SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પામી પોતા ઉપર ખોટું કલંક ન લાગી જાય તેથી કાઉસગ્ગમાં સ્થિર થઈ. બન્ધુશ્રી જયસેનાની બેહાલી જોવા આવી ત્યારે પોતાની જ પુત્રીને મૃત દેખી કલ્પાંત કરવા લાગી. સીધો જ જયસેના ઉપર આક્ષેપ કરી દીધો, રાજા સુધી ફરિયાદ ગઈ, પણ જેવા રાજસૈનિકો બંધુશ્રીના આક્ષેપને કારણે જયસેનાને કેદ કરવા આવ્યા, શાસનંદવે ધર્માત્મા જયસેનાની રક્ષા કરવા કાપાલિકના મોઢે જ સત્ય જાહેર કરાવ્યું, જેથી જયસેના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ ને જયજયકાર થયો. રાજા અને પ્રજા બોધ પામી જૈનધર્માનુરાગી બન્યાં પણ જયસેનાએ તે પછી સંસારની અસારતાને પ્રત્યક્ષ અનુભવી વૈરાગ્યથી દીક્ષા લીધી, તપ - ત્યાગ - જ્ઞાન - ધ્યાન દ્વારા કર્મો ખમાવી તે જ ભવમાં કેવળજ્ઞાન ઉપાર્જી લીધુ અને મોક્ષે પણ સિધાવી ગઈ. પ્રભુના શાસનનું શરણું લેનારને પછી કોઈનાય તાબે જીવવાનું રહેતું નથી બલ્કે જન્મ - મરણના ચક્કરથી પણ છૂટવાનું થાય છે. ૧૬ જીવન-પરિવર્તન પરમાત્મા મહાવીર દેવ જ નહીં પણ કોઈ પણ તીર્થંકર પરમાત્મા જ્યારે પણ શાસનની સ્થાપના કરે છે, તેના મૂળમાં હોય છે કરુણા, કરુણા, કરુણા-ભાવના, હળુકર્મી ને પુણ્યશાળીઓ તો તરવાનાં જ પણ પાપાત્માઓ પણ જીવનજંગને જીતી જાય અને આત્મકલ્યાણ સાધી જાય તેવી તેમની ઉત્તમ ભાવનાઓ જ લોકમાનસને સ્પર્શી જાય છે. જૈન જગતનો, સાવી પરંપરાનો ઇતિહાસ પણ ચિત્ર - વિચિત્ર પ્રસંગોથી ભરચક છે. જ્ઞાનગર્ભિત કે દુઃખગર્ભિત વૈરાગ્યથી વાસિત બની પુનિત પ્રવજ્યા પામનાર પુણ્યાત્માની જેમ જ મોહગર્ભિત દીક્ષા લેનાર અબળા કે સબળા નારીઓ પણ તરી ગઈ છે. મૂળ કારણ છે પ્રભુ-પરમાત્માનું લોકોત્તર શાસન અને ચર્તુવિધ શ્રીસંઘની વ્યવસ્થાઓ- મર્યાદાઓ, આ નાની કથા એક રાણીની છે, જેને પતિ રાજા તરફથી સંસારસુખ ફક્ત સમય - સમયના આંતરે જ મળતું હોવાથી તેણીની મનોવાસનાએ તેણીને રાજાના મહાવત સાથે વ્યભિચારી પરિચય કરાવી દીધો હતો. અનેક રાણીઓનાં અંતઃપુરમાંથી આ રાણી પોતાનો વારો રાજા પાસે જવાનો આવે તેની ટળવળતી રાહ જોઈ દુ: ખી - દુઃખી રહેવાના બદલે હસ્તિપાલકની કાયાની માયામાં લપટાઈ અંધારી રાત્રે શોક્ય રાણી અને પહેરઠારોને પણ અંધારામાં રાખી અંતઃપુરના એક ખૂણેથી મધરાત્રિએ હાથી મારફત ઊતરી · મહાવત સાથે કામસુખ માણી કાયભૂખનું દુઃખ દૂર કરવા લાગી. Jain Education International For Private ૬૧ લાંબા સમય બેઉ વચ્ચે કામલીલા ચાલી પણ કોઈનેય ખ્યાલ સુધ્ધાં ન આવ્યો, પણ પાછળથી ઓછી ઊંઘવાળા એક ઘરડા ડોસાની નિમણૂક રાજવાસમાં થતાં રાણીને મહાવતનું પ્રકરણ તેના ખ્યાલમાં આવી ગયું, જેણે રાજાને અંધારી રાતની ગુપ્ત વાતો પ્રગટ કરી દીધી. રાજાએ ઊલટતપાસ દ્વારા વચ્ચે ચાલતી ભયંકર માયાલીલાના દંડ રૂપે રાણી, મહાવત અને હાથી એમ ત્રણેયને દેહાંત-દંડ ફરમાવી દીધો. બેઉ પણ પાછળથી ચાલાક મહાવતે હાથીને બચાવી લેવાના ચોકઠામાં પોતા અને રાણી માટે અભયદાન માગી લીધું. મૃત્યુ સજા તો રદ્દ થઈ પણ રાણી અને મહાવત બેઉને દેશનિકાલની સજા થઈ ગઈ. બેઉ જંગલના ભિખારી બની ગયાં.. રાજકુળની રાણી અટવીમાં અટવાઈ ગઈ. તેની બાજુમાં મહાવત સૂતો હતો અને અચાનક મધરાત્રિએ કોઈક ચોર અન્ય રાજાને ત્યાં ધાડ પાડી માલમલીદા સાથે તે જ જગ્યામાં આવી રાણીની બાજુમાં ગોઠવાઈ ગયો. તેણે રાણીનો સ્પર્શ કરી તેણીને જગાડી દીધી અને પોતાની વીતક કીધી, જો રાજાના સૈનિકોથી તેણી બચાવે તો પોતાની સંપત્તિ આપી સુખી બનાવી દેવા લાલચ આપી. પૈસાના પ્રેમમાં પાગલ રાણીએ મહાવતને પડતો મૂકી ચોરીના કર્તા સાથે યારી કરી, પોતાના પતિ તરીકે જાહેર કરી મહાવતને ચોર તરીકે સપડાવી દીધો. તેથી મહાવતને શૂળીની સજા થઈ અને બીજી તરફ રાણીએ રાજા અને મહાવત છોડી ચોરને યાર બનાવ્યો, પણ ચતુર ચોરે પણ તેણીને નદી પાર કરવાના બહાને આભૂષણ અને વસ્ત્રશોભા વગરની બનાવી બેહાલ કરી દીધી. રાણી ભિખારણમાંથી અભાગણ બની ગઈ. નિર્વસ્ત્રદશામાં જયારે વન-વન ભટકવા લાગી ત્યારે વિષમ દશામાં શૂળીની સજા સમયે પણ શ્રાવક પાસેથી અંતિમ સમયે મળેલ નવકાર મહામંત્રના પ્રભાવે મૃત્યુ પામી દેવાત્મા બનેલ પ્રેમી મહાવતના જીવે રાણીને જંગલ મધ્યે મંગલ બોધ આપી વાસના વિમુક્ત કરી. બાકીના જીવનને સુધારવા ઉપાસનાનો માર્ગ દેખાડ્યો. રાણી દીક્ષિત બની અને સાધના કરી દેવલોક પામી, ૧૭ મૃગસુંદરીની જીવદયા જ્ઞાની ગુરુભગવંત પાસેથી પૃચ્છા કરી પોતાનો પૂર્વભવ જાણવો, વર્તમાન જીવનમાં આવેલ વિઘ્નો અંતરાયોનું કારણ જાણવું, થયેલ ભૂલો સમજવી, વૈરાગ્ય થવો અને પછી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy