SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૬૨૦ જેનશાસનની પ્રભાવનામાં શ્રમણીઓનું યોગદાન બહુ મોટું છે અને તેણે ભારતીય નારીની સર્વોચ્ચ સંસ્કારિતાનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કર્યું છે. સફેદ વસ્ત્રોમાં શોભતાં સાધ્વીઓના આચારધર્મનો પ્રભાવ વિશાળ છે. શ્રમણી સંઘ છુપાયેલી પ્રતિભાઓના ભરેલા દાબડા જેવો છે. વેરાગ્ય, તપ અને સંયમથી ઊભરાતાં સાધ્વીઓનું જીવન પ્રેરક છે તેટલું જ ઉદાત્ત છે! પ્રસિદ્ધિમાં પડ્યા વિના, મૌન પાળીને અને મૌન જીવીને તથા અન્યને ઉપયોગી થઈને નિર્મળ આયુષ્ય પૂરું કરવાની તત્પરતા જ કેટલી પ્રેરક છે! વિભિન્ન કુળ, ગામ અને ક્ષેત્રમાંથી આવતી સ્ત્રીઓ સાધ્વી બનીને જીવનભર સંગાથે રહે, એકબીજાને ઉપયોગી બને, સહાયક બને અને વહેતાં જળની જેમ વિચરતાં રહીને સર્વત્ર પ્રેરણાનાં પુષ્પો વેર્યા કરે એવા પ્રભાવક જીવનમાંથી જે આચારધર્મનો મહિમા જન્મે છે તે સૌને સન્માર્ગે વાળે છે! એટલું જ નહીં, શ્રમણીસંઘ હંમેશાં સાધુ ભગવંતોને પણ તેમનાં કાર્યોમાં ઉપયોગી બને છે. “સહાય કરતાં સાધુજી'—એમ કહેવાયું છે. - સાધ્વીઓના તપપ્રધાન જીવનનો તો વિચાર કરીએ તો ગમે તેટલું લખાય તો પણ ઓછું પડે તેવું છે! કેટલાંય એવાં સાધ્વીજીઓ કે જે તમામ સ્વાદિષ્ટ ભોજનસામગ્રી ઉપલબ્ધ હોવા છતાં આજીવન મેવા, મીઠાઈ, ફળ ઇત્યાદિનો ત્યાગ કરીને માત્ર દાળ ને રોટલી જ વાપરે છે! એવાં કેટલાંય સાધ્વીઓ છે જેઓ ફક્ત કરિયાતું અને રોટલી વાપરીને વર્ધમાન તપની અનેક ઓળીઓ કરે છે! ઘણાં સાધ્વીજીઓ જીવનપર્યત એકાશન પણ મર્યાદિત દ્રવ્યો વાપરીને કરે છે, ઘણાં આજીવન લીલાં શાકભાજીનો જ ત્યાગ કરી દે છે! વૈશાખ-જેઠના આકરા તાપમાં ૨૦-૨૫ કિ.મી. ચાલીને આવ્યા પછી બીજા સાધ્વીજીઓને આહારપાણી વપરાવીને આયંબિલ કરનારાં પણ ઘણાં છે ! એવાં પુષ્કળ સાધ્વીજીઓ પણ નિહાળવા મળે છે કે જેઓ કેન્સર જેવી વિકટ-ભયાનક વેદના હસતાં મોંએ સહી લે છે, દેહની ક્ષણભંગુરતા વિચારતાં આત્મચિંતનમાં મગ્ન રહે છે. સંયમજીવનને દૂષણ ન લાગે તેની તત્પરતા, દઢ આચારચુસ્તતા, ચિત્તપ્રસન્નતા અને અપાર સમતા જોઈએ ત્યારે થાય કે આ જીવનની પછીતમાં નક્કી કોઈ દિવ્યશક્તિ પ્રેરક બળ બનીને ઊભી છે! ભારતભરમાં જૈનોની સંખ્યા વધુમાં વધુ એકાદ કરોડની માની શકાય. તેમાં, ૫૦ લાખ શ્રાવિકાઓ ગણીએ તો આ સાધ્વીસંઘ તેમનું નેતૃત્વ કરે છે. ૫૦ લાખ જૈન શ્રાવિકાઓ (મહિલાઓ) માટે આરાધના, ભક્તિ, સંસ્કાર અને ઉત્થાનનું કેન્દ્ર જૈન સાધ્વીઓ છે. શ્રાવિકાઓ તેમની પાસે જ ધર્મક્રિયા ધર્મસાધના માટે જાય છે અને તેમના સંપર્કમાં રહીને આત્મકલ્યાણ પામવા પુરુષાર્થ કરે છે અને આમ પણ, જૈનસંઘમાં વધુમાં વધુ ધર્મસાધના મહિલાઓ જ કરે છે અને તે તમામનું ભક્તિબિંદુ આ સાધ્વીસંઘ સાથે જોડાયેલું છે. અને તે નેતૃત્વ સફળ રીતે જૈન સાધ્વીગણ અદા પણ કરે જ છે. પચ્ચખાણ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ ઇત્યાદિ ક્રિયાઓ અને નાની-મોટી શિબિર, સંગોષ્ઠિ દ્વારા શ્રાવિકાસંઘનું ઘડતર અને વિકાસ શ્રમણીસંઘ સફળતમ રીતે સંભાળે છે અને તેથી જ ધર્માચરણની સુગંધ હજી જનતામાં પ્રત્યક્ષ નિહાળવા મળે છે : શાસનપ્રભાવના એને જ કહેવાય! આમ છતાં પણ, એમ પણ કહી શકાય કે પ્રતિભાસંપન્ન સાધ્વીગણ હજી પણ આ જ કાર્ય વિશેષરૂપે અદા કરી શકે. અને બીજું, આજની સ્ત્રી–પછી તે ગમે તે ઉંમરની હોઈ શકે—જે પહેરવેશ, અભ્યાસ, ખાન-પાન અને શોખ પાછળ દોડે છે તેણે પોતાના જીવનને તથા સંસ્કારને સુરક્ષિત રાખવા આ સંસ્કારના ધામ જેવા સાધ્વીગણના અધિકાધિક સંપર્કમાં રહેવા જેવું છે. ભૂંકપનો એક જ ઝાટકો જીવન કેટલું ક્ષણભંગુર છે તે પુરવાર કરે છે ત્યારે, એ નશ્વર દુનિયા તરફ દોટ મૂકવા જેવી નથી : જીવન સંસ્કારનાં અલંકારથી મઢવા જેવું છે અને તે આ સદાચારશીલ બનાવીઓ જ શીખવશે તે નક્કી. સંસારસાગરમાં નિર્મળ આચાર, વિચાર અને વાણીના સ્વામી, ઉત્તમ તપ, સંયમ અને જ્ઞાનના ધારક (પંચમહાવ્રતધારીઓનાં શરણમાં જે જાય છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy