SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ Fes (આવાં વિવિભૂતિને અનંતશઃ વંદના-વર્તમાનમાં આ પૂજ્યોનું વિશાળ પ્રશિષ્યાનું શિષ્યાવૃંદ વિદ્યમાન છે. પૂ.સા. શ્રી ગુલાબશ્રીજી મ.સા. કચ્છની કામણગારી ધરતી પર મોટા આસંબીઆ ગામે સં. ૧૯૩૫ની સાલે શેઠ શ્રી હીરાકુરપાલના ઘરે માતુશ્રી કર્માદેવીની કુક્ષિએ તેજસ્વી પુત્રીરત્નનો જન્મ થયો. નામ પાડ્યું ગંગાબાઈ. ગંગાનદી જેવો પવિત્ર આત્મા. યૌવનવયે કર્મસંયોગે કચ્છ કપાયાના શાખીયશી ડાયાભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. યુવાવયમાં વૈધવ્ય પ્રાપ્ત થવાથી વૈરાગ્યભાવના જાગ્રત થઈ, તેઓ અચલગચ્છાધિપતિ, કચ્છ હાલાર દેશોદ્ધારક પ. પૂ. દાદાશ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી મહારાજા સાહેબના આજ્ઞાવર્તિની પ્રતિભાસંપન્ન મુખ્ય સા. પ.પૂ. શિશ્રીજી મ.સા. સાથે પાદવિહાર કરી પાલિતાણા પધાર્યાં. તેઓશ્રીના સદુપદેશથી સંયમભાવના જાગ્રત થઈ. કુટુંબીજનોની અનુજ્ઞા મંગાવી સં. ૧૯૫૫ ફા. શુ. ૧૩ના શુભ દિવસે અષ્ટાહ્નિકા મહોત્સવ તથા વરઘોડાના સુંદર ઠાઠ સાથે હાથીની અંબાડીમાં બેસી વરસીદાન દેવાપૂર્વક સિદ્ધગિરિની શીતળ છાયામાં જયતલાટીમાં, ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુલાબ જેવું ગુલાબી મુખ અને ગુલાબ જેવું કોમળ હૃદય જાણી દાદા ગુરુદેવે ગુલાબશ્રીજી નામ રાખી પૂ. સા. શ્રી શિવશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર કર્યાં. પૂજ્યશ્રીજીમાં ગુરુભક્તિનો ગુણ અનુપમ હતો. સ્વયં ડોળી પોતાના ગુરુણીજીની ઉપાડી કચ્છથી પાલિતાણા સુધી લાવી પવિત્ર શત્રુંજય તીર્થની યાત્રા કરાવી. તેઓશ્રી વાત્સલ્યભાવ, સમભાવશાંતસ્વભાવ-સહિષ્ણુતા-ધીરતા-કોમળતા-ગંભીરતા-સંયમ દૃઢતા આદિ અનેક ગુણોથી અલંકૃત હતાં, તેઓશ્રી સમુદાયમાં વિશાળ સાધ્વીજીઓ સાથે હળીમળીને પ્રેમપૂર્વક રહેતાં. ગુરુબહેન કનકશ્રીજી મ.સા. ખૂબ સંયમપ્રેમી હતાં. ક્યારેક બીજા કોઈ સાધ્વીજીઓની સંયમમાર્ગમાં ભૂલ થાય, તો ઠપકો એમને આપતાં કહેતાં, “કેમ? ગુલાબ સંયમમાર્ગમાં આવું ન ચાલે?” ક્ષમાના ભંડાર પૂ. ગુલાબશ્રીજી મ. કહેતાં સાચી વાત છે સાહેબશ્રી હવે ભૂલ નહીં થાય”, પોતાની ભૂલ ન હોવા છતાં ગુરુબહેનનું વચન પ્રેમથી સ્વીકારી લેતાં, એ ગુણ પૂજ્યશ્રીજીમાં મહાન હતો. એમના એ ગુણના પ્રભાવે બીજા સાધ્વીજી મ. પોતાની ભૂલ સુધારી લેતાં. પૂજ્યશ્રીજીમાં આવી મહાનતા જાણીને દાદાસાહેબશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ.સા.સં. ૧૯૮૯ની સાલે જામનગર શહેરમાં શાંતિનાથ ભ.ની શીતળ છાયામાં, નાણ સમક્ષ પ્રવર્તિની મહત્તરા પદથી વિભૂષિત કર્યાં, Jain Education International For Private ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રીજીનો સંયમમાં, આચારશુદ્ધિ એ મહામંત્ર હતો. આધાકર્મી આહારને હળાહળ વિષ માનતાં. શિષ્યાપ્રશિષ્યાઓને હિતશિક્ષામાં “શુદ્ધ સંયમી બનો, અપ્રમત્ત રહો, સંયમનાં લક્ષી બનો” એ રીતે સમજાવતાં. તપ-જપાદિ આરાધના કરતાં. છેલ્લાં ૨૫ વર્ષથી તેઓને આંખે દેખાતું ન હતું છતાં અપ્રમત્ત ભાવે નિરંતર સજ્ઝાય ધ્યાનમાં લીન રહેતાં. છેલ્લે વૃદ્ધાવસ્થાના કારણે ૨૧ વર્ષ સુધી કચ્છ માંડવીમાં સ્થિરવાસ રહ્યાં. પાંચે ગચ્છનાં શ્રાવકશ્રાવિકાઓમાં આદર્શ પામેલાં હતાં. સ્થિરવાસ હોવાથી બધા ગચ્છનાં સાધુ ભ. સાધ્વીજી મ. એમની પાસે આવતાં. બધાંને પ્રેમભાવ, વાત્સલ્યભાવથી બોલાવતાં. સાધ્વીજી મ.ના માથે હાથ રાખતાં ત્યારે બધાંને પૂજ્યશ્રીજીના હાથ રૂ જેવા કુંણા લાગતા એવી પ્રેમાળ પ્રકૃતિ હતી. પૂજ્યશ્રીજીને ભગંદરરોગ-પક્ષઘાત-હાર્ટએટેક આદિ ભયાનક રોગો થયા છતાં, વેદનાઓ સમતાભાવે ઘણી સહન કરી. મહાન સંયમના પ્રભાવે ભયંકર રોગો પણ શાંત થઈ ગયા. અંતે સં. ૨૦૨૨ના શ્રાવણ મહિનાથી અવસ્થાના કારણે શરીર ક્ષીણ થવા લાગ્યું. છતાં અપ્રમત્ત ભાવે ક્રિયાઓમાં સજાગ બની અંતેવાસી સાધ્વીજીઓની પાસે પ્રતિક્રમણ-પડિલેહણ-સ્વાધ્યાય-દાદાની ભાવના વગેરે અંતરનાએજ ઉદ્ગારો નીકળતા. રસના ઉપર કાબૂ એવો મેળવ્યો કે આંબિલની ગૌચરીને અમૃત માનતા તેઓશ્રીજીને વંદનાર્થે ગામોગામથી શ્રાવક-શ્રાવિકાઓ આવતાં ને પૂછતાં “કેમ સાહેબ શાતામાં છો?' તો કહેતાં “ભાઈ, મારી તો હવે અવસ્થા છે. ક્યારે હંસલો ઊડી જાય. પિંજર પડ્યું રહે! મારે તો મહાવિદેહમાં જાવું છે. સીમંધર ભ. પાસે બાળવયમાં સંયમ લેવું છે. સંયમ પાળી મોક્ષે જાવું છે. હું તો સીમંધર-સીમંધર રટણ કરું છું. એ પરભવનું ભાતું.” આ રીતે રોજ મહાવિદેહમાં સંયમ લેવાની ખેવના કરતાં આવેલા પુણ્યાત્માઓ તથા કચ્છના દરેક ગામોવાળાં – મુંબઈ – મદ્રાસ – કોચીન – કલકત્તા – માંડલ જામનગર-પાલિતાણા-મહારાષ્ટ્ર આદિ દરેક સ્થળોથી તપ– જપ–જિનેન્દ્ર ભક્તિમહોત્સવો-યાત્રાએ નવાણું માસક્ષમણો આદિ ઘણી જ આરાધનાઓ આવી, તે સાંભળી પૂજ્યશ્રીજી હર્ષોલ્લાસ ભાવે અનુમાદના કરવાં લાગ્યાં, પરંતુ આત્મહંસ જવાની તૈયારીમાં, કાયાપિંજર લથડવા લાગ્યું. ઇન્દ્રિયો ક્ષીણ થવા લાગી. ભાદરવા સુદી ૧૦નો દિવસ ગોજારો આવ્યો. સવારમાં સાધ્વીજી દર્શનવિધિમાં શત્રુંજય મહાતીર્થની ભાવના કરાવતાં. શત્રુંજય મંડણની સ્તુતિમાં પંચમગતિ પોતા મુનિવર ક્રોડા ક્રોડ બોલ્યા.” એ પદ સાંભળીને પૂજ્યશ્રીજીનો આત્મા ,, Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy