SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કરતાં ગુણવૃદ્ધિનું પ્રમાણ ઘટતું ગયું છે, છતાં આ ભીષણકાળમાં, ભોગના વાતાવરણમાં પણ સ્ત્રીઓ સંયમને પંથે પ્રયાણ કરીને આરાધના કરી રહી છે એ જ જિનશાસનની ગૌરવવંતી ઘટના છે. ધારિણી : રાજગૃહી નગરીના ધનાઢ્ય શ્રેષ્ઠી ઋષભદત્તની પત્ની હતી. પતિ-પત્ની દયાળુ, દાનવીર, ધર્મપરાયણ અને દૃઢ સંકલ્પવાળાં હતાં. તેઓ સર્વ રીતે સુખી હોવા છતાં નિઃસંતાન હોવાથી ચિંતા થતી હતી, છતાં ધર્મારાધના સારી રીતે શુભ ભાવનાથી કરતાં હતાં. કાળક્રમે ધારિણીએ ગર્ભ ધારણ કર્યો, પણ તેમાં કોઈ વિઘ્ન આવશે એમ જાણીને સુધર્મા સ્વામી પાસે ૧૦૮ આયંબિલની આરાધના કરી. માતાના ઉદરમાં ગર્ભ આવ્યા પછી માતાએ જમ્મૂળ જોયું હતું. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણીએ પુત્રને જન્મ આપ્યો. સ્વપ્નસૂચિત જમ્મૂફળ ઉપરથી જંબૂકુમાર નામાભિધાન કરવામાં આવ્યું. આ પુત્ર અત્યંત તેજસ્વી અને પ્રભાવશાળી હતો. બાલ્યાવસ્થા પૂર્ણ થતાં યુવાવસ્થામાં જમ્બૂકુમારને શ્રેષ્ઠીની આઠ કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા હતા. જમ્મૂકુમારે દીક્ષા લીધી ત્યાર પછી ધારિણીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી. એક દિવસ સુધર્મા સ્વામી રાજગૃહી નગરમાં પોતાના સાધુ-સાધ્વી પરિવાર સહિત પધાર્યા હતા, ત્યારે જમ્મૂકુમારે એમનો ઉપદેશ શ્રવણ કર્યો. પછી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. જમ્મૂકુમાર સુધર્મા સ્વામીની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યા એટલે તુરત જ શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યાં અને બ્રહ્મચર્યવ્રત લીધું. જમ્મૂકુમારની સ્ત્રીઓનાં નામ-સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકશ્રી, કનકસેના, કનકવતી, નભસેના, જયશ્રી હતાં. સંસ્કાર અને કલામાં આઠે સ્ત્રીઓ સમગ્ર નગરમાં શ્રેષ્ઠ ગણાતી હતી. લગ્ન પછીની પ્રથમ રાત્રિએ કોડભરી આઠે સ્ત્રીઓ કોડામણા અને સોહામણા કંથને સૌ પ્રથમ વખત મળી. એમને ખબર હતી કે જમ્બૂકુમારે ગુરુજી પાસે ચોથા વ્રતનો નિયમ લીધો હતો. પ્રથમ મુલાકાત વખતે જમ્મૂકુમારે આઠે સ્ત્રીઓને ઉદ્બોધન કરીને ગુરુવાણીનાં વચનો સંભળાવ્યાં. સંસારની અસારતા, સંસારના કહેવાતા સુખની અતૃપ્તિ, સંસારનાં ભોગવાસનાની કદી તૃપ્તિ થતી નથી. તેનાથી ભવભ્રમણ વધે છે. મુક્તિસુખ શાશ્વત છે. આઠે સ્ત્રીઓ જમ્બૂકુમારના ધાર્મિક વાર્તાલાપથી પ્રભાવિત થઈ અને સ્વામીએ સ્વીકારવાના માર્ગનું અનુકરણ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. જમ્મૂકુમાર અને આઠ નવોઢાઓએ આત્મકલ્યાણના માર્ગે વાર્તાલાપમાં નિશા ગાળી. Jain Education International ચતુર્વિધ સંઘ જે રાત્રિએ જમ્બૂકુમાર પોતાની આઠ સ્ત્રીઓને ત્યાગ અને વૈરાગ્યનો ઉપદેશ આપીને સમજાવતા હતા તે જ રાત્રિએ પ્રભવ નામનો ચોર ૪૯૯ ચોરો સાથે જમ્બૂકુમારને ત્યાં ચોરી કરવા આવ્યો હતો. ઘરના પ્રવેશદ્વાર પાસે આવતાંની સાથે જ પ્રભવ ચોરે જમ્બૂકુમારનો આઠ સ્ત્રીઓ સાથેનો વાર્તાલાપ અને સાંભળ્યો. પ્રભવ ચોરનું હૃદયપરિવર્તન થઈ ગયું મોક્ષસુખની અભિલાષા પૂર્ણ કરનાર દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. રજની વીતી ગઈ. સુવર્ણમય પ્રભાત ઊગ્યું. રાજગૃહીના ઇતિહાસમાં એક ભવ્ય પ્રસંગ ઊજવાયો. સુધર્મા સ્વામીથી પ્રતિબોધ પામેલા જમ્મૂકુમાર અને તેમની આઠ સ્ત્રીઓ, તેમનાં માતાપિતા, પ્રભવ ચોર અને તેના ૪૯૯ સાથીઓ-એમ સર્વ મળીને ૫૨૭ જણે એકીસાથે આ અસાર સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી, પ્રથમ વખત સુવ્રતા સાધ્વી પાસે એકીસાથે સુશિક્ષિત અને સમૃદ્ધ પરિવારની ૧૭ સ્ત્રીઓએ દીક્ષા લીધી. આર્ય સન્નારી પતિવ્રતા ધર્મને અનુસરનારી હોય છે તે સ્વીકારીએ, પણ લગ્નની પ્રથમ રાત્રિએ ભોગસુખને બદલે ત્યાગ અને વૈરાગ્યની વાણી સાંભળી દીક્ષા અંગીકાર કરવા તૈયાર થાય એ તો પૂર્વજન્મના પ્રબળ સંસ્કારો અને કર્મનો ક્ષય થયો હોય તો જ આવો નિર્ણય થઈ શકે. શુભ કર્મ ઉદયમાં આવે ત્યારે આવું બને છે. લગ્નનો પ્રસંગ સ્વપ્નવત્ બની ગયો. શરીરસુખને બદલે આત્માના શાશ્વત સુખનો રાજમાર્ગ આ સ્ત્રીઓએ અપનાવ્યો. આ એક અદ્ભુત અવિસ્મરણીય પ્રસંગ ગણાય છે. વિગતભયા : અવંતિસેન રાજાના સમયમાં ઉજ્જૈન નગરી જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર બની હતી. આ નગરીમાં સાધુસાધ્વીઓ માટે ઉપાશ્રય ઉપરાંત જ્ઞાનોપાસના અને વૈયાવચ્ચ અંગેની વિપુલ સામગ્રી ઉપલબ્ધ થઈ શકતી હતી. સાધ્વીજી મહત્તરા વિજયવતીની સેવામાં અન્ય સાધ્વીઓ પણ નિવાસ કરતી હતી. સાધ્વીજી મહત્તરા વિજયવતીની નિશ્રામાં તપ, જ્ઞાન અને ધ્યાનની ત્રિવેણીમાં અન્ય સાધ્વીઓ આત્મોન્નતિનો પ્રેરણાદાયી પુરુષાર્થ કરતી હતી. આ સાધ્વીસમુદાયમાં વિગતભયા નામનાં સાધ્વીજી વિશેષ સ્થાન ધરાવતાં હતાં. તેઓ તપ, જ્ઞાન અને ધ્યાનમાં અન્ય સાધ્વીઓ કરતાં વિશેષ વિશુદ્ધ આરાધક હતાં. તેમણે શાસ્ત્રાચાર પ્રમાણે અનશન કરીને દેહત્યાગ કર્યો હતો. આ પ્રસંગે ચતુર્વિધ સંઘ તરફથી કૌશાંબીનગરીમાં એમના સ્મરણાર્થે મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. એમણે વિહાર કરીને ગામોગામ જૈન ધર્મના પ્રચાર માટે લોકોને શાસ્ત્રની વાતો સમજાવી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy