SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ loor પખાળી મુંબઈ તરફ વિહાર કર્યો. અત્યાર સુધી ગુરુ સાથે જ્યાં જ્યાં કુમકુમ પગલે પધારતાં ત્યાં ત્યાં ધર્મસ્રોતસ્વિની વહી નીકળતી. હવે મુંબઈ પધાર્યાં. પ્રથમ ચાતુર્માસ કચ્છી જૈન મહાજનવાડી, પાર્લા ગલી, ભાતબજારમાં થયું. શ્રોતાજનોથી મહાજનવાડી ઊભરાવા લાગી. આ ચાતુર્માસમાં વીરવાણીનો પ્રકાશ આખા મુંબઈ પર પથરાઈ ગયો. અનેકવિધ તપસ્યાઓ થઈ. તપસ્વીઓએ આકરાં તપ કરીને કર્મો ખપાવ્યાં. તેમનાં શિષ્યા સાધ્વીશ્રી સ્વયંપ્રશાશ્રીજીએ પહેલીવાર ૫૧ ઉપવાસની તપસ્યા ભારે સમતાભાવથી કરી તેમનો પારણાં-મહોત્સવ ઠાઠમાઠથી ઊજવાયો. મુંબઈમાં આઠ વરસની સ્થિરતા દરમિયાન પોતાનાં અને પરિવારનાં અલગ અલગ ૧૭ ચાતુર્માસોનો લાભ મુંબઈ શહેરને મળ્યો. એક ચોમાસું પૂના ઉનાવાસીઓની તેમજ બચુભાઈ વિકમ પરિવારની વિનંતીથી જાહોજલાલીપૂર્વક થયું. ત્યાં પણ તપની હેલી જામી. ૧૭ મહાપૂજનો સાથે ૧૧ ભાગવતી દીક્ષાઓ મુંબઈના આંગણે થઈ. છ વ્યક્તિના એક કુટુંબને પ્રતિબોધી આપેલ દીક્ષા પ્રસંગે હિન્દમાતા, દાદર, ચર્ચમાં ૨૫ હજાર ઉપર જનસંખ્યા હાજર હતી. એ ચાતુર્માસિક ઠાઠ, એ દીક્ષાપ્રસંગો, એ પૂજનો, એ મહોત્સવો કદી ભૂલ્યાં ન ભુલાય એવી છાપ ઉપસાવી ગયાં. હજારોની સભામાં સાધ્વીજી તરીકે વ્યાખ્યાનો આપવાં, પાટ ઉપર બિરાજમાન થયેલ પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજને નીરખવાં એ એક આનંદનો પ્રસંગ બની જતો. પૂજ્યશ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન–નાગોર, બિકાનેર, જોધપુર, જેસલમેર, મહારાષ્ટ્ર-પૂના, જુનર, મંચર, આંબેગામ સુધી વિચરી સાચા ધર્મપ્રભાવિકા બન્યાં. જિનમંદિરોના જીર્ણોદ્ધાર, નૂતન જિનમંદિર, જ્ઞાનમંદિર, ઉપાશ્રયનાં નિર્માણ આદિ કાર્યો પણ તેમના ઉપદેશથી બહુ મોટી સંખ્યામાં થયાં. પંચપદરા નૂતન જિનમંદિરના જિનભક્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક કરોડ ૩૦ લાખની ઉછામણી થઈ ત્યારે એક આચાર્યશ્રી કરતાં પણ સવિશેષ પ્રભાવ પૂ. શ્રી સુનંદાશ્રીજીનો હતો, એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. સં. ૨૦૪૫નું ચાતુર્માસ પોતાની જન્મભૂમિમાં કરી, ૪૫ છોડનાં ઉજમણાં સાથે, પોતાના ૫૬ વર્ષના સંયમપર્યાયનો મહોત્સવ ઊજવ્યો. આ પ્રસંગ પણ અવિસ્મરણીય છે. પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સંયમપર્યાયમાં એક એકથી ચડિયાતાં ચાતુર્માસ થયાં, મહાન શાસનપ્રભાવના પ્રવર્તી. તેઓશ્રી ૭૪ વર્ષની વયે, તત્ત્વત્રયીની સાધના અને રત્નત્રયીના Jain Education International For Private ચતુર્વિધ સંઘ સંશોધનપૂર્વક જોધપુર મુકામે વિ. સં. ૨૦૪૯ના સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. એવાં એ પરમ આદરણીય શ્રમણીરત્ના પૂજ્યશ્રી સુનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજના સંસારી કુટુંબમાંથી દીક્ષિત આત્માઓની નામાવલિ સંસારી કાકા : સ્વ. પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. સંસારી કાકાના સુપુત્રો : સ્વ. પૂ. શ્રી મહોદયસાગરજી મ., સ્વ. પૂ. પન્યાસ શ્રી અભયસાગરજી મ. સા. પોતાના મામા : પૂ. શ્રી અમૃતવિજયજી મ. સા. સંસારી કાકી : પૂ. શ્રી સદ્ગુણાશ્રીજી મ. કાકાની સુપુત્રી : પૂ. શ્રી સુલસાશ્રીજી મ. કાકીનાં બા : પૂ. શ્રી અજિતાશ્રીજી મ. પોતાની નાની બહેન : પૂ. શ્રી સુમંગલાશ્રીજી મ. (શિષ્યા). બીજી નાની બહેનની સુપુત્રીઓ : પૂ. હિતોદયાશ્રીજી મ., પૂ. સુરક્ષાશ્રીજી મ. પૂ. વિશ્વોદયાશ્રીજી મ. નાની બહેન સુભદ્રાબહેન : પૂ. શ્રી સંયમગુણાશ્રીજી મ. તથા ભત્રીજી : પૂ. શ્રી કૃતિનંદિતાશ્રીજી મ. પ્રવર્તિની પૂ. સાધ્વીજીશ્રી હંસશ્રીજી મ. જૈનશાસનના વિશાળ પટાંગણમાં શોભતા સુરિરામના ‘આરામ’ માં અનેક આરાધકોનાં આમ્રવૃક્ષો આરાધનાની ઘેઘૂર ધરાથી શોભી રહ્યાં છે. તેમાં શોભતાં સાધનાના સુરવૃક્ષ સમા સાધ્વીશ્રી હંસશ્રીજી મહારાજ પોતાની સાધના સૌમ્યઆભાસુપ્રસન્નતા-સ્વાધ્યાય મગ્નતા-સદામૌન પ્રાયઃ વૃત્તિ આદિ પોતાની આગવી ગુણસમૃદ્ધિ દ્વારા શ્રમણીવૃંદમાં એક વિશિષ્ટ અસ્મિતા ધરાવતાં હતાં. ગરવા ગૌરવ દેશમાં ગૌરવવંતા છાણી ગામમાં પુણ્યવાન પિતા હિંમતલાલ તથા માતુશ્રી મંછાબહેનની રત્નકુક્ષિએ જન્મીને તેઓએ નામ ધારણ કર્યું હસમુખબહેન! જિન જનાજ્ઞા અને જિનાજ્ઞાનુસારી સાધુસાધ્વીજી ભગવંતોએ હસમુખબહેનની મોહમસ્તીને મહાત કરી નાખી તેમાં પણ સા. શ્રી દર્શનશ્રીજી મ.નાં સૌમ્યદર્શનથી તો જાણે તેઓ સમ્યગ્દર્શનમાં સફળતા પામી ચૂક્યા! સંસારમાં સુસ્તી કર્મ સાથે કુસ્તી અને મોક્ષની મસ્તી આ ત્રિભેટે ઊભેલાં મુમુક્ષુ હસમુખબહેન શ્રી દર્શનશ્રીજી મ.નાં આશિષ મેળવી, સંસારના Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy