SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ SCL તવારીખની તેજછાયા ઉલ્લાસભાવમાં શું નાચી ઊઠ્યો! રોમે-રોમ એવા વિકસ્વર થયા! અને અંતરના ઉગારો નીકળ્યા, “હે પ્રભો! કરોડોની સાથે અનંતાનંત આત્મા મોક્ષે પહોંચ્યા અને હું અભાગી હજુ સુધી અહીં ભટકું છું. મારો ક્યારે નિસ્વાર થાશે.” મહાન વેદના હોવા છતાં આત્મભાવમાં એવાં લીન થયાં કે જેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી! સાંજના પ્રતિક્રમણ–સંથારા પોરિસિ ભણાવ્યા બાદ રજનીના પ્રથમ પ્રહર પૂર્ણ થાતાં શ્રીસંઘની હાજરીમાં સિદ્ધગિરિનું ધ્યાન, સીમંધર ભ. પાસે જાવાની તાલાવેલીમાં, ચાર શરણાં, નમસ્કાર મહામંત્રાદિના શ્રવણપૂર્વક આત્મસ્મરણતામાં લીન ૮૭ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી, શિષ્યા-પ્રશિષ્યાઓ આદિ વિશાળ પરિવારને રડતો મૂકી, પંડિતમરણે સમાધિપૂર્વક વિનાશી વધુનો ત્યાગ કરી અનંતના માર્ગે સંચર્યા. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં ગામોગામનો જંગી માનવમહેરામણ જોડાયો. સ્વર્ગસ્થ ગુરુણીજી મ.ના સ્વર્ગવાસ પછી પણ તેમના પુણ્યપ્રભાવે ગામોગામમાં મહોત્સવો આદિ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. એવાં ગુરુદેવના ગુણોનું વર્ણન કરવા મારી શી ગુંજાયશ? વીશ વિહરમાનસ્વામી પાસે જાવાની તલપ, સિદ્ધગિરિનું શરણ, સમાધિમરણ–મોક્ષે જાવાની મનોકામના હતી જેમને એવાં ઓ ગુરુદેવ! આપનાં પરોક્ષ શુભાશિષ મળો, સંયમનું બળ મળો, આપના ગુણો અમારા જીવનમાં ઊતરો. એવી આકાંક્ષા સાથે આપની પ્ર-પ્રશિષ્યા. સા. જ્યોતિપ્રભાશ્રીજીની વંદના-વંદના-વંદના. : સુકૃતનાં સહોદર : અચલગચ્છીય સુસાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.નાં શિષ્યો સુસાધ્વીશ્રી કમદરિણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વિ. સં. ૨૦૧૦માં શ્રી શત્રુંજય મહાતીર્થ નવાણુંયાત્રા પ્રસંગે સુસાધ્વીશ્રી દિવ્યકિરણાશ્રીજી મ.ના માસક્ષમણતાની અનુમોદનાર્થે નાના આસંબિયા નિવાસી માતુશ્રી અરુણાબહેન મૂલચંદ છેડા પરિવાર હ : સુપુત્ર : અશોક, કિશોર, ધર્મેશ. શતાયુધાત્રી પૂ. સાધ્વીજી શ્રી વિવેકશ્રીજી મહારાજ આ કળિકાળમાં પણ શત વર્ષ ઉપરાંતનું આયુષ્ય ભોગવી સ્વનામધન્યા પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ યશોનામી બની ગયાં. કચ્છ-નાના ભાડિયામાં વિ.સં. ૧૯૫૯ના મહા સુદ પાંચમના શુભ દિને, ૨૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી અને પૂ. શ્રી પ્રમોદશ્રીજી મહારાજનાં શિષ્યા બની, એક સ્મરણીય વ્યક્તિ તરીકે નામના જમાવી ગયાં. ગુણી અને ગુરુબહેનો સાથે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે અનેક સ્થાનોમાં વિચરીને જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગથી જીવન શોભાવી જાણ્યું. વિ.સં. ૧૯૮૯માં ગુજરાતથી કચ્છ પધાર્યા. ભુજપુર ગામમાં તેમના ગુરુજી પૂ. શ્રી પ્રમોદશ્રીજી મહારાજ બિમારીમાં સપડાયાં હતાં. શ્રી સંઘે સુંદર સેવાભક્તિ કરી. પૂ. ગુરુજીની તબિયતના કારણે ત્યાં એક વરસ રહેવાનું થયું. ગુરુજીની શારીરિક શક્તિ ક્ષીણ થઈ હતી. ઉપચારો કરતાં પણ કાંઈ કારી ન ફાવી, દેહ છોડીને આત્મા દિવંગત થયો. પૂજયશ્રીના સગુણો યાદ કરીને શ્રી સંઘે જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવ્યો. ગુરુદેવનો વિયોગ થતાં પૂજ્યશ્રીને ઘણો આઘાત લાગ્યો, પરંતુ મનની વેદના મનમાં સમાવી, સ્વ-પર કલ્યાણ સાધતાં પૂજ્યશ્રીને આનંદશ્રીજી નામનાં અભ્યાસી શિષ્યા પ્રાપ્ત થતાં આનંદમય બની વિચરતાં રહ્યાં. ગુરુશિષ્યા એક-બીજામાં તદ્રુપ બને તો જ સંયમી જીવનની સાધના સફળ બને. આ ગુરુશિષ્યાએ એવી સફળતા મેળવી ચાહના પ્રાપ્ત કરી. પૂજ્યશ્રી વિવેકશ્રીજી મહારાજની વય ૯૩ વર્ષની થઈ ત્યારે નાના ભાડિયા ગામના શ્રી પાર્શ્વગચ્છ જૈન સંઘે પૂજ્યશ્રીને વિનંતીપૂર્વક કાયમ માટે સ્થિરવાસ રાખ્યાં. આત્મભાવથી તો સ્થિર હતાં જ. એમાં હવે દેહથી પણ સ્થિર થયાં. વિ. સં. ૨૦૩૧થી ત્યાં સ્થિરવાસ કર્યો. પૂજયશ્રી જેમ જેમ શતાયુ નજીક જતાં ગયાં તેમ તેમ તેમનામાં બાળક સમાન લક્ષણો વિકસતાં ગયાં. દર્શનાર્થે આવનાર ભાવિકો સાથે કાલી કાલી અસ્પષ્ટ ભાષામાં વાતો કરતાં ત્યારે સાંભળનાર હર્ષવિભોર બની જતાં. નવકાર મંત્રનો સતત જાપ કરતાં પાટ પર બેઠેલાં પૂજ્યશ્રીને જોવાં એ પણ એક લહાવો લેખાતો. વિ. સં. ૨૦૩૪માં તેમનો ૭૫ વર્ષનો સંયમપર્યાય મહોત્સવ ઊજવાયો, તેવો જ શતાયુ-પૂર્તિ મહોત્સવ સં. ૨૦૩૭ માં ઊજવાયો. આ બંને મહોત્સવોમાં વિવિધ પ્રકારનાં પૂજનોઅનુષ્ઠાનો-તપસ્યાઓ દ્વારા ભાડિયા ગામની ધરતી પુલકિત બની રહી! તે સમયે આ અવસ્થાએ પણ પૂજ્યશ્રી કોઈ પણ જાતના ટેકા વગર બેસીને ચાર ચાર કલાક નવકાર મંત્રનો જાપ કરતાં, એ દૃશ્ય ધન્યતાનો અનુભવ કરાવી જતું. ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ આવનાર યાત્રિકો તેમ જ દૂર દૂર રહેતાં લોકો આ શતાયુ સાધ્વીજી મહારાજની વાતો સાંભળીને દર્શનાર્થે દોડી આવતાં અને એક જંગમ તીર્થયાત્રા કર્યાનો આનંદ અનુભવતાં. પોતાને આવો અમૂલ્ય લાભ મળ્યો તેની ધન્યતા અનુભવતાં. તેમની હિતકારી વાતો દૂર દૂર સુધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy