SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૩ તવારીખની તેજછાયા ઊછરેલી ભદ્રાને યોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. તે અતિસ્નેહથી સુનંદા નામથી પણ ઓળખાતી હતી. કિશોરવય પૂર્ણ થઈને યૌવનકાળ આવ્યો. માતાએ તેને માટે યોગ્ય વરની તપાસ શરૂ કરી. એક વખત પ્રસેનજિત રાજાનો પુત્ર કુમાર શ્રેણિક ભદ્રા શેઠની દુકાને આવ્યો અને શેઠના કાર્યમાં સહયોગ આપ્યો એટલે શેઠ શ્રેણિકને પોતાને ઘેર લઈ ગયા અને અતિથિસત્કાર કર્યો. શેઠને ત્યાં રહેલા કુમારે નંદાને જોઈ અને એકબીજા પ્રત્યે સ્નેહ પ્રગટ્યો. શેઠ આ બન્નેના પ્રેમની હકીકત જાણીને પ્રસન્ન થયા. શ્રેણિકે શેઠને જણાવ્યું કે “મારા જેવા અજ્ઞાત વ્યક્તિ, જેનાં કુળ કે અન્ય કોઈ વાતથી પરિચિત નથી, તેની સાથે આપની દીકરીનાં લગ્ન કરવાં ઉચિત નથી.” આ પ્રસંગે નંદાએ સ્ત્રીસહજ લજ્જાપૂર્વક વિનમ્રભાવે જણાવ્યું કે, “હે ભાગ્યશાળી, મેં નિશ્ચય કર્યો છે કે તમારા સિવાય બીજા કોઈની સાથે પાણિગ્રહણ કરીશ નહીં. જો આપ મારો સ્વીકાર નહીં કરો તો હું વ્રત ધારણ કરીને જીવન વ્યતીત કરીશ.” પરસ્પરના સ્નેહને જોઈને છેવટે બંનેનાં ધામધૂમથી લગ્ન થયાં અને સુખપૂર્વક સમય વ્યતીત કરવાં લાગ્યાં. શ્રેણિકના પિતા પ્રસેનજિતને વ્યાધિ લાગુ પડવાથી નંદાને નિશાની આપીને શ્રેણિક રાજગૃહી નગરીમાં ગયો. ત્યારે નંદા ગર્ભવતી હતી અને ત્રીજે મહિને દોહદ ઉત્પન્ન થયો કે હું હાથી પર બેસીને નીકળું, વાજિંત્રોના નાદથી વાતાવરણ અત્યંત રમણીય બની જાય અને દીનદુઃખીઓને સહાય કરું. સાધુ ભગવંતની ભક્તિ કરીને સુપાત્ર દાન કરું ને વીતરાગતા ધર્મનો પ્રચાર કરું. માતાપિતાએ નગરના રાજાનો હાથી લાવીને પુત્રીની મનોકામના પૂર્ણ કરી. ગર્ભકાળ પૂર્ણ થતાં નંદાએ એક પુત્રને જન્મ આપ્યો અને અભયકુમાર નામ પાડવામાં આવ્યું. અભયકુમાર વિચક્ષણ બુદ્ધિથી અનેકવિધ કળા અને શાસ્ત્રમાં પારંગત થઈને નંદા માતા સાથે રાજગૃહી ગયો. શ્રેણિક રાજા પણ અસાધારણ બુદ્ધિપ્રતિભાવંત પુત્ર પ્રાપ્ત કરવા બદલ પોતે ગૌરવાન્વિત થયો. નંદાએ ધર્મધ્યાનની સાથે દાન, ભક્તિ સાધુસેવા કરીને જીવન વિતાવ્યું. એક વખત ભગવાન મહાવીરની દેશના સાંભળીને નંદાને દીક્ષા લેવાની ઇચ્છા થતાં શ્રેણિકની રજા માંગી. રાજાએ નંદાને દીક્ષાની રજા આપીને રાજ્યોચિત વૈભવથી ભાગવતી દીક્ષા મહોત્સવ ઊજવ્યો. નંદાએ ચંદનબાળાની નિશ્રામાં સંયમની અપૂર્વ આરાધના કરી. જ્ઞાન, ધ્યાન, તપ ને જપ દ્વારા વિશુદ્ધ ચારિત્ર પાળ્યું અને અંતે બે માસનું અનશન કરીને સર્વ કર્મ ક્ષય થતાં મોક્ષે સિધાવ્યાં. શ્રેણિકની બીજી રાણીઓ નંદમતી, નંદોત્તરા, નંદિસેન્યા, મરુતા, સુમરિયા, મહામરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુમતા, સુમના, ભૂતદત્તા વગેરેએ પણ પ્રભુ પાસે દીક્ષા લઈને ચારિત્રનું પાલન કરવાપૂર્વક આત્મકલ્યાણ સાધ્યું. શ્રમણી દુર્ગધા : શ્રેણિક રાજાની સૌથી નાની રાણી હતી. તેણીએ થોડા સમયમાં ચારિત્ર અંગીકાર કરીને કર્મનો ક્ષય હતો. દુર્ગધાના વિવાહ સંબંધી નીચેનો પ્રસંગ નોંધપાત્ર છે. એક વખત શ્રેણિક રાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે જતા હતા ત્યારે એક વૃક્ષની પાછળ અત્યંત દુર્ગધ આવતી હતી એવી બાળકી ઝાડની પાછળ પડેલી જોઈ. તીવ્ર દુર્ગધને કારણે એ રસ્તેથી મુસાફરો જતા ન હતા. શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને દુર્ગધાનો વૃત્તાંત પૂછ્યો ત્યારે ભગવંતે તેના પૂર્વભવની માહિતી આપી. પૂર્વભવમાં આ બાલિકા શાલિગ્રામના ધનમિત્રની ધનશ્રી નામની પુત્રી હતી. યૌવનવય થતાં તેણીનો લગ્નમહોત્સવ ઊજવાયો ત્યારે એક સાધુભગવંત ગોચરી માટે પધાર્યા. ધનશ્રીએ ગુરુમહારાજને આહાર વહોરાવ્યો, પણ ગુરુમહારાજનાં અસ્વચ્છ–મેલાં કપડામાંથી દુર્ગધ આવતી હતી એટલે તે વિચારવા લાગી કે, “ભગવંતે ધર્મ તો સાચો બતાવ્યો છે, પણ મુનિ મહારાજને સ્નાન કરવાની છૂટ આપી હોય તો કેવું સારું!' મુનિનાં દુર્ગધયુક્ત વસ્ત્રોમાંથી જુગુપ્સા અનુભવીને કર્મબંધ કર્યો. પરિણામે આ ભવમાં તે વેશ્યાની પુત્રીપણે ઉત્પન્ન થઈ છે. તેણીના શરીરમાંથી દુર્ગધ આવતી હોવાથી દુર્ગધા નામ પાડવામાં આવ્યું છે. હે રાજન! આ દુર્ગધા અશુભ કર્મોનો ક્ષય કરીને તારી રાણી થશે અને તું તેણીને પટરાણી તરીકે સ્થાન આપીશ. શતરંજની રમતમાં તે જીતી જશે, અને તારી પીઠ પર બેસશે. બીજી રાણીઓ માત્ર છેડો પકડશે. આ પ્રસંગ બને ત્યારે તારે સમજવું કે આ દુર્ગધા છે.” ભગવાનના મુખે દુર્ગધાનો વૃત્તાંત સાંભળીને રાજા પોતાના મહેલમાં પહોંચી ગયો. એક વખત શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમાર વેશપલટો કરીને મેળાનો આનંદ કરતા હતા. એવામાં એક કન્યાએ શ્રેણિકના હાથમાં પોતાનો હાથમાં મૂક્યો. આ કન્યા દુર્ગધા હતી. એક નિઃસંતાન ગોવાલણીએ તેનું લાલનપાલન કરીને મોટી કરી હતી. કર્મક્ષય થવાથી દુર્ગધા અત્યારે મનમોહક સૌંદર્યવતી યૌવના બની ગઈ હતી. શ્રેણિક તેણીને જોઈને મોહાઈ ગયો. આ રૂપાળી યુવતીને પોતાની રાણી બનાવવા માટે નક્કી કરીને નિશાની તરીકે વીંટી આપી. અભયકુમારે પોતાની વિચક્ષણ બુદ્ધિથી આ આશ્ચર્યજનક ઘટના જોઈને અંતે રાજાની ઇચ્છા હોવાથી બંનેનો વિવાહમહોત્સવ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy