SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૫ જળ સંઘનું આભૂષણ : સાધ્વી ગણ – ૫. પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરિજી મ. સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી પ્રેમપ્રભસાગરજી મહારાજ ‘મુનિ વાત્સલ્યદીપ' ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરતી વખતે શ્રી તીર્થંકર પરમાત્મા ‘નમો તિ–સ્સ’ કહી તેનું બહુમાન કરે છે અને અદકેરું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. ચતુર્વિધ જૈન સંઘને પચ્ચીસમા તીર્થકરતુલ્ય ગણાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સ્વરૂપ આ જૈન સંઘ ધર્મસાધક છે અને ધર્મવાહક પણ છે. પંચપરમેષ્ઠિમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-પદ દ્વારા સાધુ-પદનું પ્રસ્થાપન અને મહત્ત્વ અને સિદ્ધ થયાં છે અને સાધ્વીસંઘ પણ એ સાધુ-પદમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. પંચ મહાવ્રતનું પાલન કરવા સાથે આત્મોન્નતિ માટે પળે પળે પુરુષાર્થ કરનાર શ્રમણી સંઘ એ તો જૈન સંઘની અનન્ય શોભા છે. મહાકવિ ન્હાનાલાલ “જૈન સાધ્વીને નિહાળીને માતા સરસ્વતીની પુત્રીઓનું સ્મરણ થાય છે” તેમ કહે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહના ઉત્કૃષ્ટ વ્રતપાલન સાથે પોતાની તમામ મર્યાદાઓ સાચવીને અભુત અને સાધનામય જીવન જીવનાર જૈન સાધ્વી, આ સમગ્ર વિશ્વમાં નિર્મળ જીવનના પ્રતીક રૂપે છે અને શ્રેષ્ઠ અજાયબી છે. રૂપરૂપના અંબાર સમી અને સંસારનાં તમામ સુખોને મેળવવા શક્તિમાન સ્ત્રી, ઘર-પરિવારનો ત્યાગ સ્વેચ્છાએ | Wife # liff Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy