીકરીની દીક્ષા વિ. સં. ૨૦૦૫ના માગસર સુદ ૬ને દિવસે ચડતા પહોરે આ જ ગુરુજી પાસે થશે. ત્યારે હજી ભીતિયાં પંચાંગ આવ્યાં ન હતાં, પરંતુ દિવાળી ઉપર આવ્યાં ને જોયું તો માગશર સુદ ૬ને સોમવાર જ હતો! આટલી વાત પરથી સૌને સમજાયું કે આ વર્ષે નક્કી કંઈક થશે જ. ત્યારે ઊર્મિલાને પણ પોતાનાં સ્વપ્નો સાકાર થવાના સંકલ્પો થવા માંડ્યા હતા. મહાપુરુષો અને મહાસતીઓનાં ચારિત્રવાંચનથી તેને સંયમનો સુંવાળો પંથ અને Jain Education International For Private ચતુર્વિધ સંઘ સંસારનો કાંટાળો રસ્તો સાફ દેખાવા લાગ્યા હતા. પત્ર લખીને મુંબઈ પિતાજીને જાણ કરી. દિવાળી પછી પિતાજીએ દેશમાં આવીને દીકરીની દીક્ષા લેવાની ભાવનાને જાણી, પૂર્ણતાને પિછાણી રજા આપી. જોશી પાસે મુહૂર્ત જોવરાવતાં પેલું મુહૂર્ત જ આવ્યું! ચાતુર્માસના નિયમ મુજબ કારતક વદ ૧ ના ગુરુજી બાજુના ગામે વિહાર કરી પધાર્યા. કુટુંબીઓએ સહમતિપૂર્વક આપેલ મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવી એમ નક્કી થયું. પિતાજીએ સંઘને સઘળી વાતથી વાકેફ કર્યો. બે બે ચાતુર્માસને લીધે પૂ. ગુરુજી પ્રત્યે સર્વની પ્રીતિ-ભક્તિ અજબ જામી હતી. એમાં દીક્ષા નક્કી થતાં સર્વનાં મનના મોરલા નાચી ઊઠ્યા! આટલી નાની વયની બાળાને દીક્ષા આપવાની વાતનો કેટલાકોએ વિરોધ કર્યો. એક ભાઈ તો પૂ. ગુરુજીને ત્યાં સુધી કહી આવ્યા કે, આટલી કુમળી વયની બાલિકાને દીક્ષા આપશો તો ત્રીજા વિહારમાં જ મરી જશે. પૂ. ગુરુજીએ તેમને યોગ્ય ઉપદેશ આપી શાંત પાડ્યા. ગામના આગેવાન ધર્મરાગી શ્રાવક ધનજીભાઈ હીરજીએ પોતાની દીકરી તરીકે મહોત્સવપૂર્વક દીક્ષા આપવાનો નિર્ધાર કર્યો. એ દિવસે હર્ષોલ્લાસપૂર્વક દીક્ષાપ્રસંગ ઊજવાયો. નૂતન વેશમાં નૂતન સાધ્વીજી અત્યંત દીપી ઊઠ્યા. પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં પટ્ટશિષ્યા તરીકે શ્રી વસંતપ્રભાશ્રીજી નામથી ઉદ્ઘોષિત કરવામાં આવ્યાં. તે જ દિવસથી નવદીક્ષિત સાધ્વીજીએ સમસ્ત જીવન ગુરુચરણે સમર્પિત કરી દીધું. પૂ. ગુરુ નિશ્રામાં અર્થસહિત પ્રકરણ જ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત, તર્કસંગ્રહ તથા કાવ્યાદિના જ્ઞાન સાથે પ્રખર વિદુષી બન્યાં. શારીરિક સ્થિતિ નાજુક હોવાથી તપમાં બહુ આગળ વધી ન શક્યાં પણ જ્ઞાનમાર્ગમાં ખૂબ પ્રગતિ કરી, પૂર્વ ક્ષયોપશમથી ક્વયિત્રી અને સારાં લેખિકા બન્યાં. બાળપણથી જ જાગૃત વાંચનશોખમાં તદ્રુપભાવ કેળવી લીધો હતો. સંસ્કૃત-પ્રાકૃત વાંચન ખૂબ જ સારું કર્યું. સંયમી જીવનમાં વાંચનની સુવિધા સાંપડતાં જૈન ધર્મગ્રંથો સાથે અન્ય ધર્મગ્રંથોનો અભ્યાસ કરી વિશેષ સમૃદ્ધ બન્યાં. વળી, ગુરુકૃપાથી ગુરુગુણગીતો અને પ્રભુભક્તિગીતો રચવાની પ્રેરણા જાગી. લેખનકાર્યમાં પણ અવિહડ પ્રીતિ જાગી. સંયમી જીવનના સાતમા વર્ષથી ગીતો રચવાં લાગ્યાં. પ્રસંગગીતો બનાવવા લાગ્યાં. લેખોનું પ્રથમ પુસ્તક ધર્મસૌરભ’ અને ગીતોનું પ્રથમ ‘વસંતગીતગુંજન’ બહાર પડ્યાં. ત્યાર બાદ દીક્ષા જીવનસંવાદની બે પુસ્તિકાઓ પ્રકાશિત કરી સંસારી જીવન અને સંયમી જીવન વિશે પ્રકાશ પાડ્યો. આવા ગ્રંથોથી, ગીતોથી દીક્ષાપ્રસંગોએ ધર્મનો પ્રભાવ વ્યાપી વળતો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy