SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા આવી રીતે આયંબિલથી પારણું કર્યા બાદ પણ તેમણે આયંબિલ ચાલુ રાખ્યાં. થોડાં આયંબિલ બાદ વચ્ચે અટ્ટમ પણ કરતાં રહ્યાં. કુલ ૯૭૦ આયંબિલ સળંગ કર્યા. પછી ચૈત્ર સુદિ ૪થી પુનઃ માસક્ષમણનો પ્રારંભ કરી દીધો! ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ તેમણે ખૂબ જ પ્રસન્નતાપૂર્વક માસક્ષમણ પૂર્ણ કરીને અક્ષય તૃતીયાના દિવસે આયંબિલથી પારણું કર્યું! પારણા પ્રસંગે નહીં કોઈ પત્રિકા, નહીં મહોત્સવ, નહીં પ્રચાર, કે તપસ્વિની તરીકે દેખાવાની લેશ માત્ર આશંસા નહીં! રસનેન્દ્રિય ઉપર કેવો અદ્ભુત કાબુ! માનકષાય ઉપર કેવો અજોડ વિજય ! આ ઉપરાંત પણ ૧૫ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે નીચે મુજબ અત્યંત અનુમોદનીય તપશ્ચર્યા કરી છે. (૧) સિદ્ધિતપ (પારણે આયંબિલ) (૨) શ્રેણિ તપ (પારણે આયંબિલ) - (૩) વીશ સ્થાનકના સળંગ ૪૦૦ અક્રમ! (૪) પાર્શ્વનાથના સળંગ ૧૦૮ અઠ્ઠમ! (૫) છેલ્લાં ઘણાં વર્ષોથી દર પર્યુષણમાં અઠ્ઠાઈ તપ. (૬) ૧ વર્ષ સુધી નીચે મુજબ નવપદજીની વિશિષ્ટ રીતે આરાધના કરેલ. એક ધાનના ૯ આયંબિલ કર્યાં બાદ ૧ પારણું કરી પુનઃ બીજાં એક ધાનનાં ૯ આયંબિલ બાદ ૧ પારણું કરી પુનઃ ત્રીજાં એક જ ધાનના ૯ આયંબિલ ઇત્યાદિ. વિહારમાં એક ધાનના આયંબિલની નિર્દોષ ગોચરી ન મળે તો કાચી મગની દાળ, અડદની દાળ કે લોટ પાણીમાં ૩-૪ ક્લાક પલાળીને વાપરતાં!!! (૭) હાલ અટ્ટમથી વર્ષીતપ ચાલુ છે. પારણામાં પુરિમઠ્ઠ એકાસણું કરે છે! આવી ઉગ્ર તપશ્ચર્યાની સાથે સાથે જ્ઞાન–ધ્યાન રૂપ આપ્યંતર તપમાં તેઓ અપ્રમત્તપણે અનુમોદનીય પુરુષાર્થ કરી રહ્યાં છે. તેમના નામનો પૂર્વાર્ધ જ્ઞાનના પાંચ પ્રકારોમાંથી જે ‘બોલતું જ્ઞાન’ કહેવાય છે તે છે તથા ઉત્તરાર્ધ પ્રાયઃ બધાને પ્રિય એવી એક ઋતુ વિશેષનું નામ છે. (પૂ. સા. શ્રી શ્રુતવર્ષાશ્રીજી મ.સા.) તેમનાં મોટાં બહેને તેમનાથી ૭ વર્ષ અગાઉ દીક્ષા લીધેલ તેમનું ખૂબ જ અનુમોદનીય દૃષ્ટાંત આનાથી આગળ આપેલ છે. તથા બે નાની બહેનોએ તેમની સાથે જ સં. ૨૦૩૮-માં દીક્ષા લીધેલ તથા માતુશ્રીએ સં. ૨૦૪૩માં ૭૨ વર્ષની વયે દીક્ષા લીધેલ, એ ત્રણેની આરાધના પણ અનુક્રમે નીચે મુજબ જાણવી. Jain Education International For Private sch ૧૦૮ માસક્ષમણ કરવાની ભાવના!!! પૂ.સા. શ્રી ગીતરમાશ્રીજી મ.સા. નિત્ય ભકતામર સ્તોત્રપાઠી, તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના એક જ ગ્રુપનાં બે સાધ્વીજી ભગવંતોએ વર્તમાનકાળમાં વિક્રમ રૂપ કહી શકાય તેવી માસક્ષમણની તપશ્ચર્યા પોતાના જીવનમાં કરી છે. બંનેના પ્રગુરુણી એક જ છે. તેમાંથી એક સાધ્વીજી ભગવંતને બાલ્યાવસ્થાથી જ સહજ વૈરાગ્યભાવ વર્તતો હતો, છતાં કર્મવશાત્ લગ્ન થયાં. પરંતુ લગ્ન પછી બે મહિનાના અલ્પકાળમાં જ તેમણે પોતાના પિતાશ્રી પાસે પોતાની પ્રવ્રજ્યાની ભાવના વ્યકત કરી. પુત્રીની કસોટી કરતા પિતાશ્રીએ થોડો સમય વીતવા દીધો, પણ જ્યારે તેમણે જોયું કે એક પુત્રની માતા થવા છતાં પણ સંતાનના મમત્વ કરતાં સંયમનો રાગ તીવ્ર છે, ત્યારે સંયમની અનુમતિ આપી અને આખરે સં. ૨૦૧૮ના પોષ વદ-૫-ના મુંબઈમાં લાલબાગ મુકામે તેમની દીક્ષા થઈ. તેમના એક ભાઈ નિર્મલભાઈએ પણ ૧૭ વર્ષની યુવાન વયે ઉપરોકત પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે લાલબાગમાં દીક્ષા ગ્રહણ કરેલ છે. દીક્ષા લીધા બાદ ઉપરોકત સાધ્વીજી ભગવંતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચાર આ પાંચેય આચારોની યથાયોગ્ય રીતે સુંદર આરાધના કરેલ છે. તેમાં પણ તેમણે જે ઉત્કૃષ્ટ તપની આરાધના કરી છે તે તો પૂર્વકાળના મહર્ષિઓની તપશકિતનો સાક્ષીભાવ અને શ્રદ્ધા પ્રગટાવે છે! સંસારી અવસ્થામાં જ તેમણે અટ્ટાઈ, ચત્તારિઅઠ્ઠ-દશદોય તપ, ૧૬ ઉપવાસ, ઉપધાન આદિ તપશ્ચર્યા કરેલ અને દીક્ષા લીધા બાદ તેમની તપતિ સોળે કળાએ ખીલી ઊઠી. તેમણે પોતાના જીવનમાં ૩૬ ઉપવાસ, ૪૨ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૬૮ ઉપવાસ, વીશ વખત સળંગ ૨૦ ઉપવાસ દ્વારા વીશ સ્થાનક તપની આરાધના, એક વર્ષમાં ૨૦ અઠ્ઠાઈ (કુલ ૨૫ અઠ્ઠાઈ) ૩૦ માસક્ષમણ, સળંગ ૩૭૫ આયંબિલ, વર્ધમાન તપની ૪૫ ઓળી, શ્રેણિતપ, ભદ્રતપ, ૩ વર્ષીતપ, ઉવસગ્ગહરં સ્તોત્રના ૧૮૫ અક્ષરોની આરાધના નિમિત્તે સળંગ ૧૮૫ અક્રમ આવી અનેક વિશિષ્ટ તપશ્ચર્યા દ્વારા પોતાના આત્માને હળુકર્મી બનાવવા ઉપરાંત સુંદર શાસનપ્રભાવના અને અનેક આત્માઓના જીવનમાં અનુમોદના દ્વારા ધર્મબીજનું વપન કરેલ છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy