SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. ૬૪૯ ચતુર્વિધ શ્રી સંઘના સંયમી સાધ્વી ભગવંતો પ્રસ્તુતકર્તા : ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિ. મ. સા. (નેમિપ્રેમી) એક સત્ય હકીકત સૌએ સહર્ષ સ્વીકારી લેવી પડે કે દરેક કાળમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે રહી અને રહેવાની તે માટે જીવાજીવાભિગમ આગમ પણ સાક્ષી છે અને તેથીય એક વધારાનું સત્ય એ છે કે શાંતિનાથ ભગવંત સિવાયના ત્રેવીશે પ્રભુના શાસનકાળમાં સાધુ ભગવંતો કરતાં સાધ્વી ભગવંતોની સંખ્યા સવિશેષ રહી છે માત્ર શાંતિનાથ ભગવંતમાં શ્રમણ સંખ્યા ૬ ૨૦૦૦ શ્રમણી સંખ્યા ૬૧૪૦૦ છે અને એટલું જ નહીં ધર્મારાધનાની જ્યોત જ્વલંત રાખવામાં ફાળો સાધુ ભગવંતોના પ્રત્યક્ષ ફાળા માફક પરોક્ષ યોગદાન શ્રમણી સંસ્થાનું પણ છે. નમો લોએ સવ્વ સાહૂણં' પદમાં સાધુ પદ બહુવાચી છે તેના વિસ્તાર ને ભાવાર્થમાં સાધ્વીઓનો પણ સમાવેશ થઈ જાય છે. પ્રભુનું શાસન શ્રમણપ્રધાન તથા પુરુષપ્રધાન હોવાથી સર્વત્ર પુરુષવચનનો ઉપયોગ જોવા મળશે પણ તેથી ચતુર્વિધ શ્રી સંઘનો મહત્ત્વનો પાયો અને અણગારી આલમનો મહત્ત્વનો વિભાગ મહાસતી સંસ્થાનો તેમાં સમાવેશ સ્વાભાવિક જાણવો. લૌકિક-ઇતિહાસના પાનાંઓ ઉથલાવતાં જોવા-જાણવા મળશે કે દરેક સમયે પુરુષો કરતાંય સ્ત્રીઓનું મહત્ત્વ ઓછું અંકાયું હશે. કારણમાં સ્ત્રીઓમાં રહેલી ક્ષુલ્લકતા, ઈષ્યવૃત્તિ, માયા, અશુચિતા તથા નિસહાયતાના દોષોએ તેમના જીવનની પ્રગતિઓ અવરોધી છે. છતાંય એક હકીકત છે કે સ્યાદવાદ સંયુક્ત ઉદાર જૈનધર્મે તો સૌ ધર્માત્માઓને પોતાનામાં સ્થાપી ઉદાત્ત ગૌરવ બક્યું છે. મોક્ષની સાધના માટે અત્યાવશ્યક શર્ત છે માનવદેહ, વર્તમાન ચોવીશીમાં સૌથી પ્રથમ મોક્ષે જનાર હતાં આદેશ્વર પ્રભુના માતા મરૂદેવા, જેઓ અંતકૃત કેવળી બની મુક્તિને રમતરમતમાં વરી ગયાં છે. ઓગણીસમા મલ્લીનાથ તીર્થકર સ્ત્રીશરીરધારી પરમાત્મા હતા (જો કે આ અપવાદિક બનાવ છે) તદુપરાંત લિપિ અને ગણિતના પ્રથમ અભ્યાસી બ્રાહ્મી અને સુંદરી પણ પ્રથમ સાધ્વીઓ થઈ ગયાં છે. પ્રભુ આદિનાથજીની ચતુર્વિધ સંઘની સ્થાપનામાં પ્રથમ ગણધરની જેમ પ્રથમ સાધ્વી ભગવંત તરીકે બ્રાહ્મીનું નામ બોલાય છે. બળવાન બાહુબલીના કેવળજ્ઞાનમાં નિમિત્ત બનનાર પણ તે જ શ્રમણીઓ, સગા બે ભાઈઓના યુદ્ધમાં અનેક નિર્દોષોની હત્યા ને હિંસા અટકાવી જૈનધર્મની પ્રશસ્તિ કરાવનાર પણ એક સાધ્વીજી જ હતાં. છત્રીસ હજાર સાધ્વીઓના અધિપતિ તેવા ઉત્તમોત્તમ સાધ્વી ચંદનબાળા પ્રખ્યાત પ્રભાવક શ્રમણી થયા છે. વર્તમાનમાં પણ વિશિષ્ટ આરાધિકા સાધ્વી ભગવંતો પોતાના તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન, અંતર્મુખતા કે આરાધકતાથી સૂમિની શક્તિઓ ઉત્પન્ન કરી અનેકોના હિતનું પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ કારણ બની રહ્યાં છે. ભાવિમાં પણ પાંચમા આરાના છેલ્લા સાધ્વી ફલ્યુશ્રી થવાનાં, જેમના કાળધર્મ સુધી જ શ્રમણી સંસ્થા રહેશે અને તરત પછી છઠ્ઠો આરો પ્રારંભ થતાં જૈન શાસન વિરાટ કાળના અલ્પ સમય માટે વિનાશ પામશે. સાધ્વી સંસ્થામાં પણ ઉત્તમ મર્યાદાનું પાલન કરી અગિયાર અંગ સુધીનો અભ્યાસ કરી જનાર શ્રમણીઓ હતાં જ. તેથી જ તો વજકુમાર તેમના સ્વાધ્યાયના ઘોષ સુણી ઘોડિયામાં રહ્યા સૂતાં જ અગિયાર અંગના પારગામી બન્યા હતા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ તો પોતાની માતા સાધ્વી પ્રવર્તિની પાહિનીના કાળધર્મ પ્રસંગે એક કરોડ નવકારનો જાપ ગણવાનું જાહેર કરી જાહેર શ્રદ્ધાંજલિ બક્ષેલ. ૧૪૪૪ ગ્રંથના રચયિતા આચાર્યપ્રવર સર્જન કરનાર પણ સાધ્વીયાકિની મહતરા જ હતાં ને ? આવાં ઐતિહાસિક પાત્રોથી આ સાધ્વીભગવંતોનો વિભાગ સમૃદ્ધ કરાયો છે. અમારી ભાવ અને ભારપૂર્વકની વિનંતીનો સપ્રેમ સ્વીકાર કરી સંયમૈકલક્ષી વિદ્વાન પૂ. મુનિરાજ જયદર્શન વિ.મ. સાહેબે સંક્ષિપ્ત ભાષામાં પ્રાચીન આદર્શોને મર્યાદિત સંખ્યામાં આલેખિત કર્યા છે. સતત વિહાર, સ્વાધ્યાય, તપ, શાસનપ્રભાવક પ્રવૃત્તિઓ વગેરે વચ્ચે પણ સમય કાઢી ગુરુદેવોની કૃપાથી નાનું પણ નવલું સર્જન કરી અમારા ગ્રંથનું ગૌરવ વધાર્યું છે તે બદલ અમે ઋણાનુબંધી બનીએ છીએ. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy