SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ 930 દર્શન-તત્ત્વજ્ઞાનનો ગુરુ અને પંડિતોની નિશ્રામાં અભ્યાસ કરીને રત્નત્રયીની આરાધના કરે છે. તેમની મુખ્ય પ્રવૃત્તિઓમાં તેઓ સ્ત્રીવર્ગમાં ધર્માચરણનો-નીતિનો સદુપદેશ આપીને દેશ વિરતિ અને સર્વ વિરતિના માર્ગમાં જોડવાનું મહા મંગલકારી કાર્ય કરે છે. સાધ્વીસમુદાય પણ જિનશાસનની પ્રભાવના અને સ્ત્રીવર્ગની આત્મોન્નતિ માટે પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરે છે. ચારિત્ર એટલે અસત્ની નિવૃત્તિ અને સત્ની પ્રવૃત્તિ એ દૃષ્ટિએ સાધ્વીસમુદાય વ્રત ધારણ કરીને, સ્વયં પ્રવૃત્તિશીલ રહીને, શ્રાવિકાઓનો જીવનપંથ ઉજમાળ કરવા પથદર્શક બની રહે છે. ચતુર્વિધ સંઘમાં સાધ્વીજી સમુદાયનો શાસ્ત્રીય સંદર્ભ ‘સમવાયાંગસૂત્ર’માં ૨૪ તીર્થંકરોનો નામનિર્દેશ કરવામાં આવ્યો છે. ‘કલ્પસૂત્ર’માં ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર એમ ચાર તીર્થંકરોનાં ચરિત્રની વિગતોમાં પ્રભુના શાસનના પરિવારનો ઉલ્લેખ કરતાં સાધ્વીજીઓની સંખ્યા પણ દર્શાવેલી છે. શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી જ ચતુર્વિધ સંઘમાં સાધ્વીનું સ્થાન હતું જ. નેમનાથ ભગવાનના પરિવારમાં ૪૦ હજાર સાધ્વીઓની સંખ્યા હતી. શ્રી ઋષભદેવ ભગવાનના પરિવારમાં સાધ્વીઓની સંખ્યા બ્રાહ્મી અને સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓ હતી. શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિવારમાં પુષ્પચૂલા આદિ ૩૮ હજાર આર્યાઓ એટલે સાધ્વીઓ હતી જ્યારે ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના પરિવારમાં ચંદનબાળા વગેરે ૩૬ હજાર સાધ્વીઓની સંખ્યા હતી. ઉપરોક્ત વિગતોને આધારે સાધ્વીસમુદાયનું અસ્તિત્વ હોવાનું સમર્થન મળે છે અને ચતુર્વિધ સંઘમાં તેમનું શ્રમણ પછીનું બીજા ક્રમે સ્થાન હતું અને છે એમ સ્પષ્ટ થાય છે. પૂર્વકાલીન સાધ્વીજીઓની ચારિત્રસંપદાનો મઘમઘાટ શ્રમણી યાકિની મહત્તરાઃ રાજસ્થાનમાં મેવાડ રાજ્યની રાજધાની ચિતોડગઢ એક ઐતિહાસિક નગરી તરીકે પ્રસિદ્ધ છે. આ રાજ્યમાં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રાજપુરોહિત રહેતો હતો. પુરોહિત દર્શનશાસ્ત્ર, વેદ-ઉપનિષદ્ વગેરેમાં પ્રકાંડ પંડિત હતો. વળી તે કોઈ વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ દ્વારા વાદવિવાદ કરીને વિજય મેળવવાની આકાંક્ષા રાખતો હતો. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે વ્યક્તિ શ્લોક અથવા ગાથા બોલે અને એનો અર્થ હું ન સમજી શકું તો હું તેનો શિષ્ય બનીશ. હરિભદ્રની આ પ્રતિજ્ઞાનું ખંડન કરનાર સાધ્વી યાકિની મહત્તરા હતા. આજે પણ જૈન ધર્મમાં તેમનું નામ સુવર્ણાક્ષરે કોતરાયેલું છે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ એક વખત હરિભદ્ર સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એમના કાને એક પ્રાકૃત શ્લોક સાધ્વીજી યાકિની મહત્તરાના મુખેથી સંભળાયો. સાધ્વીજીના મધુર કંઠે આ શ્લોક સાંભળીને હરિભદ્ર રસ્તા પર ઊભા રહ્યા અને અર્થનો વિચાર કરવા લાગ્યા, પણ ઘણો વિચાર કરવા છતાં અર્થ સમજાયો નહીં. પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ થયું. તુરત જ સાધ્વીજી પાસે પહોંચી ગયા. સાધ્વીજીને વિનયપૂર્વક વંદન કરીને શ્લોકનો અર્થ પૂછ્યો. સાધ્વીએ પ્રત્યુત્તર આપ્યો કે, “હે ભદ્ર! અમને—સાધ્વીઓને જિનાગમ ભણવાનો અધિકાર છે, એનો અર્થ કે વિવેચન કરવાની આજ્ઞા નથી. માટે તમે અમારા ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિ પાસે જાઓ. તેઓ તમને એનો અર્થ સમજાવશે.’ પછી હરિભદ્રે આચાર્ય શ્રી જિનદત્તસૂરિ પાસે જઈને શ્લોકનો અર્થ પૂછ્યો. આચાર્યશ્રીએ એ શ્લોકનો અર્થ કહી સમજાવ્યો કે, “બે ચક્રવર્તી, પાંચ વાસુદેવ, પાંચ ચક્રવર્તી, એક વાસુદેવ, એક ચક્રવર્તી, એક વાસુદેવ, બે ચક્રવર્તી, એક વાસુદેવ અને એક ચક્રવર્તી થાય છે.” આ અર્થ જાણીને હરિભદ્રનું અભિમાન ઓગળી ગયું અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરીને પોતાના ઉદ્ધારક તરીકે સાધ્વીજી યાકિની મહત્તરાને માનભર્યું સ્થાન આપ્યું. દીક્ષા લીધા પછી હરિભદ્રસૂરિએ જે ધર્મગ્રંથોની રચના કરી તેમાં થાકની મહત્તરાસૂનુ' એટલે કે પોતે યાકિની મહત્તરાના પુત્ર સમાન.છે. એમ દર્શાવ્યું. તપાગચ્છની જૈન સાધ્વીઓના ઇતિહાસમાં યાકિની મહત્તરાનો પ્રસંગ અનન્ય પ્રેરક ને ગૌરવવંતો લેખાય છે. આ પ્રસંગથી એક સાધ્વીજીના જ્ઞાનના પ્રભાવથી એક બ્રાહ્મણ પુરોહિત સુપ્રસિદ્ધ શાસનપ્રભાવક ૧૪૪૪ ગ્રંથોના રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ બન્યા. યાકિની મહત્તરાનો પ્રસંગ બીજી એક વાત એ જણાવે છે કે, સાધ્વીઓ નિરંતર જ્ઞાનોપાસના અને સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં કાર્યરત રહેતી હતી. સ્વાધ્યાન-પ્રવૃત્તિથી સ્મરણશક્તિ તેજસ્વી બને છે અને પ્રાપ્ત કરેલું જ્ઞાન સમા આવ્યે તુરત જ ઉપયોગી નીવડે છે. એક નાનકડા શ્લોકનો અર્થ કેટલો રહસ્યપૂર્ણ છે! ચક્રવર્તી વાસુદેવ વગેરે થવાના છે તે ક્યા ક્યા છે તેનું ઊંડું જ્ઞાન પણ યાકિની મહત્તરાને હતું. તેણીની જ્ઞાનોપાસના સૌ કોઈને વંદનીય બની રહી છે. હરિભદ્રસૂરિ એમ માનતા હતા કે યાકિની મહત્તરા એ મારા કુળદેવતાની જેમ ધર્મની માતા છે. તેણીએ મને પ્રતિબોધ પમાડીને ભવભ્રમણમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ બતાવ્યો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy