SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/o તવારીખની તેજછાયા ડભોઈ સંઘમાં જોડાઈ પાલિતાણા આવ્યા અને પ.પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા. પાસે રહ્યા. તેઓશ્રીના સંસારી પિતાશ્રી તેમને પાછા ડભોઈ લઈ આવ્યા. પિતાશ્રીને સમજાવી ફરીથી પાલિતાણા ગયા. ચાતુર્માસ શરૂ થયું ત્યાર બાદ આસો સુદ-દસમે ઉપધાન શરૂ થયાં. ઉપધાનની માળ પ્રસંગે ચાર મુમુક્ષુઓની દીક્ષા નક્કી થઈ. જિતેન્દ્રકુમાર દીક્ષા માટે સંસારી પિતાશ્રીને અવારનવાર કાગળ લખતા અને છેલ્લે તેમને દીક્ષા નક્કી થઈ ગઈ તે મુજબનો કાગળ લખી નાખ્યો. કાગળ મળતાં જ શ્રી મફતભાઈએ સૌ સગાસબંધીને બોલાવ્યા અને દીક્ષા માટે કાગળ આવ્યાની વાત કહી અને શું કરવું તે અંગે સૌને પૂછ્યું. આ તરફ જિતેન્દ્રકુમાર આરિલાભુવનમાં બિરાજમાન સાધ્વીજી રમિલતાશ્રીજી પાસે કાર્યપ્રસંગે ગયેલા અને તે જ વખતે ડભોઈના જાણીતા જ્યોતિષી આવેલ તેમને સાધ્વીજીએ પૂછયું કે ઓચ્છવભાઈ જિતુની દીક્ષા થશે કે નહીં ? તરત ઓચ્છવભાઈએ પ્રશ્ન કુંડલી મૂકી તરત જવાબ આપ્યો દીક્ષા થઈ જશે. આ તરફ જેવો એમનાં મોઢામાંથી શબ્દ બહાર નીકળ્યો કે તરત આ.ક. પેઢીનાં મેનેજર ભટ્ટ બોલાવા આવ્યા અને કહ્યું ડભોઈથી ફોન છે. પૂજ્ય ગુરુદેવ (તે વખતે પૂ.મુનિ શ્રી યશોવિજયજી મ.સા.) પાસે આવ્યા કે તરત કહ્યું કે ડભોઈથી સંસારી પિતાશ્રીની રજા આવી ગઈ છે. દીક્ષાની તૈયારી કરવા માંડો અને જીતુભાઈની દીક્ષા વિ.સં. ૨૦૩૪ માગસર સુદ ૩ના દિવસે થઈ અને મુનિ જયભદ્રવિજય તરીકે ૫.પૂ. આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય થયા. દીક્ષા લીધી ત્યારે પૂ. મુનિ શ્રી જયભદ્ર વિજયજી મ.સા. તેઓશ્રીનાં ગુરુદેવની વૈયાવચ્ચમાં તથા શાસનનાં કાર્યોમાં ખડેપગે રહ્યા છે. પાલિતાણા તળેટી ઉપર આવેલ બાબુના દેરાસરના શતાબ્દી મહોત્સવની બધી જવાબદારી તેમણે ઉપાડી–શતાબ્દી મહોત્સવ શાનદાર બનાવ્યો. વિ.સં. ૨૦૫૦માં પૂજ્ય ગુરુદેવને ભયંકર માંદગી આવતાં પાલિતાણાથી પૂજ્ય ગુરુદેવ સાથે મુંબઈ જઈને હોસ્પિટલમાં તથા ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુદેવની સુંદર વૈયાવચ્ચ કરી ગુરુદેવને શારીરિક-માનસિક રીતે સારા સ્વસ્થ કરી દીધા. પૂજ્ય ગુરુદેવની સાથે જ રહી શાસનનાં અનેકવિધ કાર્યોમાં સહભાગી બન્યા છે. વિ.સં. ૨૦૬૦ની સાલમાં વાલકેશ્વર બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરનો શતાબ્દી મહોત્સવ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં શાનદાર ઊજવાયો તેમાં સહભાગી બન્યા. અત્યારે પૂજ્ય ગુરુદેવની સાથે રહીને જ્ઞાન-દર્શનચારિત્રની સુંદર આરાધના કરી રહ્યા છે. સૌજન્ય : શ્રી વસુમતીબહેન તથા શ્રી મફતભાઈ સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી. प.पू.मुनिराजश्री जयदर्शन विजयजी म.सा.की प्रेरणा से श्री चतुर्विध संघ : ग्रंथ योजनाकी हार्दिक अनुमोदना (ાલ મયં વર્ષ તુત્નિ . સ્વ. કંચનબેન શાંતિલાલ શાહ - બેંગલોર - गुणरागी गुणवंते बहु-मन्नई । /////////////// Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy