SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ દર પ્રાયશ્ચિત્ત સંયમ સ્વીકારી આત્મકલ્યાણનો માર્ગ લેવો, આવી ઘટનાઓ એક નહીં પણ અનેક, તે દ્વારા પણ આપણને સંદેશ એ મળે છે કે જીવનમાં સંયમ જેવી કોઈ સાધના નથી. સાધ્વી જીવન પણ બ્રહ્મચર્ય ગુણથી અતિ પવિત્ર અને અનુપમ છે જ, પણ તે પૂર્વના ભવમાં કેવા સંસ્કારો પાળ્યા છે, કર્મો કેટલાં ઓછાં કર્યાં છે તે બધાંય ગણિતો સંયમ-જીવનની સંપ્રાપ્તિ માટેનાં પરિબળો બને છે. ધનેશ્વર વગેરે ચારેય શ્રેષ્ઠી પુત્રો દેવદત્ત શ્રેણીના હતા, પણ ધર્મ સાથે ધરાર સંબંધ જ ન મળે, ચારેય નાસ્તિકવાદી મિથ્યાત્વી હતા. એકવાર વેપારાર્થે ધનેશ્વર મૃગપુર નગરે આવેલ ત્યાં દહેરાસરથી પાછી વળતી જિનદત્તશ્રેષ્ઠીની કન્યા મૃગસુંદરીની કમનીયતા દેખતાં તેણી ઉપર મન લોભાયું, પરણવાનો સંકલ્પ કરી લીધો પણ વચ્ચે વિઘ્ન એ હતું કે ધર્માનુરાગિણી મૃગસુંદરી ધર્માત્માસિવાય કોઈને પરણે નહીં અને તેણીના પિતા પણ ધર્મવિહોણા ઘરમાં પોતાની સુપુત્રીની સગાઈ કરે નહીં. યોગ્ય સાથે જ યોગ્યનો મેળ કરાવાય, કારણ કે નિત્ય પૂજા કરવી, પછી મુનિ ભગવંતોને સુપાત્ર દાન આપવું અને રાત્રિ-ભોજનનો આજીવન ત્યાગ આવી ત્રણ પ્રતિજ્ઞા મૃગસુંદરીએ ભરયુવાનીમાં કુંવારી અવસ્થામાં ગ્રહણ કરી હતી. અંતે રૂપાસક્ત ધનેશ્વરે તેણીને પરણવા માયાવી ધર્મવિધિઓ આચરવાનું ચાલુ કર્યું. જૈનત્વની ખોટી છાપ ઊભી કરી, થોડાં આડંબરો અને વિધિઓ કપટી ભાવથી શીખી તે પણ પ્રભુભક્તનો દેખાવ કરવા લાગ્યો અને પછી પૈસાના જોરે નારીને પરણ્યો. પણ પોતાના ઘેર મૃગસુંદરીને લઈ આવી ઈર્ષ્યાળુ ધનેશ્વરે મૃગસુંદરીને પૂજા કરવાની સાફ ના પાડી દીધી. પૂજા વિના અન્નપાણી ત્યાગના નિયમવાળી મૃગસુંદરીએ ઉપરાઉપરી ત્રણ ઉપવાસ થયા દીધા અને ચોથા દિવસે જયારે મુનિરાજ તેમને ત્યાં ગોચરીએ પધાર્યા ત્યારે પોતાના અભિગ્રહોની વાત સાથે સાસરાની વ્યથા પણ જણાવી. ગીતાર્થ ગુરુદેવે પણ તેણીના જીવનમાં વિખવાદની ઘટમાળ ન સર્જાય તે માટે લાભાલાભનો વિચાર કરી પ્રભુપૂજા ન થાય તે દિવસે ઘરના ચૂલા ઉપર ચંદરવો બાંધી પાંચતીર્થોની ભાવસ્તુતિ કરવાનો વિકલ્પ આપ્યો, જેથી લીધેલા નિયમોનો નિર્વાહ વિકલ્પથી પણ થતો રહે અને લીધેલ પ્રતિજ્ઞાભંગનો દોષ ન લાગે તેવો ઉપાય આપ્યો. શ્રધ્ધાપૂર્વક તહતિ કરી મૃગસુંદરીએ ચંદરવો બાંધ્યો તો સાસુ-સસરાએ તેને નવું કામણ આક્ષેપી પુત્ર ધનેશ્વરને ઉરકેરી Jain Education International For Private ચતુર્વિધ સંઘ ઉતરાવી બાળી નાખ્યો. ફરી બીજો ચંદરવો લાગ્યો તે પણ ઉતરાવ્યો. આમ સાત ચંદરવા ઉતાર્યા બાળી નાખ્યા પછી બધાંયે મળી મૃગસુંદરીથી ઝઘડો કર્યો કે આ બધાંય ધર્મનાં તૂત શું છે ? મૃગસુંદરીએ તેમાં જીવદયાનું કારણ જણાવ્યું તો સસરાએ નવા ચંદરવા તેણીને પિયર જઈ બાંધવા ટોણો માર્યો. મૃગસુંદરીએ પણ જીદ કરી કે મને પિયરે મૂકવા ચાલો. રીસરોપમાં બધાંય ભેગાં થઈ તેણીને પિયરે મૂકી આવવા ઊપડ્યાં. રસ્તામાં ગામ આવ્યું, ત્યાંના સંબંધીઓને રાત્રે જમવા માટે આમંત્રણ આપ્યું. મૃગસુંદરીને રાત્રિભોજન ત્યાગ હોવાથી જમવાની ના પાડી. તેથી પરિવારનાં સાસુ - સસરા, પતિ અને દીયરે પણ ખાવાનો ત્યાગ રીસના માર્યા કરી દીધો. બાકીનાં લોકોએ રાત્રે ખાધું ને સાપનું ઝેર, જે રસોઈમાં હતું, તેથી મૃત્યુ પામી ગયાં, મૃગસુંદરીના ધર્મે બધાંયને બચાવ્યાં. તે પછી સૌ વચ્ચે મૃગસુંદરી કુળદેવીની જેમ પૂજાવા લાગી. ધનેશ્વરનો પણ પ્રેમ વધ્યો ને બેઉ ધર્મ-પ્રતાપે દેવલોક ગયાં. ત્યાંથી વી મૃગસુંદરી યશોદત્ત શ્રેણીની પુત્રી બની. ધનેશ્વર શ્રીપુરનગરના રાજા શ્રીષેણનો પુત્ર દેવરાજ થયો, જે સાત સાત વર્ષથી ઓછી જીવદયાના કારણે શારીરિક વ્યાધિથી પીડિત હતો. વૈદ્યો હાર્યા ત્યારે શ્રેષ્ઠી પુત્રીએ ફક્ત સ્પર્શ કરી તેને રોગમુક્ત કર્યો. બેઉનાં લગ્ન થયાં. સંતાનપ્રાપ્તિ પછી પૂર્વ ભવને જાતિસ્મરણ જ્ઞાનથી જાણી પોદીલાચાર્ય પાસે દીક્ષા લીધી. ચારિત્ર-પ્રતાપે બેઉ રાજા - રાણીના ભવથી દેવલોકે ગયાં, ત્યાંથી ચવી જીવદયાના પ્રભાવે ચરમભવમાં ફરી ચારિત્ર ગ્રહણ કરી મુક્તિને પામશે. આમ મૃગસુંદરીના એકાકી ધર્મે ધર્મનું વાતાવરણ સર્જી દીધું. ૧૮ ચંદનસમી શીતલ ચંદના સાધ્વી ભગવંતોના ઇતિહાસની વાતો વિચારીએ ત્યારે ચંદનબાળા સાધ્વીની જીવનકથા વગર પ્રસ્તુતિ અધૂરી જેવી જ લાગે, કારણ કે અનેક સાધ્વીજીઓ કરતાં તેમના જીવનગુણનો વિકાસ લાક્ષણિક હોવાથી ઉપાદેય - પાથેય જેવો બને છે, જૈન-જગતના આદર્શો પૈકી સાધ્વી ચંદનબાળાની ગુણગાથાનો અંશ નિમ્નાંકિત છે. ચંદનબાળાનું મૂળ નામ વસુમતી જે ચંપાનગરીના રાજા દધિવાહન અને રાણી ધારિણીની સુપુત્રી રાજકુંવરી હતી. દીપ્યમાન રૂપ તાંય ગુણોથી આ કન્યા વધારે ઝળહળતી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy