SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કે તેઓ બેભાન અવસ્થામાં છે, પરંતુ જેવું ઔષધ હોઠને સ્પર્શ્વ કે તરત જ તેમણે આંખ ખોલીને ધીમે સ્વરે કહ્યું કે–“અરે આ શું કરો છો! મને કશું જ નથી થયું! આખરે તેમણે છેલ્લી અવસ્થામાં પણ રાત્રે સહેજ પણ અણાહારી ઔષધ ન જ લીધું ! ! ઉત્સર્ગમાર્ગની જિનાજ્ઞાપાલન-માટેની કેવી ચુસ્તતા ! ! ! છેલ્લે પણ વીર...વીર...વીર...બોલતાં તેમણે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો!... (પૂ. સા. શ્રી ગુણોદયાશ્રીજી મ.સા.) સ્વાનુભૂતિસંપન્ન સાધ્વીજીની અદ્ભુત નિરીહતા પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.સા. ઉપરોકત દૃષ્ટાંતમાં વર્ણવેલ ઉપરોકત સાધ્વીજી ભગવંત પાસે અનેક મુમુક્ષુ કુમારિકાઓ દીક્ષા લેવા આવતી, પરંતુ તેઓ ૪-૫ વર્ષ સુધી સંયમની તાલીમ આપ્યા પહેલાં પ્રાયઃ કોઈને ઉતાવળથી દીક્ષા આપતાં ન હતાં. ખૂબ ચકાસણી કરીને યોગ્ય લાગે તેમને જ દીક્ષા આપતાં. તેઓ કાલધર્મ પામ્યાં ત્યારે તેમની નિશ્રામાં ૩ મુમુક્ષુ કુમારિકાઓ ધાર્મિક અભ્યાસ કરતી હતી. તેમણે ત્રણે જણાંએ નિર્ણય કર્યો કે આપણે હવે ઉપરોકત સાધ્વીજીનાં સંસારી સાં ભાણેજી મ.સા. પાસે જ દીક્ષા લેવી. તેઓ પણ નામ પ્રમાણે અનેક ગુણ ગણના ભંડાર, સ્વાનુભૂતિસંપન્ન, પરમાત્મા અને ગુરુ મહારાજને અનન્યભાવે સમર્પિત, સુસંયમી સાધ્વીજી છે. એટલે ત્રણે જણાંએ પોતાને શિષ્યા તરીકે સ્વીકારવા માટે આ સાધ્વીજી ભગવંતને વિનંતિ કરી, પરંતુ નિઃસ્પૃહી એવાં આ મહાત્માએ જવાબ આપ્યો કે-“મારાથી વડિલ સાધ્વીજી ભગવંતો વિદ્યમાન છે, તમે તેમાંથી કોઈની પાસે પણ દીક્ષા લઈ શકો છો પરંતુ મારો આ વિષય નથી!!!” તેમ છતાં પણ ત્રણે જણાંએ પોતાનો મક્કમ નિર્ણય જણાવતાં કહ્યું કે-“અમે દીક્ષા લેશું તો આપની પાસે જ નહિતર એમને એમ શ્રાવિકા તરીકે આરાધના કરતાં રહીશું! લગ્ન પણ અમારે કરવાં નથી !!!” આમ ને આમ વર્ષો વીતતાં ગયાં. છતાં ન તો સાધ્વીજી ભગવંતના અંતરમાં પોતાની શિષ્યા બનાવી લેવાની લેશમાત્ર પણ સ્પૃહા જાગી કે ન મુમુક્ષુઓ પોતાના નિર્ણયમાંથી ચલિત થયાં. લગભગ ૨૦ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. તે દરમ્યાનમાં એક મુમુક્ષુ દીક્ષાની ભાવના ભાવતાં ભાવતાં ટૂંકી બિમારીમાં કાલધર્મ પામી ગયાં. છેવટે બીજાં એક મુમુક્ષુ બહેને ન છૂટકે એ જ સમુદાયમાં બીજાં સાધ્વીજી ભગવંત પાસે દીક્ષા લેવાનો Jain Education International For Private ૬૯૧ નિર્ણય કર્યો પરંતુ ત્રીજા મુમુક્ષુ તો હજી પણ પોતાના નિર્ણયમાં મક્કમ જ હતા!!! તેઓ પોતાના ઘરે રહીને આરાધના કરતાં હતાં અને ધાર્મિક પાઠશાળા ચલાવતા હતાં. છેવટે ધીરજના ફળ મીઠાં હોય છે' એ કહેવત મુજબ તેમની ધીરજની તપશ્ચર્યા ફળી. તેમની મક્કમતા જોઈને ઉપરોકત સાધ્વીજી ભગવંતના વડીલ ગુરુબહેને નિર્ણય કર્યો કે હું મારી જવાબદારીએ તમને તમારાં ઇચ્છિત સાધ્વીજીના નામે દીક્ષા અપાવીશ!!! આખરે ૯ વર્ષ અગાઉ એ દીક્ષા ગોઠવાઈ. વડીલ સાધ્વીજીએ પોતાનાં ઉપરોકત ગુરુબહેન પાસે મુમુક્ષુને શિષ્યા તરીકે સ્વીકારી લેવા માટે પ્રસ્તાવ મૂકયો, ત્યારે પણ આ મહાત્માએ આ વાતને સવિનય ટાળવા માટે કોશિશ કરી પરંતુ આખરે વડીલના મક્કમ નિર્ણયથી ઉપરવટ જવામાં અવિનય દોષ લાગવાનો સંભવ જણાતાં નછૂટકે મૌન રહેવું પડ્યું અને ૩૦ વર્ષના દીક્ષા પર્યાય બાદ તેમનાં પ્રથમ શિષ્યા થવાનું સૌભાગ્ય મેળવીને એ નવદીક્ષિત ધન્ય બની ગયાં!!! જો કે છેલ્લે છેલ્લે એ વિનયી મુમુક્ષુ આત્માએ વડીલ સાધ્વીજીને જણાવી દીધેલ કે જો આ મહાત્માને આટલું બધું દુઃખ થતું હોય તો હું મારો આગ્રહ પાછો ખેંચી લઉં છું. આપને યોગ્ય લાગે તેનાં શિષ્યા મને બનાવી શકો છો!!! પરંતુ વડીલ સાધ્વીજીએ મુમુક્ષુ આત્માની વિશિષ્ટ પાત્રતા અને અનન્ય સમર્પણભાવ જોઈને આખરે ઉપરોકત સાધ્વીજીનાં જ શિષ્યા બનાવરાવ્યાં!!! ધન્ય છે મુમુક્ષુનાં સમર્પણભાવ તથા ધીરજને! ધન્ય છે સાધ્વીજી ભગવંતની નિરીહતાને !! ધન્ય છે વડીલ સાધ્વીજીના સુયોગ્ય નિર્ણયને!!! વિષમ એવા વર્તમાનકાળમાં આવા દૃષ્ટાંતો કેટલાં મળશે.?! ઉપરોકત સાધ્વીજી ભગવંત માત્ર સ્વસાધનામાં રચ્યાંપચ્યાં રહે છે એવું પણ નથી. સ્વ-પર કોઈ પણ સમુદાયનાંસાધ્વીજી ભગવંત તેમની પાસે આવે તેઓ તેમના અદ્ભુત વાત્સલ્યમાં ભીંજાઈને ધન્યતાનો અનુભવ કરે છે. સહુ વાચકો આ દૃષ્ટાંતને સમ્યક્ રીતે વિચારીને યથાયોગ્ય પ્રેરણા મેળવે એ જ શુભાભિલાષા. આ દૃષ્ટાંત છપાયું છે એ ખ્યાલ પણ આ નિઃસ્પૃહી મહાત્માને આવશે તો તેમને નહીં ગમે એ સ્વાભાવિક છે, છતાં વર્તમાનકાળમાં સવિશેષ પ્રેરણાદાયક હોવાથી આ દૃષ્ટાંત અત્રે રજૂ કરવાની ધૃષ્ટતા કરવી પડી છે. ૐ શાંતિઃ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy