SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૯ (સાધ્વીસંઘની ઉજ્વળ પરંપરા જૈન ધર્મમાં ચતુર્વિધ સંઘસ્થાપનામાં “સાધ્વી'નો સમાવેશ થયેલો છે. પ્રત્યેક તીર્થકરો તીર્થસ્થાપના કરે છે અને તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરવામાં આવે છે. વર્તમાન ચોવીશીમાં પણ પ્રત્યેક તીર્થકરો દ્વારા ચતુર્વિધ સંઘની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મુખ્ય સાધ્વીજીનું નામ અને તે તે સમયની સાધ્વીસંખ્યાની વિગત જે આ પ્રમાણે રતિ ક્રમ તીર્થંકર પ્રથમ સાધ્વી સાધ્વી પરિવાર ૧ શ્રી ઋષભદેવ બ્રાહ્મી ૩00000 ૨ શ્રી અજિતનાથ ફાલ્ગના ૩૩0000 | શ્રી સંભવનાથ શ્યામા ૩૩૬000 શ્રી અભિનંદન સ્વામી અજિતા ૬૩0000 શ્રી સુમતિનાથ કાશ્યપી ૫૩OOOO ૬ શ્રી પદ્મપ્રભસ્વામી ૪૨0000 શ્રી સુપાર્શ્વનાથ સોમાં ૪૩OOOO ૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી સુમના ૩૮0000 ૯ શ્રી સુવિધિનાથ વાણી ૧૨0000 ૧૦ શ્રી શીતલનાથ સુયશા ૧૦૬000 ૧૧ શ્રી શ્રેયાંસનાથ ધારિણી ૧૦૩000 ૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી ધરણી ૧00000 ૧૩ શ્રી વિમલનાથ ધરા ૧૦૮૦OO ૧૪ શ્રી અનંતનાથ ૬૨OOO ૧૫ શ્રી ધર્મનાથ શિવા ૬૨૪00 ૧૬ શ્રી શાંતિનાથ શ્રુતિ ૬૧૬૦૦ ૧૭ શ્રી કુંથુનાથ દામિની ૬૦૬00 ૧૮ શ્રી અરનાથ રક્ષિકા ૬0000 ૧૯ શ્રી મલ્લિનાથ બંધુમતિ પપ000 ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી પુષ્પવતી ૫0000 ૨૧ શ્રી નમિનાથ અનિલા ૪૧000 ૨૨ શ્રી નેમિનાથ યક્ષદરા ૩૪000 ૨૩ શ્રી પાર્શ્વનાથ પુષ્પચૂલા ૩૮000 ૨૪ શ્રી મહાવીરસ્વામી ચંદનબાળા ૩૬૦૦૦ પ્રથમ આપણે વર્તમાન ચોવીશીના તીર્થકર ભગવંતો શ્રી ઋષભદેવથી લઈને શ્રી મહાવીરસ્વામી પરમાત્માના સમયમાં થયેલી સંધ સ્થાપનામાં આવતાં સાધ્વીઓના ઉલ્લેખોની પ્રાપ્ત માહિતી જોઈએ. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમાં પુંડરીક એ પ્રથમ સાધુ, અને બ્રાહ્મી એ પ્રથમ સાધ્વી. ભરત એ પ્રથમ શ્રાવક અને સુંદરી એ પ્રથમ શ્રાવિકા. આમ ચતુર્વિધ સંઘનો પ્રથમ સંદર્ભ શ્રી આદિનાથ ભગવાનથી ૨૪ તીર્થકરોના સમયમાં પરંપરાગત રીતે જોવા મળે છે. સંઘસ્થાપના એ એક શાશ્વત પ્રણાલિકા છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચારનો સમાવેશ થાય છે. વિશ્વભરના જૈન સમાજમાં “સંઘ' શબ્દપ્રયોગ વિશેષ થાય છે. સંધના મહિમા અને ગૌરવની વાત વિચારીએ તો દેવાધિદેવ તીર્થકર ભગવાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયે સમવસરણમાં પ્રવેશ કરે છે અને તે વખતે ત્રણ પ્રદક્ષિણા કરીને ‘નમો તિ–સ્સ’ એ શબ્દો અહોભાવપૂર્વક ઉચ્ચારે છે, જેનો મહિમા–ત્રિલોકમાં ખ્યાત છે અને દેવ-દેવેન્દ્રો અને મનુષ્યો પૂજા કરે છે એ ભગવાન પણ તીર્થને નમસ્કાર કરે છે. જિનશાસન જયવંતું છે ચતુર્વિધ સંઘથી. | જિનશાસનની સંઘરચનામાં સાધ્વીજીનો એક અંગ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન ઋષભદેવની માતા મરુદેવાને કેવળજ્ઞાન થયું અને બ્રાહ્મી પ્રથમ સાધ્વીપદે સ્થાન ધરાવતી હતી એ સ્પષ્ટ હકીકત ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. પુરુષની જેમ સ્ત્રી પણ સર્વ વિરતિ અંગીકાર કરીને મોક્ષમાર્ગે પ્રયાણ કરવાનો પુરુષાર્થ કરે છે. સ્ત્રીઓ સર્વ વિરતિ ધર્મનો અંગીકાર કરે ત્યારે ‘સાધ્વી’ એ નામથી ઓળખાય છે. સાધ્વીજી ઉપરાંત શ્રમણી, ગુરુણીજી, (લોકબોલીમાં) ગયણીજી વગેરે શબ્દો પણ પર્યાયવાચી બન્યા છે. ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવાનના હસ્તે રાજીમતીએ દીક્ષા અંગીકાર કરીને મોક્ષપ્રાપ્તિ કરી હતી. સાધુ માટે પર્યાયવાચી શબ્દ શ્રમણ છે, તે પરથી સાધ્વી માટે શ્રમણી શબ્દપ્રયોગ થાય છે. સાધુની માફક સાધ્વીને પણ પંચમહાવ્રતનું નિરતિચારપણે સતત સાવધાનીથી પાલન કરવાનું હોય છે. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાએ પ્રભુની દેશના સાંભળીને અન્ય 1000 સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. જૈન શાસનમાં સ્ત્રી-પુરુષને સમાન રીતે મોક્ષપ્રાપ્તિનો અધિકાર બક્ષવામાં આવ્યો છે. સાધ્વીઓ જૈન પદ્મા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy