SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા દર્દ અસાધ્ય થાય ત્યારે ડૉક્ટરો શરીરનાં કારણે દૂધ ઉપર જ રહેવા કહેતા છતાં પ્રતિજ્ઞામાં બાંધ છોડ કરી જ નથી. ૩૦ વર્ષ સુધી ગેસનો, અલસરનો, ડાયાબિટીસનો વ્યાધિ રહ્યો હતો, છતાં કદાપિ દવાનો ઉપચાર કર્યો નથી. ના છૂટકે હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરતાં હતાં. જીવનમાં તેલ-બામનો પણ ઉપયોગ કર્યો નથી. પૂજ્યશ્રીએ સિદ્ધાચલજી, ગિરનારજી, તાલધ્વગિરિની નવ્વાણુ યાત્રા કરી. ઘણી ઘણી તપશ્ચર્યા સાથે નિત્ય એકાસણું કરતાં હતાં. વૃદ્ધાવસ્થામાં પોરિસીનું પચ્ચક્ખાણ છોડ્યું જ નથી. પૂજ્યશ્રીની ભાષા મધુર, અપ્રમત્તદશા, ક્રિયામાં સતત જાગૃતિ રાખતાં. સ્વાધ્યાય-જાપ-સ્તોત્રપાઠ-નવસ્મરણ વગેરેનો નિત્યક્રમ હતો. નિદ્રા પરિમિત હતી. આરાધના સાથે જ શિષ્યા-પ્રશિષ્યા પ્રત્યેનું વાત્સલ્ય પણ આદર્શરૂપ હતું. પૂજ્યશ્રી વાત્સલ્યનો ઝરો હતાં. તેમનો પુણ્યપ્રકોપ અજબગજબનો હતો. શરીર નાદુરસ્ત થતાં ૨૫ વર્ષ અમદાવાદ સાબરમતીમાં વિચર્યાં. પૂજ્યશ્રીની હાજરીમાં પૂજ્ય ચારિત્રશ્રીજી મ., પૂ. સરસ્વતીશ્રીજી મ. આદિ ૧૯ શિષ્યા-પ્રશિષ્યા હતાં. અને તેમના આશીર્વાદથી ૪૭ શિષ્યા-પ્રશિષ્યા સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે. એટલે તેઓશ્રીને તીવ્ર અશાતાવેદનીયનાં ઉદયથી ગેંગલિક નામનો અસાધ્ય રોગ થયો. દર્દ ભોગવનાર ગુરુદેવ જ જાણે આ વેદના કેવી છે! પોતાની અંતિમ પળે પણ ચારિત્રમાં ઉદ્યત રહી પ્રસન્નતાપૂર્વક તીવ્ર અશાતાવેદનીયને સમભાવે સહી નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન રહી ૪૮ વર્ષ નિર્મળ સંયમનું પાલન કરી વિ.સં. ૨૦૨૨ ના વૈશાખ સુદ બીજની સવારે ૧૧ ને ૧૦ મિનિટે તેઓશ્રીનો આત્મા સ્વર્ગમાં સિધાવ્યો. જન્મ અને મરણ અમદાવાદમાં જ થયાં. એ પરમોપકારી ગુરુજીના ઉપકારોને સ્મરણ કરતાં અમે એ ઇચ્છીએ કે તેઓનો આત્મા ઉત્તરોત્તર પ્રભુશાસનને પામી સવિશેષ આરાધના કરતો અજરામર બને અને અમને સર્વેને પણ આરાધનામાં સહાય કરે. વંદન હો પરમ ઉપકારી ગુરુદેવને! —હેમલતાશ્રીની વંદના. પ્રવર્તિની પૂ. સાધ્વી પૂ. સા.શ્રી દર્શનશ્રીજી મહારાજ જન્મ વિ.સં. ૧૯૭૦, માગશર શુધ-૩, ગોરજ. જૈન શાસનના ક્ષિતિજે તેજસ્વી, યશસ્વી, પ્રતાપી ગુણ-સમૃદ્ધિ દ્વારા દિનમણિ સમાં ભાસતાં, વિરલ વ્યક્તિત્વથી ઓપતાં, શુદ્ધપ્રરૂપણા દ્વારા પ્રભુશાસનને શોભાવતાં, સ્વ. પૂજ્યપાદ Jain Education International For Private SCC આચાર્યદેવશ્રીમદ્ વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાવર્તી પૂ. પ્રવર્તિની સાધ્વીજી હતાં પૂ. સ્વ. સા. શ્રી દર્શનશ્રીજી મ.સા.! અમદાવાદની અતિ પાવન ધરા પર શણગારબહેનની કુક્ષિને અજવાળતી એક બાલિકા અવતરી. શુભ ક્ષણે લીલાવતી નામ ધારણ કરાયું. ત્રણ વર્ષની નાજુકવયે જ મમતાભરી માતાની ચિર વિદાય, છતાંય પિતા સકરચંદભાઈએ ઉત્તમ સંસ્કાર આપી ધર્મપિતાની અદાથી સંતાનનું જીવનઘડતર એવું કર્યું કે સંતાનનું જીવન એક નંદનવન બની શકે. વારંવાર કહેતા કે “બેટા, સાચો માર્ગ તો એક ધર્મ જ છે. સર્વ વિરતિ જ છે.” પિતાના હૈયાના ઉદ્ગાર, પુત્ર કલ્યાણ અને પુત્રી લીલાવતીની રગેરગમાં વ્યાપી ગયા. એમના અંતરને હચમચાવી દીધું અને સર્વ વિરતિગ્રહણનો શુભ સંકલ્પ કર્યો. વિ.સં. ૧૯૮૩ની એ સોનેરી ક્ષણ આવી. પોષ વ. ૫નું એ પ્રભાત ઊગ્યું અને મહેસાણાની એ પાવનભૂમિ હતી. કુ. લીલાવતીએ સ્વાર્થભર્યા સંસારને સલામી ભરી, સંયમી શણગાર સજ્યા. પ્રશાંતમૂર્તિ આ. વિ. મેઘસૂરીશ્વરજી મ.સા.ના વરહસ્તે ૧૩ વર્ષની બાલ્યવયે રજોહરણ પ્રાપ્ત કરી, પૂ. હીરશ્રીજી મ.સા.ના પરિવારમાં પૂ. દયાશ્રીજી મ.સા.નાં સુશિષ્યા દર્શનશ્રીજીના નામે જાહેર થયાં. વિ. સં. ૧૯૮૩માં વૈ. શુ. ૩ના દિને તપોમૂર્તિ આ. શ્રી વિ. સિદ્ધિસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે વડી દીક્ષા થઈ. હવે તો સ્વાધ્યાય એ જ એમનો જીવન–પ્રાણ બન્યો. ગુરુ સમર્પણભાવને આત્મસાત્ કરી, તપ-જપમાં ઓત-પ્રોત બની વિનય–વૈયાવચ્ચ દ્વારા જીવનને વિકસાવી, પરમાત્માની આજ્ઞા પ્રધાન, સાત્ત્વિક જીવન જીવતાં, ગુણ-ગરિમા દ્વારા ૧૧ શિષ્યા, બહુ–સંખ્ય પ્રશિષ્યાઓનાં ગુરુમાતા બન્યાં. વિશાળ પરિવારનાં એકછત્રી સામ્રાજ્યનાં સ્વામી હોવા છતાં નિસ્પૃહતા, નમ્રતા, સરળતા આદિ ગુણો અસાધારણકોટીના હતા. આત્મ-સ્વાતંત્ર્યતા હાંસલ કરવાની અજબની ખુમારી એમનામાં જોવા મળતી. આત્માના અગોચર પ્રદેશોમાં વિહરવાની કળા તો એમનામાં એવી હસ્તગત થઈ ગયેલી કે બેઠાં હોય બહાર છતાં આત્મામાં જ રમમાણ હતાં. તેઓશ્રી જ્યાં જ્યાં ચોમાસા માટે પધારતાં ત્યાં ત્યાં ધર્મનું પ્રભાત ખીલી ઊઠતું. તપ એ તો એમના જીવનનું એક સોનેરી પાસું હતું. જ્ઞાનયોગ, તપયોગ, કર્મયોગ દ્વારા પોતાના જીવનને ઉન્નત બનાવવા સાથે અનેક આત્માઓનું યોગ–ક્ષેમ કરી અનેકને મોક્ષના રસિક બનાવ્યા. આવી ઉજ્જ્વળ ગુણ-સંપન્નતાને વરેલાં Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy