SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ચતુર્વિધ સંઘ કરે છે ત્યારે તે આત્મોત્થાનના ઉત્કૃષ્ટ સ્વરૂપને પામવાનો પ્રચંડ પુરુષાર્થ આદરે છે અને તે ક્ષણે તપ, ત્યાગ, અનાસક્તિ અને જ્ઞાનોપાર્જનનો જે યજ્ઞ માંડે છે તે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે તેમ છે. કઠોર સાધનાથી ભરેલુ અને ભક્તિમય જીવન કોઈને પણ અભિભૂત કરે તેમ છે. સ્ત્રી એક અનોખી શક્તિ છે, પણ તેમાં સાધનાનો તંતુ જોડાય ત્યારે તે પ્રચંડ શક્તિ બની જાય છે અને આ તો આત્મકલ્યાણી સાધનાનો તંતુ છે પછી તેમાં પૂછવાનું જ શું રહે? જગતના ઇતિહાસ સ્ત્રીને જેમ અબળા રૂપે જોઈ શકાય છે તેમ, એ કલ્પનાને ખોટી ઠરાવનાર મહાન નારીઓ પણ જોઈ શકાય છે : શિયળના રક્ષણ માટે, ધર્મ અને કર્તવ્યના રક્ષણ માટે, પ્રતિષ્ઠા જાળવવા માટે સ્ત્રી ફૂલ જેવી મટીને વજ જેવી કઠોર બને ત્યારે પર્વતો કંપી ઊઠે છે, ધરતી ધ્રૂજી ઊઠે છે. સંસારનો હજારો વર્ષનો ઇતિહાસ આ વાતનો સાક્ષી છે. ઇતિહાસને આ મૂલવણી સુધી ન દોરીએ તો પણ આત્મકલ્યાણના હેતુથી શરૂ થતું પ્રયાણ, જેમાં નિતાંત નિર્મળતાનો વાસ છે તે, સર્વ મંગળકારી તો છે જ, પરંતુ સુખને માટે તલસતાં સંસારીઓ માટે આશ્ચર્યજનક છે તે ન ભૂલવું જોઈએ. સુકોમળ શરીર અને કરુણાભીનું હૃદય ધરાવતી સ્ત્રીનું મન કેટલું દઢ હોય છે તેનો અનુભવ જેને સાધ્વીનું વિરાગ્યવાસિત અને તપસુવાસિત જીવન જોયા પછી જ થઈ શકે. સતત તપ, વડીલોની સેવા, ભક્તિ અને જ્ઞાનનો નિત્ય સંગ અને તે દ્વારા આત્મોત્થાન માટેનો સતત પ્રયાસ એ જૈન સાધ્વીઓનાં આભૂષણ છે. અનુકૂળતાને છોડીને પ્રતિકૂળતાને સામેથી સ્વીકારવી એટલો જૈન ધર્મની દીક્ષા. સંસાર માટે નહીં, પણ આત્માને માટે મનુષ્યજીવન ખર્ચવાની આંતરિક સમજણ એટલે જૈનધર્મની દીક્ષા. પારાવાર પ્રતિકૂળતાની વચમાં પણ જ્યાં પ્રસન્નતા નિહાળવા મળે તેનું નામ સાધુત્વ. આ સંયમજીવન યુવક સ્વીકારે તે તો મહાન ઘટના છે જ પણ યુવતી સ્વીકારે તે પણ એટલી જ મહાન ઘટના છે કેમ કે એને સવિશેષ કષ્ટનો સામનો કરવાનો છે છતાંય તે પંથે જવાની એ સ્ત્રીની તત્પરતા છે અને તે ઇચ્છાપૂર્વક તેમ કરે છે. જૈન સાધ્વી એટલે જ સંસ્કારનો ભંડાર. જૈન સાધ્વી એટલે જ સંસ્કારની ખાણ. હજારો વર્ષોનો જૈન સાધ્વીગણનો અપૂર્વ ઇતિહાસ છે. શ્રી તીર્થંકરદેવો ચતુર્વિધ જૈનસંઘમાં ‘સાધ્વી' પદની સ્થાપના કરે છે અને તેને પણ “મુક્તિ-પદ પામવાનો સંપૂર્ણ હક છે તેમ કહે છે. અદ્યાપિ થયેલ અસંખ્ય નામાંકિત સાધ્વીજીઓ મોક્ષ પામનારાં તો નીકળ્યાં જ પરંતુ વિવિધ સ્વરૂપે શાસન સેવા કરનારાં પણ નીકળ્યાં છે. ભગવાન આદિનાથની સંસારી પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી દીક્ષિત થઈ તેમાં, સુંદરીએ, દીક્ષા માટે ૬૦,૦૦૦ વર્ષ પર્યત આયંબિલ તપ કર્યું હતું અને તે બન્ને સાધ્વીઓ ભાઈ હુબલીને ગર્વના ગજ પરથી ઉતારીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં નિમિત્ત પણ બની હતી! સાધ્વી રાજિમતીએ મુનિ રહનેમિને વૈરાગ્યના પંથે પાછા વાળ્યા તો સાધ્વી સરસ્વતીએ શીલધર્મની જયપતાકા લહેરાવી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિની દીક્ષામાં એક સાધ્વીજીનો સ્વાધ્યાય નિમિત્ત બન્યો હતો અને તેથી જ તેઓ પોતાને ‘યાકિની મહત્તા સૂનુ' ગણાવે છે. એવી જ રીતે કામવિજેતા સ્થૂલિભદ્રજીનાં બહેન સાધ્વી સેણાએ પ્રેરણા કરીને બે મુમુક્ષઓ સંયમમાર્ગે મોકલ્યા અને તેમાંથી જૈનશાસનને આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ જેવા મહાન સૂરિવરોની ભેટ મળી! આ તો કેટલાંક સુવર્ણ જેવાં પુણ્યશાળી નામો સંભાર્યા પણ આજે પણ કેટલાંય પુણ્યવંતાં સાધ્વીરનો વિદ્યમાન છે કે જેઓ અનેક ભાષાઓમાં સાહિત્યસર્જન કરી રહ્યાં છે; કોલેજ-યુનિવર્સિટી દ્વારા શિક્ષણ મેળવીને પી.એચ.ડી.ની કક્ષા સુધી પહોંચ્યાં છે, એક જ દિનમાં ૫૦-૧૦૦ શ્લોક કંઠસ્થ કરતાં હોય છે, સેંકડો સ્તવન, સઝાય, રાસ આદિ મુખસ્થ હોય છે : સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ તથા વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને કર્મગ્રંથોના ગહન અભ્યાસી હોય છે. પ્રાચીનકાળથી આજ સુધીમાં શ્રમણી સંઘનો યશોવલ ઇતિહાસ નિહાળીએ તો એ પુરવાર થઈ જાય છે કે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy