SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મ.ની નિશ્રામાં સંયમજીવનની સાધના-આરાધનામાં આગળ વધવા માંડ્યાં. વિ. સં. ૧૯૮૪ના ફાગણ સુદ બીજના દિવસે પરમગીતાર્થ પૂ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મ.ના વરદહસ્તે સુરત નેમુભાઈની વાડીમાં પોતાના શુભાભિધાનથી ચતુર્વિધ સંઘ સમક્ષ તેઓશ્રીની વડી દીક્ષા થઈ ને તેઓની પોતાના સાધ્વી સમુદાયનાં પ્રથમ સાધ્વીજી તરીકે સ્થાપના થઈ. ગુરુનિશ્રાએ વિચરતાં તેઓએ અનેક આત્માઓને વૈરાગ્યથી વાસિત બનાવ્યા, જેના ફળ સ્વરૂપે વિ. સં. ૧૯૮૮થી તેઓનો શિષ્યા-પ્રશિષ્યા પરિવાર વધવા માંડ્યો, જેમાં પૂ. સા. શ્રી ચિંતામણિશ્રીજી મ., પૂ.સા. શ્રી ઝરમરશ્રીજી મ., પૂ.સા. શ્રી સુમંગલાશ્રીજી મ., પૂ. બાલસાધ્વી શ્રી અનુપમાશ્રીજી મ., પૂ.સા. શ્રી ઉષાપ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી નિર્મયાશ્રીજી મ., પૂ. બાલસાધ્વી શ્રી ઇન્દુરેખાશ્રીજી મ. આદિનો સમાવેશ થાય છે. કાવ્યરચનામાં કુશાગ્ર બુદ્ધિ ધરાવનાર સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજે પોતાના અલ્પ સંયમપર્યાયમાં પણ ચૈત્યવંદનો, સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ, રાસો, પદ્યાનુવાદ, ગહુંલીઓ, દુહાઓ, સંવાદો આદિ અનેક અદ્ભુત કૃતિઓનું સર્જન કર્યું હતું. તેઓશ્રીના જીવનની એક અદ્ભુત અલૌકિક અને ચમત્કારિક ઘટના જાણવા જેવી છે. વિ. સં. ૨૦૦૯ લગભગ પૂ.સા. શ્રી જયાશ્રીજી આદિ છ ઠાણા સાથે તેઓ બ્યાવર ચોમાસું કરી પિંડવાડા પાસે અજારી સરસ્વતી મંદિરે દર્શનાર્થે પધાર્યાં. ખાડા-ટેકરા ને પથરાળ રસ્તો ઉલ્લંઘી સરસ્વતી મંદિરે પહોંચ્યાં તે પહેલાં પૂજારી સરસ્વતી દેરીનો દરવાજો બંધ કરી તાળું લગાવી જતો રહ્યો હતો હવે શું થાય? દર્શનની ખૂબ જ ભાવના હતી આટલું ચાલીને આવ્યાં ને દર્શન નહીં થાય? એ વખતે લક્ષ્મીશ્રીજી મ. આંખ મીંચીને બેસી ગયાં ને ભાવવાહી શબ્દોમાં સરસ્વતીની સ્તવના શરૂ કરી– અડધો-પોણો કલાક થતાં જ ચાલુ સ્તવનમાં આપોઆપ દેરીના બન્ને દરવાજા ખૂલી ગયા ને સર્વે સાધ્વીજીને સરસ્વતીનાં દર્શન થયાં. આ પ્રસંગના સાક્ષી સા. શ્રી અનુપમાશ્રીજી આજે પણ હાજર છે. —પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી રચિત સરસ્વતીસ્તોત્ર :“મા સરસ્વતી! વિદ્યાની દેનારી મા તું ભગવતી...... તું મૂરખને પંડિત કરતી, અજ્ઞાનપણું તિમિર હરતી જ્ઞાનપ્રકાશ-દીપક ધરતી......મા સરસ્વતી......૧ Jain Education International For Private ૦૧ કેઈ ઋષિ મુનિ ચરણે નમતો, વિધવિધ વચને ગુણો સ્તવતાં મા પ્રસન્ન થઈ કરુણા કરતાં.....મા સરસ્વતી....... ૨ અમે દૂર દેશાંતરથી આવ્યાં, તુજ દર્શનથી મન ઉલ્લસાયાં, ઘો વાણીમાં વર સુખદાયા......મા સરસ્વતી.......૩ અમ અજ્ઞાનને દૂર કરજો, મા જ્ઞાનપ્રકાશને પાથરજો, જિલ્લાએ આવી વસજો.....મા સરસ્વતી.......૪ તુજ નામસ્મરણ અમે નિત્ય કરીએ, હૂઁ નમઃ' મંત્રને જપીએ, રામચંદ્ર-ચરણમાં નિત્ય રમીએ.......મા સરસ્વતી.......પ અમ આ રીતે ૩૭ વર્ષ સુધી વિશુદ્ધ સંયમની સાધના કરતાં કરતાં તેઓ ગુજરાત-કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિચરી અનેક આત્માઓને સંયમમાર્ગે વાળી ૧૦૦ જેટલાં શ્રમણીરત્નનાં પ્રવર્તિની બન્યાં. આવા પવિત્ર આત્માઓને અંતસમયે ‘સુહ ગુરુ જોગો' મળી જ જતો હોય છે. પૂ.સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ.નું ૨૦૨૦નું ચાતુર્માસ મુંબઈ થયું. વિ. સં. ૨૦૨૧ના કાર્તિક મહિને પોતાના પરમશ્રદ્ધેય ધર્મદાતા ગુરુદેવ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી ગુરુનિશ્રા મેળવવા ત્યાં પધાર્યાં. ગુરુનિશ્રા મળી. અંજનશલાકાનો સંપૂર્ણ મહોત્સવ જોવાનો લાભ પણ મળ્યો ને કાર્તિક વદ ૧૧ના દિવસે સ્વાસ્થ્ય બગડવાની શરૂઆત થઈ. માગસર વદ ૪ના પૂ. આચાર્યભગવંતશ્રી વિહાર પૂર્વે તેઓ પાસે પધાર્યાં. વાસક્ષેપ નાખ્યો. સમાધિપ્રેરક હિતશિક્ષા આપી પાર્લા પધાર્યાં અને વિ.સં. ૨૦૨૧, માગસર વદ ૪, રાત્રે ૧-૩૦ મિનિટે શ્રી સિદ્ધગિરિના દાદા આદિનાથ અને ગુરુદેવની પ્રતિકૃતિની સામે જ સમાધિપૂર્વક સ્વર્ગવાસી બની ગયાં. તેઓના ગયા બાદ વિશાળ સાધ્વીસમુદાયની જવાબદારી વહન કરી તેઓશ્રીનાં શિષ્યા પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજે! વંદન હો પરમવંદનીય પૂ. સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજને. જીવનતવારીખો :- જન્મ : વિ. સં. ૧૯૬૦ શ્રાવણ વદ-૧૧, રાજનગર: દીક્ષા : વિ. સં. ૧૯૮૩, વૈશાખ વદ૬, શેરીસાતીર્થ. વડીદીક્ષા : વિ. સં. ૧૯૮૪, ફાગણ સુદ-૨, સુરત. કાળધર્મ : વિ. સં. ૨૦૨૧, માગશર વદ-૪, મુંબઈ. ટ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy