SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪/૬ ત્યાં સાધ્વીજી શ્રી કમળાશ્રીજી પાસે રહીને અભ્યાસ કરતાં તેમનાં સંસારીબહેન શ્રી માણેકબહેનને દીક્ષાની ભાવના થઈ. બન્ને ભાઈ–બહેન દીક્ષાની ભાવનામાં મક્કમ જોઈને દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું. દીક્ષાર્થી તરીકે બન્ને ભાઈ–બહેન ડભોઈ ગયા ત્યાં તેમનો ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો અને બહુમાન કર્યું અને પછી બંને મુમુક્ષુઓ પોતાનાં કુટુંબીઓ સાથે પાલિતાણા આવ્યા અને ત્યાં પણ દીક્ષાનો વરઘોડો નીકળ્યો અને વિ.સં. ૧૯૯૯ના વૈશાખ સુદ-૩ અક્ષય તૃતીયાને દિવસે તળેટી પાસેના ભાથાખાતાના હોલમાં પૂ. ગુરુદેવોની પૂ. ગુરુદેવોની ઉપસ્થિતિમાં બંનેને દીક્ષા આપવામાં આવી અને ઓચ્છવભાઈને પૂ. મુનિશ્રી યશોવિજયજીના શિષ્ય તરીકે સ્થાપિત કરી તેમનું પૂ. મુનિશ્રી વાચસ્પતિવિજયજી (કાશીના પંડિતના આગ્રહથી) નામ રાખવામાં આવ્યું, જ્યારે શ્રી માણેકબહેનને પૂ. સાધ્વીજી શ્રી કમળાશ્રીજી મ.સા.ના શિષ્યા તરીકે સ્થાપન કરી પૂ. સાધ્વીજી શ્રી મંજુલાશ્રીજી નામ રાખવામાં આવ્યું. તે પછી પૂ. મુનિ શ્રી વાચસ્પતિવિજયજી મ.સા.ની વડી દીક્ષા થઈ. ઊંડા ધાર્મિક અભ્યાસની ધર્મશાસ્ત્રો, ગ્રન્થો, વ્યાકરણની કલકત્તા યુનિવર્સિટીની પરીક્ષા આપી. પૂજ્ય ગુરુદેવોની સાથે રહેતાં અભ્યાસ કરવા સાથે સંસ્કૃત ભાષાનું ઉત્તમ જ્ઞાન હોવાથી પ્રસિદ્ધ અને રસિક મૃગાવતી ચરિત્ર ઘણું અશુદ્ધ છપાયેલું હતું તેને અન્ય પ્રતો સાથે મેળવીને શુદ્ધ કર્યું. તેમનો સરળ અને લાગણીશીલ સ્વભાવ જોઈ સમુદાયનાં સાધુઓમાં પ્રિય થઈ પડ્યા. કાળાંતરે ૫.પૂ. આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ. સાહેબે બુકલેટ જૈનપંચાંગ તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. ઘણાં વરસોથી પંચાંગ બહાર પાડવાથી શાસનની સારી સેવા કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી યશોવિજયજી મ.સા.ની સાથે રહીને તેઓશ્રીની દરેક માંદગીમાં સુંદર વૈયાવચ્ચ કરી છે. પ.પૂ. આચાર્ય શ્રી મોહનસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. મુનિ શ્રી યશોવિજયજી મ.સા., પ.પૂ. મુનિશ્રી જયાનંદવિજયજી મ.સા. આદિ સૌ સમુદાયનાં સાધુ-સાધ્વીઓને તેઓશ્રી આદરપૂર્વક માન આપતા. પૂજ્યશ્રીના સાહિત્યનાં કાર્યોમાં તેમનો સુંદર સહકાર રહ્યો છે. વિ.સં. ૨૦૩૫માં કારતક વદ-પના ણિ પદથી તથા Jain Education International ચતુર્વિધ સંઘ વિ.સં. ૨૦૩૫ માગસર સુદ-૫ ના પંન્યાસપદથી અલંકૃત થયાં. તેમને પૂ. મુનિશ્રી વિનયવિજયજી નામનાં એક શિષ્ય હતા. આવા અનેકગુણોથી વિભૂષિત પૂજ્યશ્રીને કોટી કોટી વંદન કરીએ. સૌજન્ય : શ્રી મણિબહેન તથા નગીનભાઈના સ્મરણાર્થે તેમના કુટુંબીજનો. ૫.પૂ. મુનિરાજ શ્રી જયભદ્રવિજયજી મ. વિશ્વવિખ્યાત અને દીક્ષાની ખાણ એવી દર્શાવતી (ડભોઈ) નગરીમાં શ્રીમાળી જ્ઞાતીય શ્રી મફતલાલ ચંદુલાલ શાહનાં ધર્મપત્ની શ્રીમતી વસુમતીબહેનની કુક્ષિએ વિ.સં. ૨૦૧૭, મહા વદ-૧૩, સોમવાર, તા. ૧૨-૨-૧૯૬૧ના રોજ શ્રી જિતેન્દ્રકુમારનો જન્મ થયો. બાલ્યાવસ્થામાં શૈક્ષણિક અભ્યાસ કરી New S.S.C. પાસ થયા. તે સમયે તેમને દીક્ષાનો ભાવ જાગ્યો. ઘરની સામે આવેલ ઉપાશ્રયમાં સાધુ મહારાજ સાહેબ તથા ધાર્મિક શિક્ષક પાસે ધાર્મિક અભ્યાસ કરતાં કોની પાસે દીક્ષા લેવી એવો મનમાં વિચાર આવ્યો. આવાં જ વિચારો સાથે એક દિવસ રાતનાં સ્વપ્નું આવ્યું અને તેમાં પ.પૂ. યુગદિવાકર આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. તથા (તે વખતે) પ.પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા. દેખાયા અને અવાજ સંભળાયો કે મુંબઈથી પાલિતાણાનો પગે ચાલતો સંઘ આવશે તેમાં યશોવિજયજી કરીને સાધુ હશે તેની પાસે તું દીક્ષા લેજે. આ સ્વપ્નું અને તેનો અવાજ સાંભળીને જિતેન્દ્રકુમારે પ.પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા. પાસે દીક્ષા લેવાનું નક્કી કર્યું. આ સ્વપ્ન તેમને અષાઢ મહિને આવ્યું હતું. તે વખતે સંઘ કે એવી કોઈ વાત ન હતી. પોતાના પાઠશાળાના શિક્ષકને સ્વપ્નની વાત કરી હતી, તેથી સૌને જિતેન્દ્રકુમાર પ.પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા. પાસે દીક્ષા લેશે તેમ ખ્યાલ આવ્યો. તેમના વિચારો બદલવા માટે ત્રણ-ચાર વ્યક્તિઓએ પ્રયત્નો કર્યાં, પરંતુ તેઓ તેમના વિચારમાં મક્કમ રહ્યા. કાળક્રમે સમય જતાં શાસનદેવની ઇચ્છા અનુસાર મુંબઈથી પાલિતાણાનો પગે ચાલતો સંઘ નીકળ્યો અને વિ.સં. ૨૦૩૩ ફાગણ સુદ-૧ના દિવસે સૌ પ્રથમ જીતેન્દ્રકુમારે પ.પૂ. મુનિ શ્રી યશોવિજયજી મ.સા.ને જોયા. તેમના મનની વાત કરવા માટે તેઓશ્રીના રૂમની બહાર દોઢ-બે કલાક ઊભા રહ્યા. ગોચરીના સમયે ફક્ત અડધી મિનિટ મળી અને તેમાં જિતેન્દ્રકુમારે પોતાનાં મનની વાત કરી. ત્યારપછી જિતેન્દ્રકુમાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy