SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શણગાર ઉતારી અણગાર જીવનના શણગાર સજી, સા. હંસશ્રીજી મ. નામ ધારણ કરી પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી વિ. દાનસૂરિ મહારાજા પૂ. સિદ્ધાંત મહોદધિ આ. . શ્રી વિ. પ્રેમ સૂ. મ., પૂ. તપાગચ્છ વિભૂતિ સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મહારાજા પૂ. આ. ભ. શ્રી વિ કનકચંદ્ર સૂ. મ. આદિ મહાપુરુષોનાં મહિમાશાળી આશિષ પામી તેઓ પુ. સા. શ્રી દર્શનશ્રીજી મ.નાં શિષ્યા બની સંયમજીવનમાં પ્રવેશ્યાં. સદગુરુસેવા-સમર્પણની વૃત્તિ અને સ્વાધ્યાયવ્યાસંગ’ આ છે સંયમજીવનનો રંગ. આ પંક્તિને પ્રાણથી પણ પ્યારી માનનારાં શ્રી હંસશ્રીજી મ. આતમહંસની રમણતા સાધવા, સંયમજીવનની ફલશ્રુતિ પામવા, સાધના જીવનમાં રાતદિવસ મસ્તવ્યસ્ત રહેવા માંડ્યાં અને જ્ઞાન-ધ્યાન તપ-જપત્યાગ-તિતિક્ષા-સુશ્રુષા-વિનય-વૈયાવચ્ચ આદિ બહુવિધ ગુણમૌલિકનો ચારો ચરતા આ ‘હંસે' પોતાના સંયમદેહને પુષ્ટ બનાવ્યો! મૌનમુદ્રા એ તો જાણે તેઓશ્રીનો મુદ્રાલેખ બની ગયો અને અપ્રમત્તભાવ એ તો જાણે તેઓશ્રીનું અપરનામ બની ગયું! સંયમપર્યાયની વૃદ્ધિની સાથે પરિણામની વૃદ્ધિ પણ આત્મસાત્ કરતાં સા. હંસશ્રીજી મ. સમુદાયમાં એક અદના આરાધક તરીકે પંકાયાં. ગુરુજનની સેવામાં સદા સમર્પિત રહેનારા આ સાધક મહાત્માને સ્વયં ગુરુતા પ્રાપ્ત થવા લાગી. પાંચ શિષ્યા અને ચાલીશ આસપાસ શિષ્યા-પ્રશિષ્યા આશ્રિતોનો વિશાળ પરિવાર ધરાવનારાં આ સાધ્વીવર્યા આગળ વધીને એક પાવનીય પળે પ્રવર્તિનીના પાવનકારી પદે પ્રસ્થાપિત થયાં અને પૂજ્યપાદ ભારતવર્ષાલંકાર જૈનશાસનના દિવ્યજ્યોતિર્ધારી તપાગચ્છાધિરાજ સૂરિચક્રચક્રવર્તી આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મહારાજાધિરાજાના સુવિશાળ-સુવિશુદ્ધ અને સુવિખ્યાત સમુદાયમાં એક અગ્રગણ્ય અનુપમ આરાધક, આદરણીય સ્થાન શોભાવનારાં એક શ્રેષ્ઠશ્રમણીના સ્વરૂપમાં ઝળહળી રહ્યાં હતાં. છેલ્લાં ૧૬ વર્ષથી તેઓશ્રીના પગની શારીરિક તકલીફના કારણે બૃહસ્રાબ્લીગણ તેઓશ્રીને ખુરશીમાં બેસાડી ખભે ઉપાડી અને વિહારાદિ કરાવતાં-ખુરશી ઉપાડવા માટે પણ સાધ્વીગણ પડાપડી કરતાં.....અરે....શત્રુંજયગિરિરાજની યાત્રા પણ સ્વયં સાધ્વીવૃંદે ખુરશીમાં ઉપાડીને ઘણી કરાવી છે. આ ખરેખર! તેઓનું અજબ-ગજબનું પુણ્ય સાથે નિસ્પૃહતા પણ અપરંપાર હતી. આવા અનેકાનેક ગુલાબોથી મઘમઘતા જીવનઉપવનનાં સ્વામી, ૨૫૦થી વધુ અંક ધરાવતા વિશાળ શ્રમણીવૃન્દનું સુસફળ નેતૃત્વ અદા કરતાં પૂ. સા. શ્રી હંસશ્રીજી મહારાજ પોતાના શિષ્યાવૃન્દથી વહન કરતાં અમદાવાદ-સાબરમતી સૂરિરામ-સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગને નજરે નિહાળવા પધાર્યા હતાં પરંતુ આયુષ્યનો કોઈ ભરોસો નથી. પ્રતિષ્ઠા પૂર્વે જ પો. વદ ૦+૮ ના તેઓ સુવિશાળ ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામી ગુરુભક્તિનો એક આદર્શ ઇતિહાસ રચી ગયાં. ધન્ય હો સાથ્વીરના પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી હંસશ્રીજી મ. ને! જીવનની જાજ્વલ્યમાન વિગતો! જન્મ : છાણીગામ-૧૯૭૩, સંયમ : ૧૯૮૯ વૈશાખ સુ. ૬, છાણી. સંસારી નામ : હસમુખબહેન, સાધ્વીનામ : પૂ. હંસશ્રીજી મ., માતુશ્રી : મંછાબહેન, ગુરુણીજી : પૂ. દર્શનશ્રીજી મ., પિતાશ્રી : હિંમતભાઈ, પ્રવર્તિનીપદ : ૨૦૪૦ મુંબઈ, કાળધર્મ : ૨૦૫૮, પોષ વ. ૭+૮, અમદાવાદ, સાબરમતી. વર્ધમાન તપોનિધિ પૂ. સાધ્વીશ્રી જગતશ્રીજી મ. ભારતની ભોમકા ધર્મભૂમિ અને તપોભૂમિ તરીકે ખ્યાતનામ બનેલી છે. એમાં પણ કચ્છની કમનીય ધરતીએ ગુંદાલા ગામે સં. ૧૯૪૩ના જન્મ લઈ ખીમઈબાઈ નામે બાલ્યજીવનની યાત્રા પ્રારંભાઈ પણ જીવન કાંઈક નોખું-અનોખું જ બની રહેલ. જિનભક્તિ, સમ્યક જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર ઝંખના, સત્સંગની અભિરુચિ, સ્વાધ્યાયમાં લીનતા આવા ગુણો સહજતાએ પ્રાપ્ત કરી સંસારવિરક્તિના ભાવોમાં રમતાં રહી સં. ૧૯૯૯માં કચ્છના દેવપુરગામે સ્વાધ્યાય રસિક પૂ. રૂપશ્રીજી મ.નાં શરણે ૫૦ વર્ષની ઉંમરે સંયમ સ્વીકારી, પૂ. જગતશ્રીજી મ. નામ ધરાવી, વિરલ વૈરાગ્યભાવ અંતરે જગાવી તપ-ત્યાગતિતિક્ષા-સેવા-સ્વાધ્યાય-સમર્પણભાવયુક્ત સંયમજીવનને સાધનાના ક્ષેત્રે સોપાનો સર કરતાં રહ્યાં તે પૈકી ‘તપ તો એમના જીવનનું જાણે અમૃત” એ ભાવે જૈફ વયે પણ માસક્ષમણના નિરાશંસ ભાવે આયંબિલનું જ તપ કરતાં.....જ્ઞાનોપાસના પણ કેવી અનેરી કે શાસ્ત્રગ્રંથોનું વાંચન કરી અને ઉત્તરાધ્યયનસૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy