SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૧ તવારીખની તેજછાયા શ્રમણી સાધ્વીજી ગુણા : ગુજરાત રાજ્યની એક વિદુષી સાધ્વી તરીકે તેઓશ્રી વિશેષ ખ્યાતિ ધરાવે છે. એમણે સંસ્કૃત ભાષાનું ઉચ્ચ કોટિનું જ્ઞાન સંપાદન કરીને પોતાની વિદ્વત્તાનો પરિચય આપ્યો છે. આ સમયમાં સિદ્ધર્ષિગણિએ ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા’ની સંસ્કૃતમાં રચના કરી હતી. તેનો તેમણે સંસ્કૃત ભાષામાં વિદ્વત્તાપૂર્ણ, લોકભોગ્ય શૈલીમાં, ભાવવાહી અનુવાદ કર્યો હતો. સિદ્ધર્ષિગણિએ ગુજરાતના શ્રીમાલનગરમાં ઈ. સ. ૯૬૨માં આ કથા પૂર્ણ કરી હતી. આ કથામાં નાની મોટી ઇવાન્તર કથાઓ અસંખ્ય છે, જે રૂપકાત્મક શૈલીમાં ગૂંથાયેલી છે. આવા અદ્ભુત ગ્રંથની સંસ્કૃત રચના ગુણા સાધ્વીએ કરીને સમસ્ત સાધ્વીસમુદાયની જ્ઞાનોપાસના અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિ પર કીર્તિકળશ ચડાવ્યો છે. અત્યંત કઠિન અને રૂપકાત્મક ગ્રંથનું એક સાધ્વી તરીકે સંસ્કૃતમાં અનુવાદ કરવાનું સાહસ ખૂબ જ સ્તુત્ય અને ગૌરવપ્રદ છે. આ ગ્રંથની હસ્તપ્રત ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂનામાં આજે સુરક્ષિત છે. સમેતશિખર તીર્થદર્શન વિભાગ-૧માં ગુણા સાધ્વી વિશે નીચે મુજબનો ઉલ્લેખ મળી આવે છે : "प्रथमादर्शलिखिता, साध्वी श्रुतदेवतानुकारिण्या । fસ્વામી r[, શિww fમઘા / 9 / / સિદ્ધર્ષિગણિની ગ્રંથરચનાની પ્રશસ્તિમાં પણ ગુણા સાધ્વીની પ્રશંસાયુક્ત વાણી પ્રગટ થયેલી છે. ગુજરાતની બહુશ્રુત વિદ્વાન સાધ્વીઓમાં અલ્પપરિચિત ગુણા સાધ્વી એ સાધ્વી સમુદાયનું રત્ન છે. આજે પણ તેણીની જ્ઞાનોપાસના નારીસમાજને પ્રેરક બને તેવી છે. શ્રમણી પાહિનીદેવી : અગિયારમી સદીના જૈન ધર્મના અને જ્ઞાનના પરમ પ્રભાવક, મહાતેજસ્વી, કલિકાલસર્વજ્ઞ, વિચક્ષણ બુદ્ધિવાળા, સૂર્યસમાન તેજસ્વી, ચંદ્ર સમાન સૌમ્ય અને સમુદ્ર સમાન ગંભીર એવા શ્રી હેમચંદ્રાચાર્યની માતા હતી પાહિની. માતા પાહિની અને પિતા ચાચિંગના પુત્ર હેમચંદ્રાચાર્ય જૈન ધર્મના સર્વતોમુખી પ્રતિભાશાળી આચાર્ય હતા. એમનો સમય ઈ. સ. ૧૦૮૮ છે. આ સમયે સમગ્ર ગુજરાત જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. ગુજરાતના રાજવીઓએ અને જૈન ધર્મના આચાર્યોએ જૈન ધર્મને રાજ્યધર્મનું સ્થાન આપીને, તેનો વિકાસ ચરમ સીમાએ પહોંચાડ્યો. એમનું જન્મસ્થળ ધંધુકા હતું. પાહિની માતાએ પુત્રને જન્મ આપ્યો તે પહેલાં રાત્રિએ સ્વપ્નમાં જોયું હતું કે, પોતે ચિંતામણિ રત્ન દેવચંદ્ર મુનિને ભેટ આપ્યું. પાહિનીએ ગુરુમહારાજને સ્વપ્નની વાત જણાવી ત્યારે ગુરુએ પ્રત્યુત્તર આપ્યો કે, આ સ્વપ્નના ફળ સ્વરૂપે એક રત્ન સમાન ઉત્તમ પુત્રની આપને પ્રાપ્તિ થશે. ઈ. સ. ૧૦૮૮માં પાહિનીએ કાર્તિકી પૂર્ણિમાને દિવસે પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ ચાંગ રાખવામાં આવ્યું. માતા સાથે નાનકડો પુત્ર જિનમંદિર જતો અને ઉપાશ્રયમાં દોડી જતો. એક વાર આ પુત્ર દેવચંદ્ર ગુરુની પાટ પર બેસી ગયો. ગુરુએ બાળચેષ્ટાની સાથે સુંદર સૌભાગ્યદાયક લક્ષણો જોઈને તેને પોતાનો શિષ્ય બનાવવા માટે પાહિની પાસે માગણી કરી. પાહિની ગુરુની વાત સાંભળીને અવાક થઈ ગઈ. પોતાની ઇચ્છા નહીં હોવા છતાં દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાને લીધે તથા સ્વપ્નના સંદર્ભથી પુત્રને ગુરુચરણે ભેટ ધર્યો. ગુરુ વિહાર કરીને ચાંગદેવને લઈને ખંભાત ગયા અને સ્તંભન પાર્શ્વનાથના મંદિર પાસે ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીશ્વર ઉદયન ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા ગ્રહણ કર્યા પછી ચાંગદેવ હવે મુનિ સોમચંદ્ર નામથી ઓળખાવા લાગ્યા. એક વાત સ્પષ્ટ છે કે દેવચંદ્ર મુનિએ ચાંગદેવને પોતાની ભિક્ષા રૂપે પ્રાપ્ત કર્યા હતા. એમની દીક્ષા અંગે જુદી જુદી કથા પ્રચલિત છે. તેમ છતાં, તેઓ દીક્ષિત થયા અને આ સમયમાં જિન શાસનની ન ભૂતો ન ભવિષ્યતિ એવી અપૂર્વ પ્રભાવના કરી. માતૃવાત્સલ્ય, ધર્મપરની શ્રદ્ધા અને બુદ્ધિમત્તા જેવા વિશિષ્ટ ગુણાલંકૃત પાહિની દ્વારા ગુરુની ઇચ્છા પૂર્ણ થઈ. આચાર્ય હેમચંદ્રસૂરિની જ્ઞાનોપાસના ગુજરાતી ભાષાના અને જૈનસાહિત્યના વિકાસની અમર ગાથા છે. તેઓ ૨૧ વર્ષની વયે આચાર્યપદથી વિભૂષિત થયા હતા. ત્યાર પછી તેઓ હેમચંદ્રાચાર્ય નામથી ઓળખાયા. પુત્રે આચાર્યપદવી પ્રાપ્ત કર્યા પછી પાહિની માતાએ દીક્ષા ગ્રહણ કરીને રત્નત્રયીની દીર્ધકાળ પર્યત આરાધના કરીને વીર સંવત ૧૨૧૧માં આયુષ્ય પૂર્ણ કર્યું. આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા પ્રકાંડ પંડિત અને શાસનપ્રભાવક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપનાર માતા પાહિનીને ધન્યવાદ છે. માતૃત્વ અને પુત્રેષણાની તીવ્ર ઇચ્છાનો ત્યાગ કરીને દેવ, ગુરુ અને ધર્મની અતટ શ્રદ્ધાથી પોતાના પત્રને જિનશાસનને અર્પણ કર્યો. પાહિનીનો માતા તરીકેનો આ ભવ્ય ત્યાગ અને ધર્મપ્રેમ અનુકરણીય છે. નારીરત્ન તરીકેનું ઉત્તમ ઉદાહરણ પાહિની માતા છે. આ રાજ્યકાળ દરમિયાન કુશળ મંત્રી ઓશવાળ જૈન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy