SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬ - સં. ૨૦૩૧માં ૨૭ વર્ષની વયે દીક્ષિત થયેલ એ કન્યાએ ૧૪ વર્ષના દીક્ષા પર્યાયમાં નીચે મુજબની હેરત પમાડે તેવી તપ-ત્યાગની ભવ્ય અને ભગીરથ સાધના કરી છે. (૧) ૫00 આયંબિલ (૨) માસક્ષમણ (૩) ભદ્રતા (૪) શ્રેણિતપ (૫) દરેક પારણામાં એકાસણા સહ અઠ્ઠમથી પાંચ વર્ષીતપ!!! તેમાં પણ દરેક વર્ષીતપમાં ઉત્તરોત્તર એક- બે-ત્રણ-ચાર-પાંચ વિગઈનો મૂળથી ત્યાગ કરતાં ગયાં!!! ૧- લા વર્ષીતપ દરમ્યાન કડા વિગઈનો ત્યાગ, બીજા વર્ષીતપમાં કડા વિગઈ તથા ગોળનો ત્યાગ ત્રીજા વર્ષીતપમાં કડા વિગઈ, ગોળ તથા તેલનો ત્યાગ. ચોથા વર્ષીતપમાં કડા વિગઈ, ગોળ, તેલ તથા દહીંનો ત્યાગ અને પાંચમા વર્ષીતપમાં કડા વિગઈ, ગોળ, તેલ, દહીં તથા ઘીનો ત્યાગ. આ બધી વિગઈઓનો મૂળથી ત્યાગ કરેલો એટલે કે ઉપરોકત વિગઈઓનો જેમાં થોડો પણ ઉપયોગ થયેલ હોય તેવી બીજી પણ કોઈ વસ્તુઓ કલ્પ નહીં! ! ! આ વર્ષીતપો દરમ્યાન પ્રાય: ઘણાં અટ્ટમ ચૌવિહાર કરેલ! કર્મસંયોગે તેમને ટી.બી.નું દર્દ લાગુ પડ્યું. તેમાં પણ વિરાધના ન થાય તે માટે એક્સ રે ફોટો પડાવતાં નહીં કે બ્લડ તથા યુરીનનો ટેસ્ટ પણ કરાવતાં નહીં. ૯ મહિનાના નિર્દોષ ઉપચાર પછી સ્વાથ્ય સારું થતાં પુનઃ કર્મશત્રુ સામે જંગી યુદ્ધનો પ્રારંભ કર્યો! ૮ ઉપવાસના પારણે ૮ ઉપવાસથી વર્ષીતપનો પ્રારંભ કર્યો! પારણામાં પણ આયંબિલ જ કરવાનાં!! તે પણ આયંબિલ એક ધાનનાં જ કરવાનાં! ! ! તેમાં પણ પુરિમઠનું પચ્ચકખાણ કરવાનું!! તેમાં પણ ઘરોમાંથી જે નિર્દોષ ગોચરી સહજતાથી મળે તેનાથી જ ચલાવવાનું!!! આવી વિશિષ્ટ તપશ્ચર્યાના પ્રભાવે તેમનો દેહાધ્યાસ ઘણો મંદ થઈ ગયો હતો. નશ્વર કાયાની માયા જાણે મરી પરવારી હતી. અવિનશ્વર એવા આત્મ તત્ત્વને અનુભવવાની દિશામાં તેમની સાધના આગળ ધપી રહી હતી. કાર્ય સાધયામિ ના દેહં પાતયામિ’ એવો તેમનો દઢ નિર્ધાર હતો અને આખરે ૧૪-મી અફાઈ દરમ્યાન પાંચમા ઉપવાસે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં, સર્વ જીવોને ખમાવી, પોતાના ગુરુણીના શ્રીમુખેથી નવકાર તથા પાંચ મહાવ્રતોના આલાવાને સાંભળતાં સાંભળતાં સં. ૨૦૪૫- ના અષાઢ સુદિ ૧૩ના દિવસે સમાધિપૂર્વક સદાને માટે આંખ મીંચી દીધી. અણાહારી પદને પ્રાપ્ત કરવા માટે જાણે આહારનો સદાને માટે ત્યાગ કરી દીધો! આવા ભીષણ તપની સાથે જીવનમાં ખૂબ જ અનુમોદનીય અપ્રમત્તતા હતી. પોતાનું કાર્ય પોતે જ કરતાં ચતુર્વિધ સંઘ એટલું જ નહીં પરંતુ વડીલોની ભકિત માટે પણ હિંમેશાં ખડે પગે તૈયાર રહેતાં. છ કર્મગ્રંથ, વ્યાકરણ, તર્કસંગ્રહ વગેરેનો અર્થ સહિત તલસ્પર્શી અભ્યાસ પણ તેમણે કર્યો હતો! તેમના નામનો પૂર્વાર્ધ જ્ઞાનનો પર્યાયવાચી દોઢ અક્ષરનો શબ્દ છે તથા ઉત્તરાર્ધ પ્રાયઃ સર્વજનપ્રિય એવી એક ઋતુનું નામ છે. (પૂ. સા. શ્રી ચિવર્ષાશ્રીજી મ.સા.) તેમની દીક્ષા પછી સાત વર્ષે તેમની ગ્રેજ્યુએટ થયેલી ત્રણ નાની બહેનોની દીક્ષા થયેલી તથા ત્યારબાદ બીજાં પાંચ વર્ષ રહીને તેમનાં માતુશ્રીની પણ દીક્ષા થઈ હતી. એ ચારે જણાં પણ ખૂબ જ તપોમય અનુમોદનીય જીવન જીવી રહ્યાં છે. તેમની અનુમોદનીય આરાધનાની વિગત આના પછીના દૃષ્ટાંતમાં આપેલ છે :– ખરેખર શ્રી જિનશાસન આવા મહા તપસ્વી, આરાધક, સંયમી આત્માઓથી ગૌરવવંતુ છે! ૯00 આયંબિલ ઉપર ૪૫ ઉપવાસની તપશ્ચર્યા સાથે નવસારીથી શંખેશ્વરનો વિહાર!!! - પૂ. સા. શ્રી કૃતવષશ્રીજી મ.સા. B.com. સુધી વ્યાવહારિક અભ્યાસ કરનાર કૉલેજિયન કન્યાએ સં. ૨૦૩૮માં મહા સુદિ પ-ના સંયમ સ્વીકાર્યું. જેમના ઘરે કાયમ બે મિષ્ટાન્ન અને બે ફરસાણ હાજર જ હોય તેવા સુખી પરિવારમાંથી દીક્ષિત થયેલાં આ સાધ્વીજીએ દીક્ષા બાદ કર્મનિર્જરાર્થે ઉગ્ર તપશ્ચર્યાનો પ્રારંભ કરી દીધો. સળંગ ૯૦૦ આયંબિલ કરીને ઉપર પારણું કર્યા વિના સળંગ ૪૫ ઉપવાસ શરૂ કર્યા. ૨૧મા ઉપવાસે તેમને ભાવના થઈ કે મારે શંખેશ્વર તીર્થમાં જઈ પ્રભુદર્શન કર્યા પછી જ પારણું કરવું. આવી ભાવના સાથે તેમણે નવસારીથી વિહાર પ્રારંભી દીધો. આવી ઉગ્ર તપશ્ચર્યા સાથે રોજ વિહારો કરતાં કરતાં અનુક્રમે શંખેશ્વર પહોંચ્યાં ત્યારે તેમનો ૪૫મો ઉપવાસ હતો! શંખેશ્વરમાં આવીને અટ્ટમ કરી એટલે કુલ ૪૫ ઉપવાસ થયા. પારણાના દિવસે બપોરના સમયે એક હાથમાં તરાણીચેતનો અને બીજા હાથમાં લોટ (લાકડાનો ઘડો) લઈને તેઓ સ્વયં આયંબિલની ગોચરી વહોરવા માટે નીકળ્યાં. તેમનાં સંસારી માતુશ્રી પારણું કરાવવા આવેલા પરંતુ તેમને ત્યાં વહોરવાની ના પાડતાં તેમણે ખુલાસો કર્યો કે-“તમે મારા નિમિત્તે બનાવેલ છે તેથી ન કલ્પ”! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy