SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સંઘમાં પુનઃ જોડાઈ ગયા, ને સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરી જીવન કૃતાર્થ કર્યું. શ્રમણી કાલી : રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી, કુણિકની સાવકી મા તથા કાલકુમારની ધર્મપરાયણ માતા. શ્રેણિક રાજાના અવસાન પછી કાલી ધર્મધ્યાનમાં સમય પસાર કરતી હતી. એક વખત ભગવાન મહાવીર વિહાર કરીને ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્ય નામના ઉદ્યાનમાં પધાર્યા ત્યારે નગરજનો અને રાજકુળના સભ્યો ભગવાનની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થયા પછી કાલીએ વિનયયુક્ત વાણીથી પ્રભુને પૂછ્યું કે, “હે ભગવંત! કાલકુમાર યુદ્ધમાં ગયા છે તો ક્ષેમકુશળ પાછા આવશે?’ ભગવાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, “કાલકુમાર યુદ્ધમાં માર્યા ગયા છે.” અને આશ્વાસન આપતાં ધર્મવાણી સંભળાવી, “સંયોગ અને વિયોગ એ સંસારમાં દુઃખનું આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું કારણ છે. જીવનની નશ્વરતા, સંસારસુખની ક્ષણભંગુરતા અને મૃત્યુની ભયાનકતાથી મુક્ત થવા ધર્મ સિવાય કોઈ ઉપાય નથી.” ભગવાનની દિવ્ય વાણીથી વૈરાગ્યવાસિત થઈને કાલીએ પ્રભુ પાસે ભગવતી દીક્ષા ગ્રહણ કરી ને ચંદનબાળાની નિશ્રામાં સંયમની આરાધનામાં જોડાયાં. દિનપ્રતિદિન વિશુદ્ધ ચારિત્રના પાલનથી કાલીએ પ્રગતિ કરી, ચંદનબાળાની અનુમતિ પ્રાપ્ત કરીને રત્નાવલી તપની આરાધના શરૂ કરી. આ કિઠન તપને કારણે શરીરનું માંસ અને રુધિર સુકાઈ ગયાં. પરિણામે શરીર માત્ર હાડકાના માળા જેવું બની ગયું, છતાં તપના પ્રભાવથી અને મનની દૃઢતાને કારણે કાલીનું મુખારવિંદ અત્યંત તેજસ્વી લાગતું હતું. શરીર કૃશ થયેલું જાણીને કાલીએ ચંદનબાળાની આજ્ઞા લઈને સંલેખના (અનશન) કરી. એક માસની સંલેખના પછી સર્વકર્મનો ક્ષય કરીને તેઓ સિદ્ધિપદને પામ્યાં. માત્ર આઠ જ વર્ષના ચારિત્રપાલનમાં કઠોર તપશ્ચર્યા અને સંલેખનાથી સિદ્ધિ પ્રાપ્ત કરીને શ્રમણીસંઘમાં કાલીનું નામ ચિરંજીવ યશ પ્રાપ્ત કરનારું બનીને ધર્મારાધનાની અપૂર્વ પ્રેરણામૂર્તિ બની રહે છે. સુકાલી : પુત્ર સુકાલકુમારનું અકાળ અવસાન થવાથી તેણે વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે ચારિત્ર અંગીકાર કરીને પ્રચંડ પુરુષાર્થથી અગિયાર અંગ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી કનકાવલી તપની આરાધના શરૂ કરી. આ તપ એક વરસ, પાંચ મહિના અને અઢાર દિવસે પૂર્ણ થાય છે. તેમાં ૨૮ દિવસ પારણાંના આવે છે; જ્યારે એક વરસ, બે મહિના અને ચૌદ Jain Education International ૬૩૯ દિવસ તપશ્ચર્યા કરવાની હોય છે. એક પિરપાટીમાં આટલું તપ કરવાનું હોય છે. આ રીતે ચાર પરિપાટી કરતાં પાંચ વરસ, નવ મહિના અને અઢાર દિવસનો સમય લાગે છે. આવા ઉત્કૃષ્ટ તપની આરાધના કરીને તેમણે અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સુકાલીએ ૬૦ દિવસના ઉપવાસ કરીને અનશન દ્વારા આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધિપદની પ્રાપ્તિ કરી. સુકાલીનું જીવન જ્ઞાન અને તપનો અદ્ભુત સંયોગ કે જેનાથી કેવળજ્ઞાન અને સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ. મહાકાલી : રાજા શ્રેણિકની રાણી અને કુણિકની નાની માતા. પુત્રના અકાલ અવસાનથી અત્યંત શોકાતુર થયેલી મહાકાલીએ પ્રભુ મહાવીરની શીતલ વાણી સાંભળીને વૈરાગ્યભાવથી પ્રેરાઈ ચંદનબાળા પાસે દીક્ષા લીધી. સંયમ સ્વીકાર્યા પછી અગિયાર અંગ સુધીનો અભ્યાસ કર્યો અને અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા પણ કરી. મહાકાલીએ ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરીને લઘુ સિંહનિષ્ક્રીડિત તપ કર્યું. આ તપની એક પરિપાટીમાં ૬ મહિના અને ૭ દિવસનો સમય લાગે છે. આ રીતે ચાર પિરપાટમાં બે વરસ અને અઠ્ઠાવીસ દિવસ લાગે છે. મહાકાલીએ આ તપ સમતાપૂર્વક કરીને કર્મની નિર્જરા કરી. મહાકાલીએ શાસ્ત્રવિધિ અનુસાર લઘુ સિંહ નિષ્ક્રીડિત તપની પૂર્ણ આરાધના કરી. જીવનના અંતકાળે સંલેખના કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને, સર્વ કર્મોનો ક્ષય કરીને શિવસુખને પામ્યાં. માત્ર દશ વરસની ચારિત્રની આરાધનામાં અગિયાર અંગનો અભ્યાસ કરીને અને કઠોર તપશ્ચર્યા કરીને જન્મ-જરા-મૃત્યુને વશ કરીને સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું. જ્ઞાનનો ક્ષયોપશમ કેટલો ઊંચો ને તપની ભાવના પણ કેવી વિશુદ્ધ! પછી મુક્તિ મળે એમાં શંકા હોય ખરી! કૃષ્ણા : રાજા શ્રેણિકની રાણી અને કુણિકની નાની માતા. પુત્રના અકાળ અવસાનથી વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરીને કૃષ્ણાએ મહા સિંહનિષ્ક્રીડિત તપની ચાર પરિપાટી પૂર્ણ કરી. છ વરસ બે મહિના અને બાર દિવસની ઉત્કૃષ્ટ તપશ્ચર્યાથી તેણીનું શરીર અત્યંક કૃશ બની ગયું. અંતકાળે એક મહિનાની સંલેખના કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. અગિયાર વરસ સુધી ચારિત્ર પાળીને તપશ્ચર્યા દ્વારા કર્મ ખપાવીને મુક્તિસુખને પામ્યાં. - મહાસેનકૃષ્ણા : શ્રેણિક રાજાની રાણી. પોતાના પુત્રના અકાળ અવસાનના સમાચારથી શોકાતુર થયેલી રાણીએ વૈરાગ્યભાવથી ચંદનબાળા પાસે દીક્ષા અંગીકાર કરી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy