SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮ ફેલાઈ હતી. આમ, પૂજ્યશ્રીના શતાયુથી અનુમોદક, અનુમોદના અને અનુમોદ્યના આનંદના ત્રિવેણી સંગમ રચાયા હતા. ભાડિયા શ્રી સંઘને પણ આવા પુણ્યાત્માનાં સેવાભક્તિ કરવાનો ધન્ય અવસર પ્રાપ્ત થયો. વિવેકધર્મની જ્યોતિરૂપ પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજના બે અદ્વિતીય મહોત્સવો ઉજવી શ્રી સંઘ કૃતકૃત્ય બની ગયો. વર્ષો સુધી સેવાભક્તિમાં રત બની, તદ્રુપ બની જનાર વિદુષી શિષ્યા પૂ. શ્રી આનંદશ્રીજી મહારાજ અને પ્રશિષ્યાઓ શ્રી આત્મગુણાશ્રીજી અને શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ પણ ચોવીસ કલાક ખડે પગે સેવા કરી અનુપમ લાભ લીધો. પૂજ્યશ્રી ૧૦૩ વર્ષની આયુમર્યાદા પૂર્ણ કરી સં. ૨૦૪૧ના કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજને શુભ દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આ પુણ્યાત્માના આત્મશ્રેયાર્થે ત્રીજો જીવનસમાપ્તિ મહોત્સવ પણ શ્રી સંઘે ખૂબ જ ઠાઠમાઠથી ઊજવ્યો. દશાબ્દી વર્ષ સેવાભક્તિનો લાભ લેનાર શ્રી નાના ભાડિયા પાર્થચંદ્રગચ્છના જૈન સંઘે ત્રણ ત્રણ વાર પોતાની સુકૃત કમાણીનો સવ્યય કરવા ઉજમાળ બન્યો. સંયમપર્યાય મહોત્સવ, શતાયુપૂર્ણ મહોત્સવ અને જીવન–સમાપ્તિ મહોત્સવના ત્રિવેણી સંગમથી ભાડિયાની ધરતી ત્રિવેણીતીર્થ બની રહી! ધન્ય જિનશાસન! ધન્ય પાર્જચંદ્રગચ્છ! ! ધન્ય પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ!!! સાધ્વી મુખ્યા : પૂ. સાધ્વીશ્રી પદ્મશ્રીજી મ.સા. કચ્છની પાવન ધરતીએ માંડવી તાલુકાના ફરાદી ગામે સં. ૧૯૪૪માં જન્મ લઈ, પદ્માબહેન નામ ધરાવી આત્મોન્નતિના માર્ગે વિકાસભર્યા પગરણ માંડ્યાં. અનુક્રમે વૈરાગ્યવાસિત જીવન જીવતાં સં. ૧૯૬૭માં સંયમી બની લાવણ્યશ્રીજી મ.ના ચરણે જીવન સમર્પિત કરી તપ-ત્યાગ-સેવા સ્વાધ્યાય જ્ઞાનાભ્યાસમાં મગ્ન રહી સત્વશુદ્ધિનાં ધારક બની સાધુધર્મની સુવાસ ગચ્છશાસને પ્રસરાવનારાં બન્યાં. ઘણાં વર્ષો સુધી “સાધ્વી મુખ્યા' તરીકે માનવવંતુ ગૌરવ પણ પામ્યાં. એવી વિરલ વિભૂતિનાં ચરણે શતઃ શતઃ વંદના. પૂ. સાધ્વીશ્રી રૂપશ્રીજી મ. કચ્છની સોહામણી રતડિયાની ભૂમિએ સં. ૧૯૫૩માં શુભ યોગે જન્મ લઈ, રતનબહેન નામ ધરાવી, સમયના વહેણની ચતુર્વિધ સંઘ સાથે સંતોનું સાનિધ્ય પામી, પૂ. કસ્તુરશ્રીજી મ.સા.નાં ચરણે જીવન સમર્પ રૂપશ્રીજી નામે દીક્ષિત બની, ગુનિશ્રામાં રહી સ્વાધ્યાય અભિનવ જ્ઞાનોપાર્જન સહ શાસ્ત્રોના વાંચનમાં તલ્લીન બની સંયમ જીવનના પ્રત્યેક યોગોને અપ્રમતપણે આરાધતાં ઉત્તરોત્તર ગચ્છ શાસનની શાન બઢાવેલ છે. આવા સુસંયમી પવિત્રાત્માનાં પાવન ચરણે અનેકશઃ વંદના......! પ્રાતઃ સ્મરણીય પૂ. સા. શ્રી ચંપકશ્રીજી મ. સા. આ વિરાટ વિશ્વરૂપી બગીચામાં વિવિધ વર્ણા પુષ્પોની જેમ માનવપુષ્પો ખીલે છે તેઓ પોતાનાં સત્કૃત્યોથી સદ્ગુણોની સૌરભ પ્રસરાવી વાતાવરણને મઘમઘાયમાન બનાવી દે છે. વસુધરાના આવાં વહાલાં ફૂલડાં જેવા ગુરુદેવ ચંપકશ્રીજી મ.સા. હતા. ગુરુદેવનું જન્મસ્થાન અમદાવાદ પાડાપોળ છે. પૂજયશ્રીનો જન્મ વીશા પોરવાડ જ્ઞાતિમાં વિ. સં. ૧૯૪૪ના શ્રાવણવદ૧૪ના દિવસે થયો હતો. પિતાનું નામ ગોકળદાસ અને માતાનું નામ ધૂળીબહેન હતું. તેઓને (૧) ચિમનભાઈ (૨) મણિભાઈ (૩) સારાભાઈ (૪) અમુભાઈ ચાર દીકરા હતા અને બે દીકરી હતી. (૧) ચંપાબહેન (૨) હીરાબહેન. ચંપાબહેન નાનીવયથી ધર્મરુચિવાળાં અને વૈરાગી હતાં. ૧૩ વર્ષની લઘુવયમાં લગ્ન થયું અને ૧૪ વર્ષની વયે વૈધવ્ય પ્રાપ્ત થયું. વિધવા થયા બાદ મન ધાર્મિક જ્ઞાનાભ્યાસમાં લાગ્યું. વૈરાગ્યભાવના પ્રબળ બની, પણ તેવામાં જ માતુશ્રી સ્વર્ગસ્થ થવાથી ઘરની જવાબદારી આવી પડી. પછી અનુકૂળ સંયોગો થતાં પૂજ્યપાદ્ નવલશ્રીજી મ.સા. પાસે સગાંસ્નેહીઓને જાણ કર્યા વિના જ શેરીસાતીર્થની નિકટના “આદરજ' મુકામે જઈ વિ. સં. ૧૯૭૫ના માગશર સુદ પાંચમના દિવસે દીક્ષા ગ્રહણ કરી તેઓશ્રી સા. ચંપકશ્રીજી બન્યાં. પૂજ્યશ્રીની વૈરાગ્યમય જીવનચર્યાને જોઈ તેઓના પિતાશ્રી ગોકળદાસભાઈએ પૂજ્યપાદુ નેમિસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા લીધી અને મુનિશ્રી સુભદ્રવિજય બન્યા. તેમના પિતૃપક્ષમાંથી છ જણે દીક્ષા લીધી. પિતાશ્રી ગોકળદાસભાઈમુનિશ્રી સુભદ્રવિજયજી કાકી-રતનબહેન-પૂ.સા. રાજુલશ્રીજી મ. ભાઈ અમુભાઈ–મુનિશ્રી મોક્ષાનંદવિજયજી, પુત્રવધૂલીલાવતીબહેન-સા. અર્જાશ્રીજી મ., કાકા-ત્રિકમભાઈમુનિશ્રી રત્નપ્રભવિજયજી, ચંપાબહેન પ. પૂ. ચંપકશ્રીજી મ.સા. તે ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. પ.પૂ. ચંપકશ્રીજી મ.સા.નાં જીવનમાં ત્યાગ-વૈરાગ્ય સાહજિક પ્રગટેલા હતા. દીક્ષા લઈને જ ચા-દૂધનો સર્વથા ત્યાગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy