SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪ વિ. સં. ૨૦૬૧ના માગસર વદ-૨-ના ૭૫મા વર્ષમાં પ્રવેશ કર્યો. ૧૦૨ વર્ષની ઉંમરે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. વંદન હો પરમોપકારી પૂજ્યશ્રીને!” કે જેમણે સ્વાર્થનો ત્યાગ કરી, સંપૂર્ણ જીવન પરમાર્થમાં પસાર કરતાં, અનેક સંયમાત્માને સંયમમાં સ્થિર કર્યા અને સ્વાત્માને સંયમ સ્વીકાર્યા પછી, સમ્યક્ દર્શનને મેળવવા, નિર્મળ બનાવવા અને સ્થિર કરવાના સદ્ભાવથી, ‘સકિત દાતા, સુવિ. ગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પુસ્તકોનું વાચન કરતાં રહ્યાં અને આજે પણ અન્ય પાસે કરાવી રહ્યાં છે! પૂજ્યશ્રીજીના, હેમ સમાન શીતલતાદિ ગુણોમાંથી સ્વાત્માને સુરક્ષિત બનાવવા, સ્વલ્પગુણોને પામવા પ્રયત્નશીલ બનીએ એ જ એકની એક શુભાભિલાષા......... પૂજ્યશ્રીના ગુરુભક્તો કલકત્તા તરફથી પરમવિદુષી વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ ગુરુદેવ પૂ. સા.શ્રી ચારિત્રશ્રીજી મ. સાહેબ –પૂજ્યપાદ્ ગુરુદેવના જીવન વિષે લખવું એટલે અનુભવ અબ્ધિને કલમના કિનારે બાંધવો. ગુણદિવાકરની સામે દીવડી ધરવી. સહસ્ર કિરણોથી પ્રકાશિત પ્રચંડ સૂર્ય સામે મશાલ ધરવા જેવું થાય. એમનાં ઓજ અને તેજ રેલાવતા અણગારજીવનને અક્ષર દેહથી કેમ ઓપ આપવો! ગુરુદેવની વાણીમાં મીઠાસ હતી તો તેમની આંખોમાં અમી હતું. બુદ્ધિમાં તીક્ષ્ણતા હતી તો જીવનમાં સરળતા હતી. પ્રભુભક્તિમાં તલ્લીનતા હતી તો ગુરુભક્તિમાં તન્મયતા હતી. ગોચરીમાં નિર્દોષતા હતી તો વ્યવહારમાં નિષ્કપટતા હતી. જીવમાત્ર પ્રત્યે વાત્સલ્ય હતું તો જડ પ્રત્યે વૈરાગ્ય હતો. સ્તવનોમાં કંઠ મધુર હતો તો હિતશિક્ષામાં વૈરાગ્ય હતો. વિહારમાં થાક ન હતો તો અધ્યયન-અધ્યાપનમાં આરામ ન હતો. સ્વભાવમાં સરળતા હતી તો વાણીમાં મીઠાશ હતી. વાત્સલ્યમાં સાગરતુલ્ય હતાં તો સંકલ્પમાં મેરુતુલ્ય હતાં. આવા અનેકાનેક ગુણોથી ગુરુદેવ શોભી રહ્યાં હતાં. પૂજ્યપાદ ગુરુદેવનો જન્મ વિ. સં. ૧૯૬૭માં ગોંડલમાં થયો. બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામી વૈરાગ્યનું નિમિત્ત મળતાં ૨૨ વર્ષની યુવાનવયે ૫.પૂ. સૌમ્યમૂર્તિ ચંપકશ્રીજી મ.સા. પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ ચંચળબહેન હતું. વિ. સં. ૧૯૮૯ના મહા સુદ-૧૦ ના દિવસે અમદાવાદમાં દીક્ષા લીધી અને ચંચળબહેન ચારિત્રશ્રીજી મ. સા. બન્યાં. તપ-ત્યાગ Jain Education International ચતુર્વિધ સંઘ જ્ઞાન-ધ્યાન-જાપ અને વૈયાવચ્ચ વગેરે અનેક ગુણોથી શોભતાં ગુરુદેવનું વ્યક્તિત્વ જાજરમાન બન્યું. ગુરુદેવ આકૃતિથી અનોખાં અને પ્રકૃતિથી પ્રભાવશાળી હતાં. પૂજ્યશ્રીને જ્ઞાનરુચિ બહુ હતી. વ્યાકરણ-ન્યાય તથા જૈનદર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. સૂત્રશુદ્ધિનો વધુ આગ્રહ રાખતાં. થોડાં જ વર્ષોમાં જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા સાધ્વીવર્ગમાં ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીનો શિષ્યા-પ્રશિષ્યા પરિવાર પણ વિશાળ હતો. ૩૭ ઠાણાના વડેરા હતાં. ૩૭ શિષ્યા-પ્રશિષ્યાનું સુકાન તેમના હાથમાં હતું. આજ તેમના આશીર્વાદથી ૪૭ સંયમી જીવો સુંદર આરાધના કરી રહ્યા છે. અમને સંયમ આપતાની સાથે જ હરપળ પૂજ્યશ્રીના દિલમાં એકભાવ ઘૂંટાતો હતો કે “હું નાની સાધ્વીઓને ખૂબ ભણાવું......' પ્રભુભક્તિ અપૂર્વ હતી. ત્રિકાળદર્શનનો નિયમ હતો. કલાકો સુધી પ્રભુભક્તિમાં લીન બનેલાં હર્ષાશ્રુ વહાવતાં અમે પ્રત્યક્ષ દીઠાં છે. પ્રશાંતમૂર્તિ ૫. પૂ. ચંપકશ્રીજી મ.સા. ની ભક્તિ પ્રસન્નચિત્તે કરી છે. ગુરુદેવની અંતિમ બિમારી સમયે પરિવારને યાત્રાર્થે મોકલી સ્વયમેવ ગુરુભક્તિ કરી જીવન ધન્ય બનાવ્યું છે. અમારા સૌના સંયમ જીવનને પૂજ્યશ્રીએ જ ઘડ્યું છે. અમે તો કેવાં હતાં? “આવ્યો કોર્ટે તવ હાથ સ્નિગ્ધ પથરો' બેડોળને કંકરો શિલ્પી! તે રૂપ-ઘાટ-નૂર અરપી ચૈતન્યવંતો કર્યો.'' પૂજ્યશ્રીને જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદમાં સ્થિરવાસ કરવો પડ્યો. ડોળીનો ઉપયોગ પણ જવલ્લે જ કર્યો. એ પણ એક દિવસના વિહાર પૂરતો જ. જંધાબળ ક્ષીણ થતાં સ્થિરવાસમાં જાપમાં લયલીન બન્યાં. ૮ કરોડ, ૮૮ લાખ ૮૮ હજાર ૮૮૮ નો ‘ૐ હ્રી ગર્દમ્'નો જાપ કર્યો. ઉપરાંત શાંતિનાથ ભ.ની રોજ ૩૦૦ નવકારવાળી ગણતા......અંતિમ છેલ્લા છ મહિનાની વેદના અસહ્ય હતી. છ માસ પૂર્વે મગજમાં લોહીનું સરક્યુલેશન અટકી ગયું. બીજાં અનેક દર્દોથી ઘેરાયેલાં હતાં. સંથારે શયનના કારણે ‘બેડશોર’ પડી ગયા. બિમારીમાં સમતાસમાધિ અજોડ હતાં. બેડશોરો’ના ખુલ્લા ઓપરેશન સમયની વ્યાધિમાં પણ એક જ રટણ હતું. ‘નાથ પરમશક્તિશ્વ' સહન કરવું સાધુનો મુદ્રાલેખ છે. ક્ષમા વિના સાધુ શોભે નહીં. પાપથી ડરે તે પાકો સંત......ઓપરેશન પછીની સમતા જોઈ ડૉક્ટરો પણ દિગ્મૂઢ બની ગયા. એ સ્થિતિ યાદ આવતાં શબ્દો સરી પડે છે : “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે ગુરુદેવનાં ચરણમાં વંદના હો અગણિત.” For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy