SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ સમર્પિત પ્રવર્તિનીત્વનાં સ્વામી પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ જન્મ સાથે જીવન બંધાયેલું છે. જીવન સાથે મૃત્યુ બંધાયેલું છે. જન્મ અને મૃત્યુ વચ્ચેનો લાંબો કે ટૂંકો ગાળો એનું જ નામ જીવન છે. જીવન જેનું સારું એનો જન્મએ સફળ અને મૃત્યુએ સફળ! જૈનશાસનના ક્ષિતિજે અંતર્મુખતાના અભ્રપટલ નીચે ઢંકાયેલું એક વ્યક્તિત્વ એટલે જ સુવિશાલગચ્છાધિપતિ, સૂરિસાર્વભોમ, વ્યાખ્યાન વાચસ્પતિ, સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનાં સાધ્વીઓનું પ્રવર્તિની પદ શોભાવી જનાર શ્રમણીરત્ના સાધ્વીવર્યા શ્રી જયાશ્રીજી મ.! એકવીસ વર્ષની ભરયુવાન વયે જાસુદબહેનમાંથી જયાશ્રીજી તરીકે જાહેર થનાર એ વ્યક્તિત્વ જૈનશાસનના એક મહાન વ્યક્તિત્વને સમર્પિત બની એમની જેમ પોતાના ક્ષેત્રે અમર નામના મેળવી જશે એવી તો એમની દીક્ષા વખતે કોઈએ પણ આગાહી નહીં કરી હોય. પિતા નાનાલાલભાઈ, માતા જીવીબહેન, વતન અમદાવાદ, ઝંખના દીક્ષાની, સહાય કોઈની નહીં, આત્મબળ અડોલ, અંતે નિર્ણય અને વિ. સં. ૧૯૮૩, વૈશાખ વદ છઠના અમદાવાદ નજીક શ્રી શેરીસા તીર્થમાં દીક્ષાગ્રહણ! વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ બીજના સુરત મુકામે નેમુભાઈની વાડીમાં સકલાગમ રહસ્યવેદી, પૂજ્યપાદ, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયદાન-સૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે વડી દીક્ષા પ્રદાન થઈ ને પ્રવર્તિની વિદુષી સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજીને ગુરુપદે સ્થાપી નૂતનદીક્ષિતે જીવનઘડતરની શુભ શરૂઆત કરી. ઘડાતું ઘડાતું એ જીવન એવું ઘડાવા માંડ્યું કે અનેક અણઘડ જીવનોને ઘડવાની એનામાં સ્વયંભૂ તાકાત પેદા થઈ. સકલાગમ રહસ્યવેદી એ સૂરિદેવની હયાતી બાદ સાધ્વીજી શ્રી જયાશ્રીજીએ પોતાના જીવનનું સર્વ સમર્પણ પોતાના ધર્મદાતા ગુરુદેવ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને સોંપ્યું. સૂરિપ્રેમના લાડીલા શિષ્ય સૂરિરામ જેના જીવનના સુકાનીપદે બિરાજમાન થાય અને સૂરિદાન અને સૂરિપ્રેમની કૃપા જે જીવનનાવને હલેસાં બની આગળ ધપાવે એ જીવનનાવની ગતિ-પ્રગતિમાં પૂછવું જ શું? Jain Education International For Private ચતુર્વિધ સંઘ ગુરુસમર્પણ, આત્મસમર્પણ એ શું ચીજ છે? સમર્પિત શિષ્યે ગુરુ ખાતર શું શું કરવું જોઈએ? ગુરુ પ્રત્યે ભક્તિબહુમાન ટકાવવા અને ગુરુસમર્પણને જીવનભર જીવંત રાખવા સમર્પિત શિષ્ય કેટલું કેટલું વેઠવું જોઈએ એ જાણવા માટે જીવતું–જાગતું દૃષ્ટાંત એટલે સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ! આજ્ઞાપારતન્ત્યના એક અદ્ભૂત ગુણ દ્વારા સ્વ. પૂજ્યશ્રીના પરમ વિશ્વાસપાત્ર બની સાધ્વી સમુદાયના પ્રવર્તિની પદે પહોંચેલાં પરમસહિષ્ણુ સાધ્વીજી શ્રી જયાશ્રીજી માટે કહી શકાય કે ૨૫૦ સાધ્વીજીઓના નેતૃત્વપદે સ્થાપિત થયા પછી પણ આચાર-વિચારની તેઓની ચુસ્તતા, હૃદયની પારદર્શક નિખાલસતા, સંયમજીવન સારામાં સારું જીવાય એ માટેની બદ્રલક્ષ્યતા, પોતાના પરિવારમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સુવિશુદ્ધ તપની વૃદ્ધિ થાય એ માટેની સતત પ્રેરણારક્તતા આ બધું એમના પ્રવર્તક જીવનનું ઉજ્જ્વળ પાસું ગણી શકાય. સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે પ્રતિદિન, શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધના માટે ૨૩ લોગસ્સનો કાયોત્સર્ગ, ૨૩ ખમાસમણાં, આચાર્યપદની આરાધનાર્થે ૩૬ ખમાસમણાં, અનેક તીર્થના મૂળનાયક પરમાત્માને ૩-૩ ખમાસમણાં તથા ૧૦૮ વાર નિત્યજાપાદિ ગમે તેવી વ્યાધિની અસ્વસ્થતામાં કે વિહારાદિના પરિશ્રમાદિના કારણે પણ પચ્ચક્ખાણ નહીં જ પાળવાનો જીવનના અંત સુધીનો અટલ નિશ્ચય આ બધી ચીજો તેઓના દૃઢ મનોબલની ચાડી ખાનારાં તત્ત્વો છે. ધર્મદાતા ગુરુદેવ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું આજીવન આજ્ઞા પારતન્ત્ર સ્વીકાર્યા બાદ તેઓશ્રીના મહાપ્રયાણ બાદ તેઓશ્રીના પટ્ટધરપદે પ્રસ્થાપિત સુવિશાલગચ્છાધિપતિ, પૂ.આ. ભ. શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાને વગર વિકલ્પે શિરોમાન્ય કરવામાં એજ સમર્પિતતાનું દર્શન કરાવનારાં સાધ્વીજીશ્રી જયાશ્રીજી મ. વિ. સં. ૨૦૫૨, કાર્તિક સુદ પૂર્ણિમાના ધન્યતમ દિવસે ચાતુર્માસપરિવર્તન ને દેહપરિવર્તન સ્વરૂપે સ્વીકારી લઈ પોતાના વિશાળ સાધ્વી સમુદાયને નોંધારો છોડી દઈ અમદાવાદ પાલડી વિસ્તારમાં દશાપોરવાડ સોસાયટીમાં અપૂર્વ સમાધિપૂર્વક સ્વર્ગની વાટે સંચરી ગયાં. પોતાના ધર્મદાતા ગુરુદેવે પણ મૃત્યુનું મહાપ્રયાણ અમદાવાદ પાલડી વિસ્તારમાંથી કર્યું અને તેઓશ્રીજીની આજ્ઞાને ચરણે જીવનનું સંપૂર્ણ સમર્પિત કરનાર, તેઓશ્રીના સાધ્વી સમુદાયના સુકાનીપદે સ્થાપિત સાધ્વીજી શ્રી જયાશ્રીજીએ પણ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy