SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ લ તવારીખની તેજછાયા આવી અસહ્ય વેદનામાં શ્રી નવકારમંત્રનો જાપ અને જિનાજ્ઞાનો ખપ અજબગજબનો હતો. સૃષ્ટિના સનાતન નિયમાનુસાર વિ. સં. ૨૦૪૯ મહા વદ-૪ ની સંધ્યાએ ગુરુદેવ નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યાં. અંતમાં એ જ કે ગુરુદેવ દેહથી ભલે દૂર થયાં, ભાવથી સાથે જ છે. હે ગુરુદેવ! જીવનની ડાળીએ મુક્તિનાં મધુરાં ફળો પ્રાપ્ત કરવાં દિવ્યદૃષ્ટિનાં દાન કરજો અને આપનો આત્મા શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરી પરમાત્મ પદને પામો એવી અંતરની અભિલાષા. ચરણામ્બુજસેવી હેમલતાશ્રીની વંદના! શ્રી પાર્શ્વચંદ્રગચ્છનાં રત્ન, પ્રખર પ્રવક્તા વિદુષી પૂ. સા. શ્રી સુનંદાશ્રીજી મ૦ લેખિકા : સા. શ્રી વસંતપ્રભાશ્રીજી ‘તેજ’ વિ. સં. ૧૯૭૪માં પૂ. પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા અંગીકાર કરી એ જ વરસે યોગાનુયોગ મહેસાણા તાલુકાના ઉનાવા (મીરાદાતાર) ગામમાં ધર્મનિષ્ઠ શ્રાવક બબલદાસ ન્યાલચંદનાં ધર્મપત્ની હીરાબહેનની કુક્ષિએ એક પુત્રીરત્નનો જન્મ થયો. શક્રના (ઇન્દ્રના) આવાસમાંથી જ અવતરી હોય તેમ માતા-પિતાએ નામ પાડ્યું શકરીબહેન. શાળામાં હંમેશાં અવલ્લ દરજ્જે પાસ થતાં શકરીબહેન ૮ વર્ષનાં થયાં ત્યારે સં. ૧૯૮૧માં પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજ ઠાણા ૨ ચોમાસું પધાર્યાં. શકરીબહેન નિયમિત દર્શન-શ્રવણ અર્થે જતાં. એમાંથી તે ગુરુ પ્રત્યે એવાં આકર્ષિત બન્યાં કે, એમણે દૃઢ નિશ્ચય કરી લીધો કે, આ જ મારા ગુરુ, હું એમની શિષ્યા બનીશ. એવો સંકલ્પ ઉચ્ચારતી બાળાનું ભાવિ સાચું નીવડ્યું. પ્રાથમિક શાળામાં ૭ ધોરણનો અભ્યાસ પૂરો કરી, સોળ વર્ષની સમજણ પ્રાપ્ત કરીને પણ આ બાળા એ જ વાક્ય રટતી રહી, ત્યારે તેની સમવયસ્ક સખી ચંદ્રાનો પણ સાથ સાંપડ્યો. એણે પણ કહ્યું કે આપણે બંને સાથે દીક્ષા લઈશું. તારા ગુરુ એ જ મારા ગુરુ. એમ ગુરુ પણ નક્કી કરી, બંને બહેનપણીઓએ ધર્મનો અભ્યાસ વ્યવસ્થિતપણે શરૂ કર્યો. બંને બુદ્ધિશાળી બાલિકાઓ ઉપાશ્રયનાં આગેવાન શ્રાવિકા સમરતબહેન પાસે ભણવા લાગી. શકરીબહેન સાથે તેમનાં સગાં કાકા-કાકી અને તેમનાં બે દીકરા-દીકરી પણ અભ્યાસ કરવા લાગ્યાં. આમ, એક કુટુંબમાંથી પાંચ દીક્ષાર્થીઓ એકીસાથે તૈયાર થયા પણ નાની બાળાઓને દીક્ષા આપવા માટે જાગેલા વિરોધવંટોળમાં આ બાળાઓ અટવાઈ ગઈ. આખરે સત્યનો વિજય થતાં શ્રી પાર્શ્વચંદ્રગચ્છના શિરોમણિ રૂપ પૂ. શ્રી જગતચંદ્રજી મહારાજ (બાવાજી), પૂ. શ્રી સાગરચંદ્રજી મહારાજ Jain Education International ૦૫ સપરિવાર ઉનાવા પધાર્યા અને પૂજ્યશ્રીની શુભ પ્રેરણાથી વિ. સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૩ ના દીક્ષાદિવસ નિર્ધારિત થયો. અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક બંને કુમારિકાઓને ભારે ઠાઠથી દીક્ષા આપવામાં આવી. કારણ સંયોગે ચંદ્રાબહેનનું નામ પૂ. શ્રી ચારિત્રશ્રીજી રાખી પૂ. શ્રી મહોદયશ્રીજી મહારાજનાં શિષ્યા અને શકરીબહેનનું નામ પૂ. શ્રી સુનંદાશ્રીજી રાખી પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. વિધિની વિચિત્રતાના યોગે પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજ આ શુભ પ્રસંગે હાજર ન હતા. તેમને તારથી ખબર આપવામાં આવ્યા. બાળપણમાં બોલેલાં વચનો યથાર્થ કરી, કસોટીમાંથી પસાર થઈ સુવર્ણરૂપ બનેલાં પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ જ્યારે પોતાનાં ગુરુણીને મહેસાણા મુકામે મળ્યાં ત્યારે કષ્ટપૂર્વક ઇષ્ટને મેળવવાનો અવર્ણનીય આનંદ અનુભવ્યો અને ગુરુભાવમાં આરોપિત બની ગયાં. અમદાવાદ– શામળાની પોળે વૈશાખ સુદ ૩ના દિવસે બંને નૂતન સાધ્વીજીઓને વડી દીક્ષા આપવામાં આવી. પૂજ્યશ્રીએ પ્રકરણજ્ઞાન તો પહેલેથી જ મેળવેલ હતું. અર્થજ્ઞાન બાકી હતું તે પૂર્ણ કર્યું. પૂ. ગુરુણીએ પંડિત રોકીને સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યનો અભ્યાસ કરાવ્યો. આગમ આદિના વિપુલ સાહિત્યવાચનથી સભ્યજ્ઞાન પુષ્ટ બન્યું. પ્રાકૃતનું જ્ઞાન મેળવી શાસ્ત્રવાચન સમૃદ્ધ બનાવ્યું. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસથી અને તર્કસંગ્રહ આદિ ન્યાયના શાસ્ત્રીય જ્ઞાનથી દ્વાદશાંગીનો સાર જાણ્યો. આ રીતે પોતાના ક્ષયોપશમ મુજબ વિદ્વત્તા અને વાણી એકરૂપ બન્યાં. વિશિષ્ટ પ્રકારની વક્તૃત્વશક્તિ ખીલતી રહી. તેઓશ્રી આ વિદ્વત્તા અને વાક્ચાતુર્યથી પાટ પર બેસીને કે ઊભા થઈને વ્યાખ્યાન આપતાં ત્યારે ગહન વિષય સાવ સરળ બની જતો. અનુપમ શૈલીના અજબ આકર્ષણથી સર્વ શ્રોતાજનો ડોલી ઊઠતાં. ગુરુનિશ્રામાં રહી જ્યાં પધારતાં ત્યાં ધર્મયુગ મંડાઈ જતો. પછી એ સ્થાન શહેર હોય કે ગામડું, ત્યાંનાં લોકો ધર્મમય વાતાવરણમાં આનંદી ઊઠતાં. તેઓશ્રીનો શિષ્યા-પરિવાર પણ સુયોગ્ય અને સુવિનીત હતો. પરિણામે, એક એક ચાતુર્માસ, એક એક તહેવાર, એક એક મહોત્સવ સૌનાં દિલમાં હર્ષની અમીવર્ષા વરસાવી જતો. એક એક ઉજ્વલ પ્રસંગો આલેખતાં ગ્રંથસ્વરૂપ બની જાય, એવી તેમની નિશ્રાનો પ્રભાવ હતો. વિલક્ષણ છતાં સરળ સ્વભાવી, ઉપરથી કઠોર છતાં અંતરથી કોમલ વ્યક્તિત્વ ધરાવતાં પૂજ્યશ્રી વર્ષો સુધી ગુરુનિશ્રામાં વિચર્યાં. શિષ્યા-પ્રશિષ્યા પરિવાર વધતાં ગુરુઆજ્ઞાથી વિ. સં. ૨૦૨૩ થી અલગ ચાતુર્માસની આજ્ઞા થઈ. ગુરુણીના અંકમાં મસ્તક મૂકી, વિયોગનાં આંસુથી ગુરુનાં ચરણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy