SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ 950 અવસ્થામાં જ તેણીને ઉપર રાજા મોહ પામ્યો. રાજાની માગણી તેણીએ ઠુકરાવી તેથી રાજાએ માયાકપટ કરી પ્રધાનના આખાય ઘરના બધાંયને કેદ કરાવ્યાં. પછી ત્રાસ આપી બુધ્ધિસુંદરી સોંપે તો જ કેદથી મુક્તિની યુક્તિ ગોઠવી. પ્રધાને લાચારી વશ બુધ્ધિસુંદરી રાજાને ત્યાં રખાવી, તેથી રાજાએ તેને કુંટુંબસહિત મુક્ત કર્યો. અભિમાની રાજાનો નશો ઉતારવા બુધ્ધિસુંદરીએ શીલવ્રતની વાતો કરી ઉપદેશ ચાલુ કર્યો અને તેના કર્ષ - કંદર્પ ઓગાળવા બુધ્ધિસભર યુક્તિઓ કરી. છતાંય જ્યારે રાજા બોધ જ ન પામ્યો ત્યારે તેણીએ મહેલમાં જ પોતાની આકૃતિની ખોટી પૂતળી કરાવી તેમાં ગંદકી ભરી દીધી. મદિરા પણ તેમાં નાખી પછી જ્યારે રાજાએ પાછી કામવિકારી બની અશ્લીલ વાતો ચાલુ કરી ત્યારે રાજાને તે પૂતળી પાસે લઈ જઈ ત્યાંનાં ઢાંકણાં ખોલી દુર્ગંધીનો અનુભવ કરાવ્યો. રાજા સૂગ જરૂર પામ્યો પણ સુંદરી ઉપરનો રાગ ન જ ઓસર્યો ત્યારે છેલ્લે શીલને સાચવવા બુધ્ધિસુંદરીએ મહેલની બારીમાંથી ઝંપાપાત કરી દીધો. તે ઘટના પછી રાજાનો કામ ખતમ થઈ ગયો. તેના ઉપચાર કરી સ્વસ્થ કરાવી. પછી ગમે તેમ પણ સમજાવી રહ્યાને પરસ્ત્રીગમન ત્યાગની પ્રતિજ્ઞા કરાવી અને પોતાના જીવનનું કલ્યાણ સાધવા દીક્ષા લીધી. સાધ્વી બુધ્ધિસુંદરીએ ચારિત્રની આરાધના દ્વારા આત્મકલ્યાણ કરી લીધું. ૧૫ જયસેનાનો જયજયકાર અસાર સંસાર જીવોના અજ્ઞાનથી પણ હેય છે તેમ જડ એવાં કર્મોના ઉપદ્રવોથી પણ ત્યાજ્ય છે. ક્યારેક જીવોના વિચિત્ર વર્તન અને ક્યારેક જડની વિચિત્ર લીલાઓ કોઈ જીવાત્માના આત્મામાં વૈરાગ્ય ઉત્પન્ન કરી દે છે અને પછી તેના જીવનમાં અનોખું પરિવર્તન આવે છે. જો તે જીવ ધર્માત્મા હોય તો ધર્મ તરફ ઝૂકી આપત્તિઓને પણ સંપત્તિ બનાવી દે છે અને નિયમ છે કે જે સંકટ-સમયે પણ ધર્મની રક્ષા કરે, ધર્મ તેની રક્ષા કરવી ચૂકતો નથી. ઉજ્જૈનમાં બનેલો આ પ્રસંગ શ્રાવિકા જયસેનાનો છે, જેમના પતિનું નામ હતું, વૃષભશ્રેષ્ઠી. લાંબા સમયના લગ્નજીવન પછી પણ જ્યારે સંતાનની પ્રાપ્તિ ન થઈ ત્યારે શ્રેષ્ઠીનું મન ઉદાસીનતા અનુભવવા લાગ્યું, પણ જયસેના પોતાના તથાપ્રકારી અંતરાયકર્મોથી લાચાર હતી. છતાંય મનને ખૂબ ઉદાર બનાવી પોતે સામે ચડી પતિના સુખ માટે પતિની હા - ના છતાંય ગુણસુંદરી નામની યુવાન કન્યા સાથે ઓળખાણ Jain Education International For Private ચતુર્વિધ સંઘ કરી પરિચય વધાર્યો અને પોતાનું સુખ જતું કરવાની તૈયારી રાખી પતિનાં લગ્ન ગુણસુંદરી સાથે સ્વયં કરાવી આપ્યાં. આવેલ શોક્ય છતાંય તેનાં રૂપ અને ગુણને પારખી ઘરનો બધો જ કારભાર જયસેનાએ ગુણસુંદરીને સોંપી પોતાની જવાબદારી પૂરી કરી અને સ્વંય ધર્મારાધનામાં દિવસો ગાળવા લાગી. આવી ઉત્તમ વર્તણૂકથી જયસેના વંધ્યા છતાંચ પતિ વૃષભશ્રેષ્ઠીની પ્રિયપાત્ર બની રહી અને ઘરના મહત્ત્વનાં બધાંય કાર્યોમાં શ્રેષ્ઠી તેણીની સલાહ લેવા લાગ્યા. હકીકતમાં પ્રારંભમાં ગુણસુંદરી જયસેનાને માતાતુલ્ય, ભગિનીતુલ્ય માનતી રહી, પણ જ્યારે તેણીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તે પછી પણ શ્રેષ્ઠીનો સવિશેષ રાગ જયસેના ઉપર રહેવાથી તેણી પોતાની લઘુતા સમજી ઈર્ષાથી પીડાવા લાગી. એકઠા પોતાના પિયરે ગયેલ ત્યારે તેણીની માતાએ પૂછેલ અંતરખબરના જવાબમાં મોઢું વકાસી શોક્યના ઘેર લગ્ન કરાવ્યાનું ટોણું માર્યું અને દુખિયારી ભાષામાં માતાને જણાવ્યું કે પોતે સૌભાગ્યવતી માતા બનવા છતાં પણ તેના પતિ બધી બાબતમાં વંધ્યા જયસેનાનો અભિપ્રાય પૂછી વ્યવહાર ચલાવે છે, જેથી તેણીને અપમાન જેવું લાગે છે. ગુપ્ત વાતો એકાંતમાં કરે તેમાં કોઈ પડયંત્ર જેવું લાગે છે, ઘરમાં બધી ય અનકૂળતા છતાંય રહેવાની ઇચ્છા નથી થતી વગેરે. પિયરે આવેલી દીકરીના સ્નેહરાગમાં માતા- બંધુશ્રીએ પોતાની દીકરી ગુણસુંદરીને સુખી કરવાનો સંકલ્પ કરી ભયંકર લીલા ચાલુ કરી. દીકરીને આશ્વાસન આપી સાસરે મોકલી, પણ તરત પછી પોતાને ત્યાં અવારનવાર ભિક્ષા માટે આવતા કાપાલિકને સાધી મેલી વિદ્યાનો પ્રયોગ કરાવ્યો. પૈસાના ગુલામ કાપાલિકે સ્મશાને જઈ વિધિઓ કરી મડદાની સ્નાન - પૂજા કરાવી વૈતાલી વિદ્યાને પ્રત્યક્ષ કરી જયસેનાનું કાસળ કાઢી નાખવાનો આદેશ આપી દીધો. આસુરી વિદ્યા છૂટી પણ તે સમયે જયસેના દહેરાસરમાં પ્રભુ સન્મુખ હોવાથી તે વિદ્યા નિષ્ફળ ગઈ. બીજીવાર પ્રયોગ થયો ત્યારે સામાયિકમાં હતી તેથી તેનું જોર ન ચાલ્યું. આમ ત્રણ - ચારવાર ફરી ધર્મપ્રભાવે કાપાલિકની મુરાદ પાર ન પડી. છેલ્લે જ્યારે આક્રોશ સાથે વિદ્યાનો દુરુપયોગ કરવામાં આવ્યો ત્યારે તર્જના પામેલ વૈતાલી સમસમ કરતી છૂટી અને સવારના પ્રહોરમાં જ લઘુશંકા માટે ઘરથી બહાર નીકળેલ ગુણસુંદરીને મરણશરણ કરી પાછી આવી. ભયાનક દુર્ઘટના બની ગઈ. શોક્ય ગુણસુંદરીના મૃતદેહને જોતાં જ જયસેના ભય Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy