SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪/૪ દક્ષિણ ભારતના પ્રાંતોમાં વિહરતા રહ્યા. ત્યાં પણ અભૂતપૂર્વ અને ચિરસ્મરણીય એવી શાસનપ્રભાવના પ્રગટાવી. તેમાં ૧૨ ચાતુર્માસ મહારાષ્ટ્રમાં કરી, ત્યાં જીર્ણ મંદિરોના ઉદ્ધાર, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, પાઠશાળા આદિની સ્થાપના કરીને મહાન ઉપકારો કર્યા. પૂજ્યશ્રી પોતે પણ અનેક તપસ્યા કરતા રહી સંયમજીવનને તપથી તેજસ્વી બનાવતા રહ્યા. ત્યાર બાદ, ગુજરાત પધારતાં, સં. ૧૯૭૮ના અમદાવાદ-શામળાની પોળમાં મુમુક્ષુ ડાહ્યાભાઈને વાડાસિનોર મુકામે દીક્ષા આપી મુનિશ્રી હંસવિજયજી નામ આપી પોતાના પટ્ટશિષ્ય કર્યા. સં. ૧૯૭૯માં મહા વદ ૧૧ને દિવસે, પૂ. .શ્રી મોહનલાલજી મહારાજના પ્રશિષ્ટ આચાર્યશ્રી જયસૂરિજી મહારાજના વરદ હસ્તે મુંબઈ-ગોડીજી ઉપાશ્રયમાં, અનેક શ્રીસંઘો અને જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીને પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યારબાદ, પૂ.પં. શ્રી હિંમતવિમલજી ગણિવર્યના વધતા જતા પ્રભાવથી અનેકભાવિકો ત્યાગ-વૈરાગ્યને પામી સંયમના માર્ગે વળ્યા, તો અનેક ધર્મ-આરાધના, તપસ્યાના માર્ગે વળ્યા. આમ, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો સુસંપન્ન થતાં રહ્યાં. સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ના પૂજ્ય પંન્યાસશ્રી ૮૫ વર્ષનો સુદીર્ધ દીક્ષાપર્યાય પાળી, ૧૦૮ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે, અમદાવાદ-દેવશાના પાડામાં સ્થિત વિમલગચ્છના ઉપાશ્રયે, નવકાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આવા ત્યાગી, તપસ્વી, ઉગ્ર વિહારી અને સુદીર્ધ સંયમજીવન દરમિયાન અનેક સ્થળે અનેકવિધ ધર્મકાર્યોથી શાસનનો જયજયકાર પ્રવર્તાવનારા પૂ. પંન્યાસશ્રી હિંમતવિમલજી ગણિવર્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! (સંકલન : પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ) સૌજન્ય : સર્વસાધારણ માનવસેવા ટ્રસ્ટ, શ્રી શાંતિવિમલસૂરિ માનવસેવા ટ્રસ્ટ. પૂ. મુનિપ્રવરશ્રી દેવવિમલજી મહારાજ વિમલ સમુદાયમાં વયોવૃદ્ધ પૂ. પં. શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીના શિષ્યરત્ન મહાન યોગવેત્તા પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી દેવવિમલજી મહારાજ એક આત્માર્થી સાધક હતા, સેવાપ્રિય સંત હતા. ગરીબ સાધર્મિકો પરત્વેની તેમની કરુણા અપાર હતી. સાદડી (રાજસ્થાન)માં સં. ૧૯૫૦માં જન્મેલા દીપચંદજીના પિતાનું નામ ભગાજી તથા માતાનું નામ ચૂનીબાઈ હતું. યોગ્ય ઉંમરે દીપચંદજીના લગ્ન ફૂલીબાઈ સાથે થયા અને તેઓને શાન્તા Jain Education International ચતુર્વિધ સંઘ નામની એક પુત્રી હતી, પરંતુ સંસારના એક દુઃખદ અને કરુણ પ્રસંગથી દીપચંદજીનો આત્મા જાગી ગયો અને સં. ૧૮૮૭માં જેઠ સુદ ૧૨ના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી શાંતિવિમલજી મહારાજના શિષ્ય બની સંયમ ધર્મનો સ્વીકાર કર્યો. તપ–ત્યાગ અને સાધનાની તીવ્ર રુચિ જાગી. દિવસ-રાત જોયા વગર એમાં જ મગ્ન બની ગયા. તેઓશ્રી સાધનામાં જેવા આકરા હતા, તેવા જ દીનદુઃખિયાંઓ માટે પુષ્પ જેવા મૃદુ અને કરુણાર્દ્ર હતા. તેઓશ્રીએ સચોટ ઉપદેશ આપી શ્રમણસંઘભક્તિ, સાધર્મિક ભક્તિ, જીવદયા અને અનુકંપાદાનનાં અનેક મહાન કાર્યો કરાવ્યાં. પાટણ, વીસનગર, વડનગર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, રખિયાલ તથા રાજસ્થાનનાં અનેક ક્ષેત્રોમાં વિચરી ધર્મોપદેશ દ્વારા શાસનપ્રભાવનાઓ કરી. મુંબઈ વસતા પાટણવાસીઓ તો એમને સાચે જ દેવતુલ્ય સમજતા. વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લાં વીસ વર્ષ પાલિતાણા-હિંમતવિહારમાં જ બિરાજમાન હતા. તે સમયે પોતાના ગુરુમહારાજના સાન્નિધ્યમાં તેઓશ્રીનાં શિષ્ય પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ તથા પૂ. મુનિશ્રી વિજયવિમલજી મહારાજે તેઓશ્રીની સુંદર સેવાભક્તિ કરી હતી. પૂ. ગુરુદેવ શત્રુંજય મહાતીર્થે સં. ૨૦૪૪ના અષાઢ વદ ૧૨ના દિને, ૯૪ વર્ષની વયે, ૫૭ વર્ષનો દીર્ધ ચારિત્રપર્યાય પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વંદના હો એ પરમ ઉપકારી ગુરુદેવનાં પાવન ચરણોમાં! ધન્ય ગુરુદેવ! યુવા પ્રવચનકાર પૂ. ગણિશ્રી શીલરત્નવિજય મ.સા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy